મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

Navratri 2025: નવરાત્રીમાં આ છોડ જરૂર વાવો, ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ અને શાંતિ

શારદીય નવરાત્રીનો પર્વ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. જે મા અંબાને સમર્પિત છે. આ વર્ષે નવરાત્રીનો પાવન પર્વ 22 સપ્ટેમ

Navratri 2025: નવરાત્રીમાં આ છોડ જરૂર વાવો, ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ અને શાંતિ

શારદીય નવરાત્રીનો પર્વ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. જે મા અંબાને સમર્પિત છે. આ વર્ષે નવરાત્રીનો પાવન પર્વ 22 સપ્ટેમ્બરથી શરૂ થાય છે. આ સામે મા શક્તિની આરાધના માટે ખૂબજ શુભ માનવામાં આવે છે, ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસોમાં મા આંબા પૃથવી પર વાસ કરતાં હોય છે અને તેમના ભક્તોની બધી મનોકામનાઓ પૂરી કરતાં હોય છે. આ દરમિયાન ઘરમાં અમુક છોડ ઉગાડવાથી લોકોના જીવનમાં સુખ-શાંતિ બની રહે છે. અને સાથે મા અંબાની કૃપા પણ બની રહે છે. તો અહીં જાણો એ તમામ છોડ કયા છે...

આ પાવન આવસર (Shardiya Navratri 2025) પર વાસ્તુ શાસ્ત્રને અનુસાર અમુક વિશેષ છોડને ઘરમાં ઉગાડવા જોઈએ, જેનાથી જીવનમાં સુખ-શાંતિ બની રહે છે. 

નવરાત્રી દરમિયાન ઘરમાં વાવો આ શુભ છોડ

તુલસીનો છોડ: તુલસીના છોડને હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર માનવમાં આવે છે. જેમને ''મા લક્ષ્મીનું સ્વરૂપ'' પણ કહેવામાં આવે છે. નવરાત્રી દરમિયાન તુલસીના છોડને ઘરના આંગણમાં અથવા બાલકનીમાં રોપવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. આ ઉપરાંત દરરોજ સાંજે આ છોડ પાસે દીવો પ્રગટાવવાથી મા દુર્ગા અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે.

કેળાનો છોડ: કેળાનો છોડ ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે. તેમને ઘરમાં લગાવવાથી ધન-ધાન્યમાં ખૂબ જ વૃદ્ધિ થાય છે અને દાંપત્ય જીવનમાં ખૂબ જ શાંતિ બની રહે છે. એવામાં નવરાત્રી (Shardiya Navratri 2025) દરમિયાન આને જરૂર ઉગાડો.

શમીનો છોડ

શમીનો છોડ ભગવાન શનિને સમર્પિત છે. પરંતુ આ છોડ મા અંબા અને ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે. આને નવરાત્રીના પર્વ દરમિયાન ઘરમાં ઉગાડવાથી ક્ષત્રુઓ સામે વિજય મળે છે અને બધાં કર્યો પૂરા થાય છે. આ છોડ ઘરમાં સકારાત્મક ઉર્જાનો પણ સંચાર કરે છે.  

જાસૂદનો છોડ

જાસૂદના ફૂલ મા અંબાને ખૂબ પ્રિય છે, ખાસ કરીને લાલ જાસૂદ. નવરાત્રીમાં મા અંબાને જાસૂદના ફૂલ સમર્પિત કરવાથી મા પ્રસન્ન થાય છે અને ભક્તોની બધી મનોકામના પૂરી કરે છે. જાસૂદનો છોડ ઘરમાં લગાવવાથી પારિવારિક સબંધોમાં મીઠાશ આવે છે અને ઘરમાં સકારાત્મક માહોલ બને છે. 

છોડ ઉગાડવાના નિયમ 

છોડને હંમેશા સ્વચ્છ જગ્યાએ અને યોગ્ય દિશામાં ઉગાડો.
છોડની રોજ કાળજી રાખો અને તેને પાણી આપો.
તે ધ્યાન રાખો કે છોડ લીલોછમ રહે, કારણ કે સુકાઈ ગયેલા છોડને અશુભ માનવામાં આવે છે.

નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

આ સમાચાર શેર કરો