મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

રસોડામાં આ વાસણો ઉંધા રાખવાથી ઘરમાં થાય છે વાસ્તુ દોષ

વાસ્તુશાસ્ત્રમાં દિશાઓનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. વાસ્તુશાસ્

રસોડામાં આ વાસણો ઉંધા રાખવાથી ઘરમાં થાય છે વાસ્તુ દોષ

વાસ્તુશાસ્ત્રમાં દિશાઓનું વિશેષ મહત્વ માનવામાં આવે છે.  વાસ્તુશાસ્ત્ર અનુસાર દરેક વસ્તુને ચોક્કસ સ્થાન પર રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે. તેવી જ રીતે રસોડા સંબંધિત કેટલાક વાસ્તુશાસ્ત્રના નિયમો પણ જણાવવામાં આવ્યા છે. જેનું ધ્યાન રાખવાથી વ્યક્તિ અનેક પ્રકારની સમસ્યાઓથી બચી શકે છે.

વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં દરેક વસ્તુ રાખવા માટે કેટલાક નિયમો આપવામાં આવ્યા છે. એ જ રીતે રસોડામાં વાસણો રાખવા માટેના કેટલાક વાસ્તુ નિયમો પણ જણાવવામાં આવ્યા છે, જેને ધ્યાનમાં રાખવાની જરૂર છે. ઘણીવાર આપણે રસોડામાં ઘણા વાસણો ઉંધા રાખીએ છીએ. પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલાક વાસણોને ઉંધા રાખવાથી વાસ્તુ દોષ થઈ શકે છે. જેના કારણે વ્યક્તિને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

આમ કરવાથી વાસ્તુ દોષ થઈ શકે છે

લોઢીનો ઉપયોગ રોટલી બનાવવા માટે થાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર લોઢીને ક્યારેય ઊંધી ન રાખવી જોઈએ. તેનાથી ઘરમાં વાસ્તુ દોષ થઈ શકે છે, જેના કારણે અનેક પ્રકારની સમસ્યાઓ ઉભી થઈ શકે છે. તેમજ તેનાથી નકારાત્મકતા વધે છે.

કઢાઈનો ઉપયોગ શાકભાજી રાંધવા અથવા કોઈપણ વસ્તુને તળવા માટે થાય છે. વાસ્તુશાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે કડાઈ પણ ઉંધી ન રાખવી જોઈએ. જેના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા વધવા લાગે છે.

આ વાતોનું પણ ધ્યાન રાખો

આ ઉપરાંત વાસ્તુશાસ્ત્રમાં એવો પણ ઉલ્લેખ છે કે લોઢી અને કડાઈનો ઉપયોગ કર્યા પછી તેને ક્યારેય ગંદા ન છોડવા જોઈએ, ઉપયોગ કર્યા પછી તરત જ તેને ધોઈને સાફ રાખવા જોઈએ.

આ દિશામાં રાખો આ વાસણો

વાસ્તુશાસ્ત્ર અનુસાર પિત્તળ, તાંબા, સ્ટીલ અને અન્ય ધાતુના બનેલા વાસણો હંમેશા રસોડાની પશ્ચિમ દિશામાં રાખવા જોઈએ. જો તમે તમારા ઘરમાં આ વાસ્તુ નિયમોનું ધ્યાન રાખશો તો તમે ઘણી સમસ્યાઓથી બચી શકો છો.

ડિસક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. GSTV તેની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

આ સમાચાર શેર કરો