અપાર સમૃદ્ધિ લાવે છે 'રવિ પુષ્ય નક્ષત્ર'! જાણો સોના-ચાંદી અને પૂજા સામગ્રી ખરીદવાનો ઉત્તમ સમય

આગામી નવેમ્બર માસમાં દિવાળી તહેવારોની મોસમ શરૂ થતાં જ બજારમાં ખરીદી માટેનો સૌથી મોટો અને પવિત્ર મહાસંયોગ સર્જાવા જઈ રહ્યો છે. આ અંગે વધુ માહિતી આપતા ગુજરાત ના જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે . ૧ નવેમ્બર ૨૦૨૬, રવિવારના રોજ રવિ પુષ્ય નક્ષત્રનો મહા શુભ યોગ રચાય છે.
જ્યોતિષશાસ્ત્રમાં તમામ ૨૭ નક્ષત્રોના રાજા ગણાતા પુષ્ય નક્ષત્ર અને સૂર્યનારાયણના વાર રવિવારનો આ સમન્વય ખરીદી તથા નવા રોકાણ માટે અતિ ઉત્તમ માનવામાં આવે છે. આ વર્ષે સૌથી વિશેષ વાત એ છે કે, આ મહાસંયોગ દિવાળી (૮ નવેમ્બર ૨૦૨૬) ના બરાબર ૭ દિવસ પહેલાં આવી રહ્યો છે, જેનાથી વેપારીઓ અને સામાન્ય જનતા માટે ખરીદીનો એક સુવર્ણ અવસર સર્જાશે.
ભારતીય સંસ્કૃતિ માં સોનુ ચાંદી ઝવેરાત અને વેપાર જગતમાં દિવાળી પહેલા ના પુષ્ય નક્ષત્ર યોગ નું ભારે ધાર્મિક મહત્વ છે આ દિવસે કરેલ ખરીદી થી સમૃદ્ધિ વધે છે .
આ દિવસે વેપારીઓ આગામી નવા વર્ષ માટે હિસાબ-કિતાબ રાખવા માટે નવી ખાતાવહી, ડાયરી અને પેન પણ ખરીદાય છે જણાવ્યા અનુસાર, રવિ પુષ્ય નક્ષત્રના અમૃતદાયી પ્રભાવમાં ખરીદેલા ચોપડા કે ખાતાવહી ધંધામાં બરકત આવે છે.
આ નક્ષત્ર સ્થિર લક્ષ્મીનું પ્રતીક હોવાથી આ દિવસે ખરીદેલા ચોપડા પર દિવાળીના શુભ મુહૂર્તમાં પૂજા કરવાથી આખું વર્ષ વેપાર-ધંધામાં આર્થિક ઉન્નતિ અને સમૃદ્ધિ રહે છે. કેમ આ દિવસને આટલું મહત્વ અપાય છે?
આ યોગ ની ખાસ વિશેષતાઓ
૧. નક્ષત્રોનો રાજા: પુષ્ય નક્ષત્રને સૌથી કલ્યાણકારી અને અક્ષય (જેનો ક્યારેય ક્ષય ન થાય તેવું) ફળ આપનારું માનવામાં આવે છે.
૨. રવિ-પુષ્ય યોગ: જ્યારે પુષ્ય નક્ષત્ર રવિવારે આવે ત્યારે તેની શક્તિ બમણી થઈ જાય છે. સૂર્યનારાયણની કૃપાથી આ દિવસે શરૂ કરેલા કાર્યોમાં યશ, કીર્તિ અને દીર્ઘકાલીન સફળતા મળે છે.
૩. ખરીદી બને છે અક્ષય : આ દિવસે સોનું, ચાંદી, વાહન, જમીન-મકાન કે કોઈ પણ કિંમતી વસ્તુની ખરીદી કરવાથી તે લાંબા સમય સુધી સુખ-સમૃદ્ધિ આપે છે.
યોગનો સમયગાળો
* શરૂઆત: ૧ નવેમ્બર ૨૦૨૬, રવિવાર સવારે ૫:૩૯ વાગ્યે થશે
પુરા દિવસ અને રાત્રી રહેશે
ખરીદી અને નવા કાર્યો માટે ૧ નવેમ્બરના અમદાવાદ સૂર્યોદય અનુસાર શુભ મુહૂર્ત :
આ દિવસે રવિ પુષ્ય નક્ષત્રની સાથે સાથે નીચે મુજબના શુભ ચોઘડિયા ખરીદી માટે અતિ ઉત્તમ રહેશે:
* ચલ (સામાન્ય શુભ): સવારે ૮:૧૦ થી સવારે ૯:૩૫ સુધી
* લાભ (વેપાર અને લાભ માટે શ્રેષ્ઠ): સવારે ૯:૩૪ થી સવારે ૧૦:૫૯ સુધી
* અમૃત (સર્વોત્તમ મુહૂર્ત): સવારે ૧૦:૫૯ થી બપોરે ૧૨:૨૪ સુધી
* શુભ (કલ્યાણકારી): બપોરે ૧:૪૮ થી બપોરે ૩:૧૩ સુધી
* નોંધ: સાંજે ૪:૩૬ થી ૬:૦૨ સુધી રાહુકાળ હોવાથી આ સમય દરમિયાન નવી ખરીદી ટાળવી હિતાવહ છે.
* અભિજીત મુહૂર્ત: બપોરે ૧૨:૦૦ થી ૧૨:૪૫ સુધીનો સમય પણ વણજોયું મુહૂર્ત ગણાય છે.
નવા રોકાણ માટે શ્રેષ્ઠ: શેરબજારમાં રોકાણ, ફિક્સ ડિપોઝિટ કે નવા વેપારના કરાર કરવા માટે આ સમય જ્યોતિષીય દ્રષ્ટિએ દોષરહિત ગણાય છે.









