ચૈત્ર નવરાત્રી 2026: રાશિ પ્રમાણે કરો આ ખાસ મંત્રોનો જાપ, માતાજી પૂરી કરશે તમારી દરેક મનોકામના
સનાતન પંચાંગ અનુસાર, ચૈત્ર નવરાત્રી દરમિયાન આદ્યશક્તિ દેવી દુર્ગાના નવ સ્વરૂપોની વિશેષ પૂજા-અર્ચના

સનાતન પંચાંગ અનુસાર, ચૈત્ર નવરાત્રી દરમિયાન આદ્યશક્તિ દેવી દુર્ગાના નવ સ્વરૂપોની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ પવિત્ર દિવસોમાં ભક્તો માતાજી માટે ઉપવાસ અને અનુષ્ઠાન કરે છે. ધાર્મિક માન્યતા છે કે નવરાત્રીમાં સાચા હૃદયથી કરવામાં આવેલી ભક્તિ જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે અને ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.
દેવી દુર્ગાના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે પૂજા કરવાની સાથે તમારી રાશિ મુજબ મંત્રોનો જાપ કરવો અત્યંત ફળદાયી માનવામાં આવે છે:
રાશિ મુજબ મંત્ર જાપની યાદી:
મેષ: ચૈત્ર નવરાત્રી દરમિયાન "ઓમ ગૌર્યૈ નમઃ" મંત્રની એક માળાનો જાપ કરવો.
વૃષભ: દેવી દુર્ગાની કૃપા મેળવવા "ઓમ કમલાલયાય નમઃ" મંત્રનો જાપ કરવો.
મિથુન: આ રાશિના જાતકોએ "ઓમ શિવાય નમઃ" મંત્રની એક માળાનો જાપ કરવો જોઈએ.
કર્ક: માતાજીના આશીર્વાદ માટે "ઓમ કુંડલિન્યૈ નમઃ" મંત્રનો જાપ કરવો શ્રેષ્ઠ છે.
સિંહ: પૂજા દરમિયાન "ઓમ ગિરિજાયૈ નમઃ" મંત્રની એક માળાનો જાપ કરવો.
કન્યા: દેવી અંબિકાને પ્રસન્ન કરવા "ઓમ અંબિકાયૈ નમઃ" મંત્રની એક માળાનો જાપ કરવો.
તુલા: જગદંબાના આશીર્વાદ મેળવવા "ઓમ ત્રિનેત્રાયૈ નમઃ" મંત્રનો જાપ કરવો.
વૃશ્ચિક: પૂજા સમયે "ઓમ હરપ્રિયાયૈ નમઃ" મંત્રની એક માળાનો જાપ કરવો.
ધનુ: આર્થિક અને આધ્યાત્મિક ઉન્નતિ માટે "ઓમ મહાલક્ષ્મ્યૈ નમઃ" મંત્રની એક માળાનો જાપ કરવો.
મકર: દેવી દુર્ગાના આશીર્વાદ માટે "ઓમ દુર્ગાયૈ નમઃ" મંત્રની એક માળાનો જાપ કરવો.
કુંભ: ચૈત્ર નવરાત્રી દરમિયાન "ઓમ બ્રહ્મયે નમઃ" મંત્રની એક માળાનો જાપ કરવો.
મીન: માતાજીની વિશેષ કૃપા માટે "ઓમ ભૈરવ્યૈ નમઃ" મંત્રની પાંચ માળાનો જાપ કરવો જોઈએ.








