28 જુલાઈ 2025, સોમવારનું રાશિફળ, આ રાશિના જાતકોએ ખર્ચ પર નિયંત્રણ રાખવું
મેષ : આપની બુદ્ધિ-અનુભવ-આવડત- મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકશો. વાણીની મીઠાશથી કામમાં સરળતા રહેશે. વૃષભ : આપ હરો-ફરો-ક

મેષ : આપની બુદ્ધિ-અનુભવ-આવડત- મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકશો. વાણીની મીઠાશથી કામમાં સરળતા રહેશે.
વૃષભ : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય અને મનને શાંતિ જણાશે નહીં. ઘર-પરિવારની ચિંતા રહે.
મિથુન : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ રહે. વિદેશના કામકાજમાં પ્રગતિ જણાય.
કર્ક : આપને કામકાજમાં સાનુકૂળતા મળી રહે. સામાજિક- વ્યવહારિક કામકાજ અંગે દોડધામ થશે અને ખર્ચ થશે. ધંધામાં આવક થાય.
સિંહ : આપની ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ રહે. રાજકીય-સરકારી કામમાં સાનુકૂળતા મળી રહે.
કન્યા : કોર્ટ-કચેરીના કામકાજમાં આપને મુશ્કેલી જણાય. બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં સાવધાની રાખવી પડે.
તુલા : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ આવતો જાય. વિદેશના કામકાજ થઈ શકે.
વૃશ્ચિક : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. દોડધામ અને શ્રમ અનુભવાય.
ધન : દેશ-વિદેશના આયાત-નિકાસના કાર્યોમાં આપને સાનુકૂળતા મળી રહે. અગત્યના કામકાજ અંગે મુલાકાત થાય.
મકર : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. તબીયતની અસ્વસ્થતા જણાય. કામ કરવાની ઈચ્છા થાય નહીં.
કુંભ : આપના કાર્યની સાથે સંસ્થાકીય કામમાં કે જાહેર ક્ષેત્રના કામમાં વ્યસ્ત રહેવાનું બને.અન્યનો સહકાર મળી રહે.
મીન : આપના કામમાં હરિફવર્ગ કે ઈર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. આકસ્મિક ખર્ચ થશે.
- અગ્નિદત્ત પદમનાભ








