મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

4 એપ્રિલ 2025, શુક્રવારનું રાશિફળ, આ રાશિના જાતકો કરશે ખૂબ પ્રગતિ

મેષ : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કામગીરી થવાથી આપને આનંદ રહે. ભાઈભાંડુનો સાથ સહકા

4 એપ્રિલ 2025, શુક્રવારનું રાશિફળ, આ રાશિના જાતકો કરશે ખૂબ પ્રગતિ

મેષ : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કામગીરી થવાથી આપને આનંદ રહે. ભાઈભાંડુનો સાથ સહકાર મળી રહે.

વૃષભ : આપના કામમાં સાનુકુળતા મળી રહે. ધંધામાં આવક જણાય. સામાજિક વ્યવહારિક કામકાજ અંગે વ્યસ્તતા રહે.

મિથુન : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત થતી જાય. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો તેમાં સરળતા રહે.

કર્ક : રાજકીય સરકારી કામકાજમાં ખાતાકીય કામમાં આપે સાવધાની રાખવી પડે. નાણાંકીય વ્યવહારોમાં ઉતાવળ કરવી નહીં.

સિંહ : આપના કામમાં આકસ્મિક સાનુકુળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. પુત્ર-પૌત્રાદિકનો સાથ સહકાર મળી રહે.

કન્યા : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. જમીન મકાન વાહનના કામમાં સાનુકુળતા રહે. મિત્રવર્ગ મદદરૂપ થાય.

તુલા : દેશ પરદેશના કામમાં આયાત-નિકાસના કામમાં આપને સાનુકુળતા થતી જાય. યાત્રા પ્રવાસ મિલન મુલાકાત થઇ શકે.

વૃશ્ચિક : તબીયતની અસ્વસ્થતાને લીધે કામ કરવાની ઇચ્છા થાય નહીં. અનિચ્છાએ આપે કામમાં વ્યસ્ત રહેવું પડે. વાહન ધીરે ચલાવવું.

ધન : રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન મુલાકાત થઇ શકે. પરદેશના કામમાં પ્રગતિ જણાય. ખર્ચ જણાય.

મકર : આપના કામમાં હરિફવર્ગ - ઇર્ષ્યા કરનારવર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. સાસરીપક્ષ મોસાળપક્ષનું કામકાજ રહે.

કુંભ : આપની બુધ્ધિ મહેનત અનુભવ આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. સંતાન માટે ખર્ચ ખરીદી જણાય.

મીન : આપ હરો ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય મનને શાંતિ રાહત જણાય નહીં. મહત્ત્વના નિર્ણય મુલત્વી રાખવા.

આ સમાચાર શેર કરો