ઘરે લાવો આ ખાસ મૂર્તિઓ, જીવનમાં ક્યારેય નહીં કરવો પડે પૈસાની તંગીનો સામનો
હિન્દુ ધર્મમાં વાસ્તુશાસ્ત્રનું ખૂબ મહત્ત્વ છે. વાસ્તુશાસ્ત્રમાં દિશાઓને મહત્ત્વપૂર્ણ માનવામા

હિન્દુ ધર્મમાં વાસ્તુશાસ્ત્રનું ખૂબ મહત્ત્વ છે. વાસ્તુશાસ્ત્રમાં દિશાઓને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર દરેક વસ્તુને યોગ્ય દિશામાં રાખવાથી વ્યક્તિ લાભ મેળવી શકે છે. લોકો પોતાના ઘરની સુંદરતા વધારવા માટે ઘણીવાર મૂર્તિઓ રાખતા હોય છે. એવું માનવામાં આવે છે કે, આ મૂર્તિઓ માત્ર ઘરની સુંદરતામાં વધારો જ નથી કરતી, પરંતુ પરિવારના સભ્યોનું નસીબ પણ તેજ કરે છે. જો તમને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવ તો તમારે વાસ્તુના કેટલાક નિયમોને ધ્યાનમાં રાખવા જોઈએ. તમે તમારા ઘરની સજાવટમાં અહીં જણાવેલી મૂર્તિઓ રાખો છો તો તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે અને ઘરમાં હકારાત્મકતાનો માહોલ બન્યો રહેશે.
કાચબો
વાસ્તુ અનુસાર ઘરના ડ્રોઈંગ રૂમની ઉત્તર કે પૂર્વ દિશામાં ધાતુનો કાચબો રાખવો ખૂબ જ શુભ છે. એવું માનવામાં આવે છે કે, આનાથી ક્યારેય પૈસાની તંગી નથી થતી અને સફળતાના માર્ગમાં આવતા અવરોધો પણ દૂર થઈ જાય છે અને વ્યક્તિને ક્યારેય આર્થિક સંકટનો સામનો કરવો પડતો નથી.
માછલી
વાસ્તુ અનુસાર ઘરમાં ધાતુની માછલી રાખવી ખૂબ જ શુભ હોય છે. જે લોકો પોતાના ઘરમાં ધાતુની માછલી રાખે છે તેમના પર મા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે. તમારી સંપત્તિ વધારવા માટે તમે તમારા ઘરમાં પિત્તળ અથવા ચાંદીની માછલીની મૂર્તિ રાખી શકો છો.
કામધેનુ ગાય
ગાયને હિન્દુ ધર્મમાં પૂજનીય માનવામાં આવે છે. આવી સ્થિતિમાં જો તમે તમારા ઘરમાં પિત્તળની કામધેનુ ગાયની મૂર્તિ રાખો છો, તો તેનાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે.
હાથી
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં પિત્તળ અથવા ચાંદીની હાથીની મૂર્તિ રાખવી ખૂબ જ શુભ હોય છે. તેનાથી ઘરમાં ધન અને સમૃદ્ધિ વધે છે અને સકારાત્મક ઉર્જા આવે છે.
હંસની જોડી
વાસ્તુ અનુસાર જો તમે તમારા ડ્રોઈંગ રૂમમાં હંસની જોડીની મૂર્તિ રાખો છો તો તેનાથી તમને આર્થિક લાભ થઈ શકે છે. સાથે જ ઘરમાં હંસની જોડીની મૂર્તિ રાખવાથી લગ્નજીવન સુખી બને છે.
ડિસક્લેમર:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ જ્યોતિષીઓ/ પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/ શાસ્ત્રોના વિવિધ સ્ત્રોતોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.








