ભગવાન શિવના સુંદર નામોમાંથી પસંદ કરો બાળક માટે એક નામ, રહેશે મહાદેવના આશીર્વાદ
ભોલેબાબાના ભક્તો આ વર્ષે 26 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રીનું વ્રત કરવા જઈ રહ્યા છે. &nbs

ભોલેબાબાના ભક્તો આ વર્ષે 26 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રીનું વ્રત કરવા જઈ રહ્યા છે. એવું માનવામાં આવે છે કે ભોલે બાબા આ દિવસે સાચા મનથી ઉપવાસ કરનાર ભક્તની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે ભગવાન શિવના લગ્ન માતા પાર્વતી સાથે થયા હતા. આવી સ્થિતિમાં, જો તમે આ શુભ દિવસે તમારા પુત્રને ભગવાન શિવનું એક સુંદર અને અનોખું નામ આપવા માંગો છો, તો આ નવીનતમ બેબી બોયના નામની સૂચિ તમારા માટે ઉપયોગી થઈ શકે છે. આ બાળકના નામની યાદીમાં સામેલ દરેક નામનો વિશેષ અને અલગ અર્થ છે. તેથી ભોલેનાથના આશીર્વાદના રૂપે બાળકનુ નામ પસંદ કરો અને હંમેશા તમારા લાડકવાયાને સાથે રાખવા માટે બાળકનું નામ ભોલેબાબાના નામ તરીકે રાખો.
ભગવાન શિવના નામ પર રાખો બાળકનું નામ
રુદ્ર: ના ભગવાન શિવના આ નામનો મતલબ દુશ્મનને હરાવવું છે. જો તમે તમારા બાળકમાં ભોલે મબાબાનું આ સ્વરૂપ જોવા માંગો છો તો રુદ્ર નામ આપી શકો છો.
આશુતોષ: ભગવાન શિવના આ નામનો મતલબ થાય છે તરત જ પ્રસન્ન થનાર
શિવાંશ: શિવ ના અંશને શિવાંશ કહેવાય છે. બાળકને અપાયેલ શિવાંશ નામ ભગવાન ભોલેનાથ એ આપેલા વરદાનની જેમ છે.
શિવયુજ: ભગવાન શિવના આ અનોખા નામનો મતલબ શિવ નો ઉપાસક અથવા પૂજા કરનાર હોય છે.
અનધ: જો તમે તમારા બાળકમાં સારા સંસ્કાર જોવા માંગો છો તો ભગવાન શિવનું આ નામ આપી શકો છો. અનધ નામનો મતલબ થાય છે એવી વ્યક્તિ જે નિર્દોષ છે.
અમરેશ: અમરેશ નામનો મતલબ દેવતાઓનો પણ દેવ થાય છે.
મૃત્યુંજય: ભગવાન શિવને મૃત્યુંજય પણ કહેવાય છે આ નામનો અર્થ થાય છે મૃત્યુને દૂર કરી જીત મેળવનાર. જણાવી દઈએ કે સમુદ્ર મંથન દરમિયાન નીકળનાર ઝેરને પીને ભગવાને શિવે મૃત્યુ પર વિજય મેળવ્યો હતો.
ચંદ્રેશ: ભગવાન શિવના કપાળ પર ચંદ્ર બિરાજમાન હોય છે. એટલા માટે આ ભગવાન શિવ ચંદ્રેશ નામથી પણ ઓળખાય છે.
અકુલ: ભગવાન શિવ ગૃહસ્થ હતા. માટે તેમને અકુલ પણ કહેવાય છે. અતુલ નો અર્થ છે પરિવાર રહિત.
અનિકેત: મહાદેવના અનેક નામો માંથી એક નામ અનિકેત પણ છે. અનિકેત નો અર્થ સૌના સ્વામી થાય છે .








