મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

શરદ પૂનમે જરૂર કરો આ 5 વસ્તુઓનું દાન, માતા લક્ષ્મીની અસીમ કૃપાથી તિજોરી રહેશે છલકાતી!

શરદ પૂનમે જરૂર કરો આ 5 વસ્તુઓનું દાન, માતા લક્ષ્મીની અસીમ કૃપાથી તિજોરી રહેશે છલકાતી!
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

હિન્દુ ધર્મમાં શરદ પૂર્નિમાનું વિશેષ મહત્ત્વ છે, કારણ કે આ દિવસે ચંદ્ર તેની સોળ કળાએ ખીલેલો હોય છે અને ચંદ્રના કિરણોથી અમૃત વર્ષા થાય છે. માનવામાં આવે છે કે આ પવિત્ર રાત્રીએ દેવી લક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરવા આવે છે. આ દિવસે ધર્મ-કર્મ, ઉપવાસ અને દાન-પુણ્ય કરવાનું ખૂબ જ ઉત્તમ ફળ મળે છે. શરદ પૂર્નિમાની રાત્રે કેટલીક ખાસ વસ્તુઓનું દાન કરવાથી માતા લક્ષ્મીની અસીમ કૃપા હંમેશાં બની રહે છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે. ચાલો જાણીએ કે આ દિવસે કઈ વસ્તુઓનું દાન કરવું ફળદાયી માનવામાં આવે છે.

વસ્ત્રોનું દાન

શરદ પૂર્નિમાના પવિત્ર દિવસે જરૂરિયાતમંદોને વસ્ત્રોનું દાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે. આ દિવસે ખાસ સફેદ રંગના વસ્ત્રોનું દાન કરવાનો પ્રયાસ કરવો જોઈએ, કારણ કે સફેદ રંગ પવિત્રતા, શાંતિ અને ચંદ્રનું પ્રતીક છે. જો તમે આ દિવસે કોઈ બ્રાહ્મણ કે જરૂરિયાતમંદને સફેદ કપડાં દાનમાં આપો છો, તો તે ખૂબ જ પુણ્યદાયક માનવામાં આવે છે.દાન કરો

ચોખા અથવા ખીરની સામગ્રીનું દાન

શરદ પૂર્નિમાની રાત્રે ચંદ્રના પ્રકાશમાં ખીર બનાવીને રાખવાની પરંપરા છે, કારણ કે એવું માનવામાં આવે છે કે આ રાત્રે ચંદ્રમાંથી અમૃત વર્ષા થાય છે જે ખીરમાં ભળે છે. આ દિવસે જો તમે જરૂરિયાતમંદ વ્યક્તિને ખીર બનાવવાની સામગ્રી જેવી કે દૂધ, ખાંડ અને ચોખાનું દાન કરો છો, તો તે ખૂબ જ શુભ સાબિત થાય છે. આનાથી માતા લક્ષ્મીની કૃપા હંમેશાં તમારા પરિવાર પર બની રહે છે.

ચાંદી અથવા સફેદ ધાતુના વાસણોનું દાન

ચાંદીને ચંદ્રની ધાતુ માનવામાં આવે છે. શરદ પૂર્નિમાના દિવસે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ચાંદીની કોઈ વસ્તુ અથવા સફેદ ધાતુના વાસણોનું દાન કરવું ખૂબ જ લાભદાયી રહે છે. ચાંદીનો સંબંધ ચંદ્ર અને સ્ત્રી ઊર્જા સાથે હોવાથી તે માનસિક શાંતિ જાળવવામાં મદદ કરે છે. ચાંદી કે સફેદ ધાતુનું દાન જીવનમાં સમૃદ્ધિ અને શાંતિ લાવે છે.

સફેદ મીઠાઈઓનું દાન

શરદ પૂર્નિમાના શુભ દિવસે સફેદ રંગની મીઠાઈઓ અને મોસમી ફળોનું દાન કરવું પણ અત્યંત શુભ ફળ આપે છે. આ વસ્તુઓનું દાન કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિના યોગ બને છે અને આર્થિક લાભ થવાની સંભાવના પણ વધે છે. મીઠાઈઓનું દાન જીવનમાં મધુરતા અને સકારાત્મક ઊર્જાનો સંચાર કરે છે.દાન કરો

ભોજન અને અન્નનું દાન

જો તમે શરદ પૂર્નિમાના દિવસે કોઈ ભૂખ્યા કે જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કરાવો અને તમારી શક્તિ મુજબ દક્ષિણાદાન આપો, તો તે સર્વોત્તમ દાન માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી ઘરના ભંડાર હંમેશાં ભરેલા રહે છે અને ક્યારેય અન્ન-ધનની અછત સર્જાતી નથી.

નોંધ: આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

આ સમાચાર શેર કરો