મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

સાવલી તાલુકા પંચાયતના અધિકારીઓની ઘોર બેદરકારી આવી સામે, મહત્વનો રેકોર્ડ ઊધઈ ખાઈ ગઈ

વડોદરાનાં સાવલી તાલુકા પંચાયત કચેરીના અધિકારીઓની ઘોર બેદરકારી સામે આવી છે. જ્યાં પંચાયત કચેરીનો

સાવલી તાલુકા પંચાયતના અધિકારીઓની ઘોર બેદરકારી આવી સામે, મહત્વનો રેકોર્ડ ઊધઈ ખાઈ ગઈ

વડોદરાનાં સાવલી તાલુકા પંચાયત કચેરીના અધિકારીઓની ઘોર બેદરકારી સામે આવી છે. જ્યાં પંચાયત કચેરીનો મહત્વનો ડેટા ઉધઈ ખાઈ હોવાનો મામલો સામે આવ્યો છે. 

સાવલી તાલુકાનો મહત્વનો રેકોર્ડ જેને કાળજીપૂર્વક રાખવાનો હોય તેની બદલે જર્જરિત રૂમમાં મૂકી દેતા ઉધઇ ખાતી હાલતમાં રેકોર્ડ જોવા મળ્યો હતો. આ મામલો તાલુકાના યુવાનને અગ્નિવીર યોજનામાં દાખલાના વેરિફિકેશન માટે જરૂર પડતા આ સમગ્ર કિસ્સો આવ્યો સામે. કિસ્સો જાણમાં આવતા જ તાલુકા પંચાયત અધિકારીઓની ઘોર નિષ્કાળજીની ભારે ટીકા થતી જોવા મળી.

તાલુકા પંચાયતના રેકોર્ડ રૂમની હાલત બિસ્માર જોવા મળી. આવક જાતિના દાખલા ઉપર ધૂળનો રાફડો જોવા મળ્યો છે. તમામ જરૂરી અરજદારોના જરૂરી દસ્તાવેજોની હાલત કચરા જેવી જોવા મળી. નવીન બનેલ તાલુકા પંચાયતનો રેકોર્ડ રૂમ તુટેલી અવસ્થામાં મળી જ્યાં રૂમની ઉપરના પતરા પણ તૂટી ગયેલ હાલતમાં જોવા મળ્યા. તાલુકાના અરજદારના જરૂરી કાગળો સાથે ચેડા થશે તો જવાબદાર કોણ તે એક મોટો સવાલ ઊભો થયો છે.

આ સમાચાર શેર કરો