મેષથી મીન રાશિ સુધી જાણો તમામ 12 રાશિઓનું ભવિષ્ય, કોને મળશે સફળતા અને કોને રહેશે ચિંતા?

મેષ : આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. મિલન- મુલાકાતથી આનંદ થાય.
વૃષભ : નોકરી- ધંધાના કામકાજ અંગે દોડધામ- શ્રમ જણાય, મોસાળ પક્ષ, સાસરી પક્ષનું કામકાજ રહે. ખર્ચ- જણાય.
મિથુન : આપના રૂકાવટ- વિલંબમાં અટવાઈ પડેલા કામનો ઉકેલ આવતો જાય. સંતાનનો સહકાર મળી રહે.
કર્ક : આપે ધીરજ અને શાંતિ રાખીને દિવસ પસાર કરી લેવો. હરો-ફરો કામકાજ કરો પરંતુ હૃદય-મન ઉચાટ- ઉદ્વેગ અનુભવે.
સિંહ : આપના યશ- પદ- ધનમાં વધારો થાય તેવી કામગીરી થવાથી આનંદ જણાય ભાઈભાંડુ વર્ગનો સાથ- સહકાર મળી રહે.
કન્યા : આપને કામકાજમાં સાનુકૂળતા રહે. ધંધામાં આવક જણાય, કૌટુંબિક- પારિવારિક કામમાં વ્યસ્ત રહો.
તુલા : આપના મહત્ત્વના કામનો ઉકેલ આવતો જવાથી રાહત થતી જાય. અગત્યના નિર્ણયો લેવામાં સરળતા જણાય.
વૃશ્ચિક : નાણાંકીય લેવડદેવડની બાબતમાં આપે સાવધાની રાખવી પડે. કામકાજમાં ઉતાવળ કરવી નહીં. ઉચાટ ઉદ્વેગ રહે.
ધન : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. સીઝનલ ધંધામાં ફાયદો જણાય.
મકર : દિવસ દરમ્યાન આપે સતત કોઈને કોઈ કામકાજમાં વ્યસ્ત રહેવાનું બને. પત્ની સંતાનનો સહકાર મળી રહે.
કુંભ : આપના કામકાજમાં ધીરે- ધીરે સાનુકૂળતા થતી જાય. મિલન- મુલાકાત થઈ શકે. ધર્મકાર્ય- શુભકાર્યથી આનંદ રહે.
મીન : સામાજિક- વ્યવહારિક કામકાજમાં આપે ઉતાવળ કરવી નહીે. વાણીની સંયમતા રાખીને કામકાજ કરી લેવું.




