કાળી ચૌદશ પર જાણો તમારું રાશિફળ: મેષથી મીન રાશિ સુધી જાણો તમામ 12 રાશિઓનું ભવિષ્ય, કોને મળશે સફળતા અને કોને રહેશે ચિંતા?

મેષ : નોકરી-ધંધાના કામની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભારમાં વધારો થાય.
વૃષભ : પરદેશના કામકાજ અંગે મિલન-મુલાકાતમાં ધ્યાન રાખવું. વાણીની સંયમતા રાખવી. સંતાનના પ્રશ્ને ચિંતા જણાય.
મિથુન : નોકરી-ધંધે જાવ તો આપને ઘર-પરિવારની ચિંતા રહ્યા કરે અને ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા સતાવ્યા કરે.
કર્ક : યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાતમાં આપે ધ્યાન રાખવું પડે. અડોશ-પડોશમાં વાદ-વિવાદથી સંભાળવું. ખર્ચ જણાય.
સિંહ : બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં આપે ઉતાવળ ન કરવી. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.
કન્યા : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત થતી જાય. પરંતુ મહત્વના નિર્ણય લેવામાં આપે ઉતાવળ ન કરવી.
તુલા : દિવસ દરમ્યાન આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી આવ્યા કરે. વાહન ચલાવવામાં સાવધાની રાખવી.
વૃશ્ચિક : આપના કાર્યની કદર-પ્રશંસા થવાથી આનંદ અનુભવો. વાણીની મીઠાશથી કામમાં સરળતા રહે. દોડધામ-શ્રમ ઘટે.
ધન : આપના કામકાજમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. મિત્રવર્ગના સાથ-સહકારથી કામનો ઉકેલ લાવી શકો.
મકર : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું હોય તો ધ્યાન રાખવું. ભાઈભાંડુવર્ગની ચિંતા અનુભવાય.
કુંભ : દિવસ દરમ્યાન આપને સુસ્તી-બેચેની જેવું રહ્યા કરે. કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને ચિંતા-ઉચાટ-ખર્ચ જણાય.
મીન : માનસિક પરિતાપ-વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો વિચારોની દ્વિધા-અસમંજસતા રહ્યા કરે.




