Video: નરેલામાં ડીડીએ પ્રાઇમ અપાર્ટમેન્ટ્સના છઠ્ઠા માળે આગ / ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબૂ.

દિલ્હીના નરેલા વિસ્તારમાં આવેલા ડીડીએ પ્રાઇમ અપાર્ટમેન્ટ્સમાં એક ફ્લેટમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. બિલ્ડિંગના છઠ્ઠા માળે આવેલા ફ્લેટમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા સ્થાનિક લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની આશરે છ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આગ લાગી ત્યારે ફ્લેટની અંદર કોઈ મોજૂદ ન હતું કારણ કે પરિવારના તમામ સભ્યો કામે બહાર ગયા હતા જેના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.








