Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Which zodiac signs will get wealth and who will face difficulties? 23 July 2026, Thursday Horoscope

કઈ રાશિઓને મળશે ધનલાભ અને કોને નડશે મુશ્કેલી? 23 જુલાઈ 2026, ગુરૂવારનું રાશિફળ

Timeછેલ્લું અપડેટ : 23 Jul 2026
લાઇવ ટીવીGoogle News
કઈ રાશિઓને મળશે ધનલાભ અને કોને નડશે મુશ્કેલી? 23 જુલાઈ 2026, ગુરૂવારનું રાશિફળ
સોર્સ : gstv

મેષ : સંસ્થાકીય કામમાં, જાહેર ક્ષેત્રના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. રાજકીય-સરકારી કામ અંગે મુલાકાત થઈ શકે.
વૃષભ : આપના કામની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જવાથી આપનો કાર્યભાર વધે.
મિથુન : સીઝનલ ધંધામાં લાભ-ફાયદો જણાય. પરદેશના કામ અંગે મિલન-મુલાકાત થાય. સંતાનનો સહકાર મળી રહે.
કર્ક : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. મિત્રવર્ગની ચિંતા જણાય.
સિંહ : આપના કામની સાથે અડોશ-પડોશના કામમાં વ્યસ્ત રહેવાનું બને. પરદેશના કામકાજ અંગે મિલન-મુલાકાત થઈ શકે.
કન્યા : આપને કામકાજમાં સાનુકૂળતા મળી રહે. ધંધામાં આવક જણાય. કૌટુંબિક-પારિવારીક કામમાં વ્યસ્ત રહો. આનંદ રહે.
તુલા : માનસિક પરિતાપ-વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. વિચારોની અસમંજસતા-દ્વિધા રહે.
વૃશ્ચિક : આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી આવ્યા કરે, મોસાળપક્ષે, સાસરીપક્ષે, ચિંતા-બિમારીનું આવરણ આવી જાય.
ધન : આપના કામની સાથે પરદેશના કામ થઈ શકે. દોડધામ-શ્રમમાં ઘટાડો થતો જાય. ધર્મકાર્ય-શુભકાર્ય થઈ શકે.
મકર : આપના કાર્યની સાથે ઘર-પરિવાર, સગા-સંબંધી વર્ગ-મિત્રવર્ગના કામ અંગે દોડધામ-શ્રમ જણાય. ખર્ચ જણાય.
કુંભ : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. અગત્યના કામકાજ અંગે મિલન-મુલાકાત થાય.
મીન : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. તબીયતની અસ્વસ્થતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં.

App Store

અગ્નિદત્ત પદમનાભ

 

ટોપિક્સ:GSTV NewsGujarati News