Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : How will your week be this week? Know here the weekly horoscope of all zodiac signs from Aries to Pisces

કેવું રહેશે તમારું આ અઠવાડિયું? અહીં જાણો મેષથી લઈને મીન સુધીની તમામ રાશિનું સાપ્તાહિક રાશિફળ

Timeછેલ્લું અપડેટ : 07 Sept 2026
લાઇવ ટીવીGoogle News
કેવું રહેશે તમારું આ અઠવાડિયું? અહીં જાણો મેષથી લઈને મીન સુધીની તમામ રાશિનું સાપ્તાહિક રાશિફળ
સોર્સ : gstv

આ સપ્તાહ 12 રાશિઓ માટે મિશ્ર પરિણામો લઈને આવી રહ્યું છે. કેટલીક રાશિઓમાં આત્મવિશ્વાસ અને ઉત્સાહ વધશે, નવા પરિચય તથા કાર્યની તકો મળશે, જ્યારે કેટલીક રાશિઓએ ઉતાવળ, ગેરસમજ અને બિનજરૂરી ખર્ચથી સાવધાન રહેવું પડશે. તો ચાલો જાણીએ મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓ માટે કેવું રહેશે આ સપ્તાહનું રાશિફળ.

App Store

મેષ: લોકો સાથે મુલાકાત વધે તેમ સમય વ્યસ્તતા વધી જાય અથવા ક્યાંક સમયનો વ્યય પણ થાય, ધીરજ રાખવી હિતાવહ છે, મુલાકાત સારી પણ રહે, તમારે કોઈ મુસાફરીની પણ સંભાવના બને છે, ખોટા ખર્ચ થાય તેની પણ સંભાવના છે.

વૃષભ: તમારી વાણી પર તમારો પ્રભાવ સારો રહે, કોઈ અગત્યની મુલાકાત સફળ થવાની વાત બનવા જોગ છે, ક્યાંક મુસાફરીનું આયોજન સંભવિત બની શકે છે ઉત્સાહ સારો જોવા મળે, નવા કાર્યના વિચાર વધુ આવે

મિથુન: તમારામાં આત્મવિશ્વાસ સારો રહે જેની અસર તમારા કામ અને વ્યવહાર પર સારી જોવા મળી શકે વ્યવહારુ અભિગમ રાખવો જેથી તમારા કાર્યમાં અને વ્યવહારમાં સારી અસર પડે, પ્રતિભા સારી રહે જેની સારી અસર કોઈ નવી ઓળખાણ પર થાય અને સારી યાદગીર ઉભી થાય

કર્ક: તમને લોકોને મળવાની અને કંઈપણ જાણવાની વૃતિ વધુ જાગે તેમજ તમારામાં ઉતાવળ કરવાની વૃત્તિ પણ વધુ જોવા મળે જેમાં ધીરજની જરૂર કહી શકાય, કોઈની સાથે મતભેદ ના થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છે શાંતિથી સમય પસાર કરવો.

સિંહ: વાતચીત કરવાંમાં કાળજી રાખવી મજકવૃત્તિ ન કરવી જેથી ક્યાંય ગેરસમજ ન થાય, નવું કોઈ આયોજન સંભવિત બની શકે છે, થાકની અસર થોડી વધુ રહે તેવું બની શકે છે, આરામ કરવાની વૃત્તિ રહે.

કન્યા: તમારામાં સહયોગની ભાવના વધુ જોવા મળે તેવું બની શકે, તમે પરિચિત સાથે સમય વધુ પસાર કરો તેવું પણ બને કોઈ સામાજિક કાર્યમાં તન મન ધન થી યથાશક્તિ સેવા માટે તત્પરતા પણ બતાવો પસંદગી ની ખરીદી પણ થઈ શકે, ઉત્સાહ સારો જળવાઈ રહે

તુલા: તમારે વાતચીત દરમિયાન ઉશ્કેરાટથી બચવું જેથી કોઈની સાથે તકરાર ન થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છે અંગતકાર્યમા સમયનો વ્યય થાય તેવું પણ બને, યોગ્ય આયોજન હિતાવહ છે, થાકની અસર કામના અંતે વધુ દેખાય.

વૃશ્ચિક: તમારા કાર્યમાં તમને ઉત્સાહ સારો જોવા મળે, તેમજ તમને અન્યનો સહયોગ પણ મળે તેવું બની શકે છે, અતિ ઉત્સાહમાં આવી ન જવાય તેનું પણ ધ્યાન રાખવું ઈચ્છનીય છે, આરામવૃતિની ઈચ્છા ફુરસદના સમયમાં વધુ જોવા મળે, ઇતર પ્રવૃત્તિમાં પણ સમય પસાર થાય.

ધન: વાર્તાલાપમાં સમય વધુ પસાર થાય પણ ક્યાંય અગત્યની વાતચીત કરવાની હોય તો તે સંભવિત બની શકે છે પણ તેમાં થોડું ધ્યાન આપવું જરૂરી છે, નવું જાણવાની વૃત્તિ વધુ જોવા મળે તેવું પણ જણાય છે, આયોજન હશે તો કાર્ય સફળ થઈ શકે.

મકર: તમારા મિત્રો, પરિચિતો સાથે તમે વ્યસ્ત વધુ રહો તેવું બની શકે છે, નવા મિત્રો બને, તમારે વાહન ધીમે ચલાવવું હિતાવહ છે, ખટપટથ કે ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખવું, ખોટા ખર્ચ પર અંકુશ રાખવો

કુંભ: તમારો લોકો સાથે સુમેળ વધુ સારો રહે, કંઈક નવું આતોજન થાય તેવું બની શકે, કંઈક નવું જાણવા પણ મળે, સામાજિક કાર્યમાં તમે સારું યોગદાન આપો તેવું પણ બનવા જોગ છે નવા પરિચય થઈ શકે

મીન: ઉતાવળ ન કરવી, વાર્તાલાપમા ચોકસાઈ રાખવી હિતાવહ છે જેથી કોઈ ગેરસમજ ઉભી ન થાય, તમે વ્યવહારુ અભિગમ રાખશો તેટલો જ સારો વ્યવહાર પણ સામે પક્ષે મેળવશો માટે ધીરજ રાખવી ઈચ્છનીય છે ગણતરી પૂર્વક વ્યવહાર કરવો.