Diwali 2024: દિવાળીમાં આ 5 રાશિના જાતકો પર માતા લક્ષ્મીની રહેશે અખૂટ કૃપા, ઘર પર થશે ધનવર્ષા
દિપોત્સવી પર્વે 30 વર્ષ બાદ શનિદેવ શુભ સંયોગ બનાવી રહ્યા છે. આ વર્ષે 31 ઓક્ટો

દિપોત્સવી પર્વે 30 વર્ષ બાદ શનિદેવ શુભ સંયોગ બનાવી રહ્યા છે. આ વર્ષે 31 ઓક્ટોબર 2024ના રોજ દિવાળી ઉજવાશે. જ્યોતિષશાસ્ત્ર મુજબ આ દિવસે બુધાદિત્ય યોગ સાથે શશ રાજયોગ બની રહ્યો છે. જ્યારે શનિ પોતાના મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં હોય ત્યારે શશ રાજયોગ રચાય છે. આ સાથે તુલા રાશિમાં બુધ અને સૂર્યનો સંયોગને લીધે બુધાદિત્ય યોગ બની રહ્યો છે. આ સાથે આયુષ્માન યોગ નિર્માણ થઈ રહ્યો છે. આવા સંયોગથી કેટલીક રાશિના લોકોના જીવન પર ખૂબ જ શુભ અસર થવાની છે. કેટલીક રાશિઓ પર મહાલક્ષ્મીની વિશેષ કૃપા રહેશે.
દિવાળી પર્વે શુભ રાજયોગ બનવાથી કઈ રાશિઓને લાભ મળી શકે છે, આવી સ્થિતિમાં શનિ અને માતા લક્ષ્મીની કૃપાથી કેટલીક રાશિઓનું સુતેલું ભાગ્ય જાગી જશે તેના વિશે જાણીએ.
મેષ રાશિ
આ રાશિના લોકો માટે દિવાળી ખૂબ જ ખાસ રહેવાની છે. આ રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં સફળતાની સાથે આર્થિક લાભ પણ મળી શકે છે. આ રાશિના લોકો પર શનિદેવની સાથે-સાથે સૂર્ય અને બુધની વિશેષ કૃપા રહેતા તેમના જીવનમાં અનેક પ્રકારની ખુશીઓ લાવી શકે છે. તમારા પરિવાર સાથે સારો સમય પસાર કરશો. જીવનમાં ખુશીઓ આવી શકે છે. જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ તો થઈ શકે છે. ભવિષ્યમાં સારું વળતર મળી શકે છે.
વૃષભ રાશિ
આ રાશિના લોકો માટે બુધાદિત્ય અને શશ રાજયોગ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. દરેક કાર્યમાં સફળતા મળે. કરિયરમાં તમે કરેલી મહેનત હવે સારા પરિણામ આપી શકે છે. પ્રમોશનની સાથે સારું પ્રોત્સાહન પણ મળી શકે છે. વેપાર ક્ષેત્રે ઘણો લાભ મળી શકે છે. તમારી ક્ષમતાના આધારે તમને ઘણા પ્રોજેક્ટ અથવા ઓર્ડર મળી શકે છે. નાણાકીય સ્થિતિ સારી રહેશે. તેમજ કમાણીના નવા રસ્તા ખુલશે. તમે તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો. સ્વાસ્થ્યમાં પણ ઘણો ફાયદો થવાની સંભાવના છે.
મિથુન રાશિ
મિથુન રાશિવાળા લોકોને દરેક ક્ષેત્રમાં સફળતાની સાથે સાથે ધનલાભ શકે છે. આધ્યાત્મિકતા તરફ વધુ ઝુકાવ કરી શકો છો. આવી સ્થિતિમાં તમે કોઈપણ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો. તમે તમારા બાળકોની પ્રગતિથી ખુશ જણાશો. નોકરીની ઘણી નવી તકો મળી શકે છે. વેપારના ક્ષેત્રમાં પણ તમને સારો નફો મળવાની સંભાવના છે.
કુંભ રાશિ
દિવાળી પર શનિનો શુભ સંયોગ કુંભ રાશિના જાતકોને આર્થિક રીતે લાભ કરાવશે. અટકેલું ધન પ્રાપ્ત થશે. વૈવાહિક જીવનમાં ચાલી રહેલ મતભેદ દૂર થશે. નોકરીની સારી તકો મળશે. તમારી મહેનત અને સમર્પણ તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે.
મકર રાશિ
આ વર્ષે દિવાળી મકર રાશિના લોકો માટે ખુશીઓ લઈને આવી રહી છે. શનિની કૃપાથી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થશે. રોકાણ લાભદાયક રહેશે. અટકેલા કામ ફરી શરૂ થઈ શકે છે.
નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.








