ગુરૂ પૂર્ણિમાના દિવસે કયા જાતકોને થશે લાભ કોને થશે નુકસાન? 29 જુલાઇ 2026, બુધવારનું રાશિફળ
મેષ : દિવસ દરમ્યાન આપે સતત કોઈને કોઈ કામમાં વ્ય

મેષ : દિવસ દરમ્યાન આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું થાય. સામાજિક-વ્યવહારિક કામકાજ અંગે દોડધામ જણાય.
વૃષભ : ધર્મકાર્ય-શુભકાર્ય થવાથી હૃદય-મન પ્રસન્નતા અનુભવે. દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં સાનુકૂળતા રહે.
મિથુન : આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને ચિંતા અનુભવાય.
કર્ક : આપના કામની સાથે જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવાનું થાય. અન્યનો સાથ મળી રહે.
સિંહ : સીઝનલ ધંધામાં આપે ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું પડે. સાસરીપક્ષે-મોસાળપક્ષે દોડધામ-શ્રમ-ખર્ચ જણાય.
કન્યા : આપના રુકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરેધીરે ઉકેલ આવતો જાય. મહત્વના નિર્ણય લઈ શકાય.
તુલા : આપના કામમાં કોઈને કોઈ રુકાવટ-મુશ્કેલીનો અનુભવ થાય. જમીન-મકાન-વાહનના કામમાં સાવધાની રાખવી.
વૃશ્ચિક : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ રહે. જૂના સ્વજન-સ્નેહીની મુલાકાતથી આનંદ થાય.
ધન : આપને કામકાજમાં સાનુકૂળતા મળી રહે. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય. સામાજિક-વ્યવહારિક કામ રહે.
મકર : આપના ગણતરી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. અગત્યના નિર્ણય લઈ શકાય.
કુંભ : આપને રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં મુશ્કેલી જણાય. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાણાંભીડ જણાય.
મીન : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહે. કામનો ઉકેલ આવે. સીઝનલ ધંધામાં આપને લાભ-ફાયદો જણાય.








