Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Horoscope of September 21: Know how the day will be for the people of Aries to Pisces today

21 સપ્ટેમ્બરનું રાશિફળ: જાણો આજે મેષથી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે દિવસ

Timeછેલ્લું અપડેટ : 21 Sept 2026
લાઇવ ટીવીGoogle News
21 સપ્ટેમ્બરનું રાશિફળ: જાણો આજે મેષથી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે દિવસ
સોર્સ : gstv

મેષ : 

App Store

દિવસની શરૂઆત મેષ રાશિના જાતકો માટે અનુકૂળ રહેશે. શરૂઆતમાં કામકાજમાં સાનુકૂળતા અનુભવાશે, પરંતુ જેમ જેમ દિવસ આગળ વધશે તેમ કામની વ્યસ્તતા વધતી જશે. મહત્વપૂર્ણ કાર્યોમાં સમયનું યોગ્ય આયોજન કરવું ફાયદાકારક રહેશે.

વૃષભ

વૃષભ રાશિના જાતકો માટે દિવસની શરૂઆત થોડી સુસ્તી અને બેચેની સાથે થઈ શકે છે. જોકે, સમય પસાર થવાની સાથે સ્થિતિમાં સુધારો થશે અને રાહત અનુભવાશે. યાત્રા-પ્રવાસનો યોગ પણ બની શકે છે.

મિથુન

મિથુન રાશિના જાતકો દિવસની શરૂઆતમાં પોતાના કામકાજમાં વ્યસ્ત રહેશે. પ્રયત્નોથી કામનો ઉકેલ આવી શકે છે. જોકે, બપોર બાદ કામકાજમાં કેટલીક પ્રતિકૂળતાઓ અને અડચણોનો અનુભવ થઈ શકે છે.

કર્ક

કર્ક રાશિના જાતકો માટે દિવસ આનંદદાયક રહી શકે છે. કોઈ અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત અને ખુશી અનુભવાશે. મહત્વપૂર્ણ નિર્ણય લેવાનો હોય તો તેના માટે દિવસ અનુકૂળ રહી શકે છે.

સિંહ

સિંહ રાશિના જાતકોને પોતાના કામમાં હરિફાઈ અથવા ઈર્ષ્યા કરનારા લોકો તરફથી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. સાસરીપક્ષ અને મોસાળપક્ષ સાથે જોડાયેલા કામકાજમાં વ્યસ્તતા રહેશે.

કન્યા

કન્યા રાશિના જાતકોના અટવાયેલા કામ ધીમે-ધીમે આગળ વધશે. દિવસ પસાર થતો જશે તેમ અગાઉથી ચાલી રહેલી રૂકાવટ અને વિલંબમાં ઘટાડો થશે અને કામનો ઉકેલ આવતો જશે.

તુલા

તુલા રાશિના જાતકો માટે બપોર સુધીનો સમય સારો રહી શકે છે. જોકે, બપોર બાદ કામકાજમાં કોઈને કોઈ રૂકાવટ અથવા મુશ્કેલી ઊભી થઈ શકે છે. ધીરજ અને સાવધાનીથી કામ લેવું જરૂરી રહેશે.

વૃશ્ચિક

વૃશ્ચિક રાશિના જાતકો માટે દિવસ ઉત્સાહજનક રહી શકે છે. યશ, પદ અથવા ધનમાં વધારો થાય તેવી કામગીરી થવાથી આનંદ અનુભવાશે. બઢતી અથવા બદલી સાથે જોડાયેલા કામમાં પણ પ્રગતિના સંકેત મળી શકે છે.

ધન

ધન રાશિના જાતકો પોતાના કાર્યમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરશે. જોકે, દિવસ આગળ વધતા સામાજિક અને વ્યવહારિક કામને કારણે દોડધામ વધશે. એકસાથે અનેક જવાબદારીઓ સંભાળવી પડી શકે છે.

મકર

મકર રાશિના જાતકો માટે દિવસની શરૂઆત થોડી પ્રતિકૂળતા સાથે થઈ શકે છે. પરંતુ સમય પસાર થવાની સાથે સ્થિતિ સુધરશે અને રાહત મળશે. રાજકીય અથવા સરકારી કામકાજમાં પ્રગતિ થવાની શક્યતા છે.

કુંભ

કુંભ રાશિના જાતકો માટે દિવસ આગળ વધે તેમ કામકાજમાં અડચણો વધી શકે છે. ખાસ કરીને કોર્ટ-કચેરી સાથે જોડાયેલા કામમાં સાવધાની રાખવી જરૂરી રહેશે. કોઈ નિર્ણય લેતા પહેલા તમામ બાબતો તપાસવી યોગ્ય રહેશે.

મીન

મીન રાશિના જાતકો માટે દિવસની શરૂઆત વ્યસ્તતા સાથે થશે. જોકે, સમય પસાર થવાની સાથે કામકાજમાં ઉકેલ મળતો જશે અને ચિંતામાં ઘટાડો થશે. દિવસના ઉત્તરાર્ધમાં રાહત અનુભવાઈ શકે છે.