14 સપ્ટેમ્બરનું રાશિફળ: સિંહ માટે યશ-પદ-ધનનો દિવસ, વૃશ્ચિકે નાણાંમાં રાખવું ધ્યાન

મેષ : આપના અગત્યના કામનો ઉકેલ આવતાં રાહત અનુભવાય. રાજકીય-સરકારી કામકાજને લઈને મિલન-મુલાકાત થાય.
વૃષભ : આપના કામમાં હરિફ અને ઈર્ષ્યા કરનાર વર્ગની મુશ્કેલી જણાય. કોર્ટ-કચેરીના કામકાજમાં દોડધામ અને ખર્ચ રહે.
મિથુન : રુકાવટ અને વિલંબમાં અટવાયેલા કામનો ધીરે-ધીરે ઉકેલ આવતો જાય. સંતાનને લગતી ચિંતા ઓછી થાય.
કર્ક : આપના કામકાજમાં કોઈને કોઈ રુકાવટ કે મુશ્કેલીનો અનુભવ થાય. કોર્ટ-કચેરીના કામમાં સાવધાની રાખવી પડે.
સિંહ : યશ, પદ અને ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ અનુભવાય. ધર્મકાર્ય અને શુભકાર્ય થાય.
કન્યા : કામકાજમાં સાનુકૂળતા મળી રહે. સામાજિક અને વ્યવહારિક કામકાજને કારણે વ્યસ્તતા રહે. ધંધામાં આવક થાય.
તુલા : ગણતરી અને ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. મિલન-મુલાકાત થવાની શક્યતા રહે.
વૃશ્ચિક : રાજકીય-સરકારી તથા ખાતાકીય કામકાજમાં મુશ્કેલી જણાય. નાણાકીય લેવડ-દેવડમાં ખાસ ધ્યાન રાખવું પડે.
ધન : કામમાં આકસ્મિક સરળતા આવતાં તેનો ઝડપથી ઉકેલ લાવી શકો. ધર્મકાર્યથી હર્ષ અને લાભ રહે.
મકર : દિવસના પ્રારંભથી જ કોઈને કોઈ કામમાં સતત વ્યસ્ત રહેવાનું થાય. જમીન, મકાન અને વાહનના કામમાં સરળતા રહે.
કુંભ : દેશ-પરદેશ તથા આયાત-નિકાસના કામમાં સાનુકૂળતા મળી રહે. ધર્મકાર્ય અને શુભકાર્યથી મન પ્રસન્ન રહે.
મીન : તન, મન, ધન અને વાહન બાબતે સંભાળ રાખીને શાંતિથી દિવસ પસાર કરવો. નાણાકીય કામમાં સાવધાની રાખવી.

