Video: ફારુક અબ્દુલ્લાનાકાશ્મીર મુદ્દે નિવેદનથી વિવાદ, ભાજપે કરી કાર્યવાહીની માંગ

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લાના નિવેદનથી રાજકીય વિવાદ સર્જાયો છે. બારામુલ્લામાં સંમેલન દરમિયાન તેમણે કાશ્મીરીઓના અસ્તિત્વને પાકિસ્તાન સાથે જોડતાં જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા અને કલમ 370 ફરી લાગુ કરવાની માંગ કરી હતી. તેમના નિવેદન સામે ભાજપે વિરોધ નોંધાવ્યો છે. ભાજપના નેતા યુદ્ધવીર સેઠીએ ફારુક અબ્દુલ્લાની ટીકા કરીને માફીની માંગ કરી છે અને તેમની સામે દેશદ્રોહનો ગુનો નોંધવાની માંગ ઉઠાવી છે.








