મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

ભૂલથી પણ બીજા પાસેથી ન લો કે ન આપો આ વસ્તુઓ, નહીં તો થઈ શકે છે મોટું આર્થિક નુકસાન

ભૂલથી પણ બીજા પાસેથી ન લો કે ન આપો આ વસ્તુઓ, નહીં તો થઈ શકે છે મોટું આર્થિક નુકસાન
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

રોજિંદા જીવનમાં સગવડ કે જરૂરિયાત મુજબ લોકો ઘણીવાર એકબીજા પાસેથી વસ્તુઓની આપ-લે કરતા હોય છે. જોકે વાસ્તુશાસ્ત્રમાં અમુક ખાસ વસ્તુઓ ઉછીની આપવી કે લેવી અત્યંત અશુભ ગણવામાં આવે છે.

માન્યતા છે કે આવી વસ્તુઓની આપ-લે કરવાથી ઘરની સકારાત્મક ઊર્જા ખોરવાય છે, જેના કારણે ધનહાનિ, પારિવારિક વિખવાદ અને પ્રગતિમાં અવરોધો ઊભા થઈ શકે છે. તેથી વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરવું જરૂરી બની જાય છે. જાણો એવી મુખ્ય વસ્તુઓ વિશે, જેની ભૂલથી પણ આપ-લે ન કરવી જોઈએ:

 કાંડા ઘડિયાળ 

વાસ્તુશાસ્ત્ર અનુસાર, કાંડા ઘડિયાળ માત્ર સમય જ નહીં પરંતુ વ્યક્તિના સારા-નરસા નસીબ અને ઊર્જા સાથે પણ જોડાયેલી હોય છે.

કોઈની ઘડિયાળ પહેરવાથી કે પોતાની ઘડિયાળ બીજાને આપવાથી વ્યક્તિના જીવનમાં ભાગ્ય સંબંધિત અડચણો આવી શકે છે.

આના કારણે પ્રગતિ અટકી શકે છે અને સંબંધોમાં અણબનાવ સર્જાવાની શક્યતા રહે છે.

રૂમાલ 

રૂમાલની આપ-લે કરવી વાસ્તુશાસ્ત્રમાં સખત વર્જિત માનવામાં આવે છે.

બીજાનો રૂમાલ વાપરવાથી કે પોતાનો રૂમાલ કોઈને આપવાથી સંબંધોમાં કડવાશ અને ગેરસમજ વધે છે.

રૂમાલને નકારાત્મક ઊર્જાનો વાહક માનવામાં આવતો હોવાથી તેને ક્યારેય શેર ન કરવો જોઈએ.

સાવરણી 

ઘણીવાર લોકો પડોશી કે મિત્રો પાસેથી સાવરણી માંગીને ઘર સાફ કરતા હોય છે, પરંતુ વાસ્તુશાસ્ત્ર મુજબ આ એક મોટી ભૂલ છે.

સાવરણીને માં લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે.

સાવરણી ઉછીની આપવાથી કે લેવાથી ઘરની સુખ-સમૃદ્ધિ બહાર ચાલી જાય છે, નકારાત્મક ઊર્જા પ્રવેશે છે અને નાણાકીય સ્થિરતા જોખમાય છે.

 સાંજના સમયે સફેદ વસ્તુઓ

વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ મુજબ સૂર્યાસ્ત પછી ખાસ કરીને સફેદ વસ્તુઓ (જેમ કે દૂધ, દહીં, ખાંડ કે મીઠું) કોઈને ઉછીની કે દાનમાં ન આપવી જોઈએ.

સાંજે શુક્ર અને ચંદ્ર ગ્રહ સંબંધિત આ વસ્તુઓ આપવાથી ઘરમાં લક્ષ્મીજીની કૃપા ઘટે છે.

તેનાથી આર્થિક તંગી અને અચાનક આવી પડતા ખર્ચાઓમાં વધારો થાય છે.

આ નાના પરંતુ મહત્વપૂર્ણ વાસ્તુ નિયમોનું ધ્યાન રાખવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ કાયમ રહે છે તેમજ જીવનમાં આવતા બિનજરૂરી અવરોધોથી રક્ષણ મળે છે.

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

આ સમાચાર શેર કરો