કુંભ રાશિના જાતકોને કામમાં સરળતા રહે, જાણો તમારું 01 ઓગસ્ટ 2024નું રાશિ ભવિષ્ય
મેષ : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આપને આનંદ જણાય. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ-સહકાર મળી રહે.

મેષ : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આપને આનંદ જણાય. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ-સહકાર મળી રહે.
વૃષભ : આપના કામમાં સાનુકૂળતા જણાય. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ-ફાયદો થાય. કામનો ઉકેલ આવે.
મિથુન : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે.
કર્ક : આપે બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં સાવધાની રાખવી પડે. કોર્ટ-કચેરીના કામકાજમાં રૂકાવટ-મુશ્કેલી રહે.
સિંહ : આપના કામકાજમાં આકસ્મિક સરળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને ચિંતા ઓછી થાય.
કન્યા : દિવસના પ્રારંભથી આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવું પડે. જમીન-મકાન-વાહનના કામમાં સાનુકૂળતા મળી રહે.
તુલા : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. નોકર-ચાકર વર્ગનો સાથ-સહકાર મળી રહે.
વૃશ્ચિક : આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સામાજિક-વ્યવહારિક કામમાં મુશ્કેલી જણાય.
ધન : આપના કામની સાથે અન્ય કામમાં વ્યસ્ત રહેવાનું બને. રાજકીય-સરકારી કામમાં આપને સાનુકૂળતા મળી રહે.
મકર : આપના કામમાં હરિફવર્ગ-ઈર્ષ્યા કરનાર વર્ગની મુશ્કેલી જણાય. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાંણાભીડ અનુભવાય.
કુંભ : આપની બુદ્ધિ-અનુભવ-આવડત-મહેનતના આધારે કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી કામમાં સરળતા રહે.
મીન : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. કામકાજમાં પ્રતિકૂળતા જણાય.








