મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

5 મે 2025, સોમવારનું રાશિફળ, આ રાશિના જાતકો લેશે મહત્ત્વના નિર્ણય 

મેષ : નોકરી ધંધો જાવ તો ઘર પરિવારની અને ઘરે રહો તો નોકરી ધંધાની ચિંતા સતાવ્યા કરે. બપોર પછી આપને રાહ

5 મે 2025, સોમવારનું રાશિફળ, આ રાશિના જાતકો લેશે મહત્ત્વના નિર્ણય 

મેષ : નોકરી ધંધો જાવ તો ઘર પરિવારની અને ઘરે રહો તો નોકરી ધંધાની ચિંતા સતાવ્યા કરે. બપોર પછી આપને રાહત રહે.

વૃષભ : પરદેશના કામમાં પ્રગતિ જણાય. ધંધામાં નવી વાતચીત આવે. બપોર પછી આપે કામકાજમાં ઉતાવળ કરવી નહીં.

મિથુન : બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં આપને સાનુકુળતા મળી રહે. અડોશ પડોશના કામમાં વ્યસ્ત રહો.

કર્ક : રાજકીય સરકારી કામકાજમાં આપને સાનુકુળતા મળી રહે. અગત્યના કામકાજ અંગેની મિલન મુલાકાત થઇ શકે.

સિંહ : દિવસનો પ્રારંભ ઉચાટ-ઉદ્વેગ સાથે થાય. કામમાં વિલંબ જણાય. બપોર પછી આપને સાનુકુળતા થતી જાય.

કન્યા : દિવસના પ્રારંભે કામકાજમાં સાનુકુળતા રહે. કામનો ઉકેલ આવતો જાય. પરંતુ દિવસ પસાર થાય તેમ કામમાં પ્રતિકૂળતા રહે.

તુલા : આપના કાર્યની સાથે ઘર-પરિવાર, સગા સંબંધી વર્ગ મિત્રવર્ગના કામમાં વ્યસ્ત રહો. કામનો ઉકેલ આવતો રાહત રહે.

વૃશ્ચિક : નોકરી ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. કામકાજ અંગેની વ્યસ્તતામાં વધારો થાય.

ધન : બપોર સુધી આપને બેચેની વ્યગ્રતા રહ્યા કરે. વાહન ચલાવવામાં ધ્યાન રાખવું પડે. ત્યારબાદ આપને રાહત થતી જાય.

મકર : આપના કામમાં અન્યનો સહકાર મળી રહે. મહત્ત્વના નિર્ણય લઇ શકાય. બપોર પછી આપે ધીરજથી કામ લેવું.

કુંભ : આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં કાર્યભાર દોડધામ શ્રમ વધે.

મીન : વાણીની મીઠાશથી કામકાજમાં સરળતા રહે. પરદેશના કામ અંગે મુલાકાત થાય. બપોર પછી મધ્યમ.

આ સમાચાર શેર કરો