Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Hanuman ji's grace gets these special signs when it rains, removes fears and difficulties from life

હનુમાનજીની કૃપા વરસે ત્યારે મળે છે આ ખાસ સંકેતો, જીવનમાંથી દૂર થાય છે ભય અને મુશ્કેલીઓ

Timeછેલ્લું અપડેટ : 06 Sept 2026
લાઇવ ટીવીGoogle News
હનુમાનજીની કૃપા વરસે ત્યારે મળે છે આ ખાસ સંકેતો, જીવનમાંથી દૂર થાય છે ભય અને મુશ્કેલીઓ
સોર્સ : gstv

ધાર્મિક માન્યતા અનુસાર, હનુમાનજીની નિત્ય પૂજા-અર્ચના કરવાથી ભક્તના જીવનમાંથી તમામ સંકટો અને મુશ્કેલીઓ દૂર થાય છે. સંકટમોચન હનુમાનજી પોતાના સાચા ભક્તો પર જ્યારે પ્રસન્ન થાય છે, ત્યારે તેમને જીવનમાં કેટલાક ખાસ અને શુભ સંકેતો મળવા લાગે છે. શાસ્ત્રો અનુસાર, આ સંકેતો સૂચવે છે કે તમારા પર પવનપુત્ર બજરંગબલીની વિશેષ કૃપા વરસી રહી છે. આવો જાણીએ એવા જ કેટલાક મુખ્ય સંકેતો વિશે:

App Store

 ભય અને ચિંતામાંથી મુક્તિ

એવું માનવામાં આવે છે કે જ્યારે હનુમાનજીના આશીર્વાદ ભક્ત પર ઉતરે છે, ત્યારે તેના મનમાંથી અજાણ્યો ડર, અસલામતી અને ચિંતાઓ આપોઆપ ગાયબ થઈ જાય છે. 'સબ સુખ લહૈ તુમ્હારી સરના, તુમ રક્ષક કાહૂ કો ડરના' પંક્તિ અનુસાર ભક્તમાં અદભુત આત્મવિશ્વાસ આવે છે અને તે જીવનના દરેક મોટા પડકારનો હિંમતપૂર્વક સામનો કરવા સક્ષમ બને છે.

લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થવા

જો તમારા વર્ષોથી અટકેલા કે બગડેલા કામો અચાનક કોઈપણ વિઘ્ન વિના સરળતાથી પૂર્ણ થવા લાગે, તો તે બજરંગબલીની કૃપાનો મોટો સંકેત છે. જ્યારે ઈશ્વરની સહાય મળે છે, ત્યારે છેલ્લી ઘડીએ ઊભા થતા અવરોધો પણ આપોઆપ દૂર થઈ જાય છે અને કાર્યમાં સફળતા મળે છે.

સ્વપ્નમાં હનુમાનજી કે વાનરના દર્શન

શાસ્ત્રો મુજબ, સ્વપ્નમાં હનુમાનજીની છબી કે મંદિર જોવું અત્યંત શુભ અને મંગળકારી માનવામાં આવે છે. આ સ્વપ્ન દર્શાવે છે કે ઈશ્વર તમારી રક્ષા કરી રહ્યા છે. જો આવું સ્વપ્ન આવે, તો મંગળવારે સ્નાન કરી હનુમાનજી સમક્ષ તેલ કે સિંદૂર અર્પણ કરી વિશેષ પ્રાર્થના કરવી જોઈએ. આ ઉપરાંત, સ્વપ્નમાં વાનર દેખાવો પણ કાર્યસિદ્ધિ અને જીવનમાં સ્થિરતા આવવાનો સંકેત આપે છે.

 ક્રોધ અને અહંકારનો નાશ થઈ મન શાંત થવું

હનુમાનજી જ્ઞાન, ગુણ અને નમ્રતાના સાગર છે. જ્યારે કોઈ વ્યક્તિ પર તેમની કૃપા થાય છે, ત્યારે તેના સ્વભાવમાંથી ક્રોધ, અહંકાર, ઈર્ષ્યા અને લોભ જેવી નકારાત્મક વૃત્તિઓ ધીમે-ધીમે શાંત થવા લાગે છે. વ્યક્તિનું ચિત્ત સ્થિર બને છે અને તેના વિચારોમાં સકારાત્મકતા તથા પરોપકારની ભાવના પ્રબળ બને છે.

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.