મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

24-10-2024, મંગળવારનું રાશિફળ, આ રાશિના જાતકોને થશે વિશેષ લાભ

મેષ : આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભાર-દોડધામ-શ્રમમાં વધ

24-10-2024, મંગળવારનું રાશિફળ, આ રાશિના જાતકોને થશે વિશેષ લાભ
મેષ : આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભાર-દોડધામ-શ્રમમાં વધારો થાય.   વૃષભ : આપના કામમાં આકસ્મિક સાનુકુળતા મળી રહે. આપના કામનો ઉકેલ આવતો જાય. વાણીની મીઠાશથી કામમાં સરળતા થતી જાય.   મિથુન : આપ ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા રહે અને નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા રહ્યા કરે.શાંતિથી દિવસ પસાર કરવો.   કર્ક : આપના કાર્યમાં ઉપરીવર્ગ-સહકાર્યકરવર્ગ-નોકર-ચોકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. પરદેશના કામમાં સાનુકુળતા જણાય.   સિંહ : આપના કાર્યમાં સાનુકુળતા મળી રહે. સીઝનલ ધંધામાં કુટુંબ-પરિવારનો સાથ-સહકાર મળી રહે. આવક જણાય.   કન્યા : આપની ગણત્રી-ધારણા મુજબનું કામકાજ થવાથી આપને કામ કરવાનો ઉત્સાહ રહે. રાજકીય-સરકારી કામકાજ થાય.   તુલા : કોર્ટ-કચેરીના કામમાં આપને રૂકાવટ-મુશ્કેલી જણાય. આવેશ-ઉશ્કેરાટમાં આવી જવું નહીં. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.   વૃશ્ચિક : આપના કાર્યની કદર-પ્રશંસા થવાથી આનંદ રહે. આપના કામમાં સંતાનનો સાથ-સહકાર મળી રહે. કામનો ઉકેલ આવે.   ધન : આપના કાર્યની સાથે સગા-સંબંધીવર્ગ-મિત્રવર્ગ-ઘર-પરિવારના કામમાં આપે વ્યસ્ત રહેવું પડે. દોડધામ-શ્રમ જણાય.   મકર : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું થાય. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા રહે.   કુંભ : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જણાય. તબીયતની અસ્વસ્થતા જેવું લાગ્યા કરો. અનિચ્છાએ પણ કામમાં વ્યસ્ત રહેવું પડે.   મીન : આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. રાજકીય-સરકારી મુલાકાત થઈ શકે.

આ સમાચાર શેર કરો