મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

Diwali 2024: કાળી ચૌદશે આ મંત્ર જાપથી કષ્ટ-બાધા અને ભૂત-પ્રેતથી થાય છે રક્ષણ

- જ્યોતિષી ચેતન પટેલ ગુજરાતના જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું

Diwali 2024: કાળી ચૌદશે આ મંત્ર જાપથી કષ્ટ-બાધા અને ભૂત-પ્રેતથી થાય છે રક્ષણ

- જ્યોતિષી ચેતન પટેલ

ગુજરાતના જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે કાળીચૌદસ જે ઉગ્ર દેવી દેવતાની સાધના માટે તુરંત ફળ આપતો સિદ્ધ દિવસ ગણાય. 

આ પર્વ દરમિયાન તંત્ર યંત્ર મંત્ર સાધના તેમજ અન્ય ઉગ્ર દેવી દેવતાની સાધના જેવી કે મહા કાળીપૂજા, હનુમાનજીની પૂજા ભૈરવ પૂજા વગેરે શીઘ્ર ફળ આપે છે

કાળીચૌદસ - કાલીપૂજા - યંત્રપૂજા:

તા. ૩૦-૧૦-૨૦૨૪ બુધવાર કાળીચૌદસ દિવસ અને રાત્રે ઉગ્ર દેવી દેવતાઓની પૂજા થાય. મહાકાળી  ભૈરવ, બટુકભૈરવ, વીર હનુમાન, દશ મહાવિદ્યા વગેરેની આરાધના અને મંત્ર તંત્ર વિદ્યા સિદ્ધ કરવા માટે ઉત્તમ દિવસ માનવામાં આવે છે.

શુભ મુહર્ત:

સમય: સવારે ૧૦:૫૯ થી ૧૨:૨૩ સુધી

સાંજે: ૧૯:૩૭ થી ૨૨:૪૮ સુધીમાં મશીનરી તેમજ યંત્રપૂજા કરવી ઉત્તમ ગણાય.

શત્રુ ભય કષ્ટ બાધા થશે દૂર આ મંત્ર પ્રયોગથી મળશે રક્ષણ 

કાળી ચૌદશના દિવસ અને રાત્રિએ કરેલી પૂજા કે સાધના સહસ્ત્ર ગણું ફળ આપે છે. આ અંગે વધુ માહિતી આપતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યુ કે, મંત્ર વગર દેવીની પૂજા શકય નથી, ધર્મ અનુસાર મંત્ર જ આપણું રક્ષણ કરે છે માટે જ કાળીચૌદશની સાધના મંત્ર પ્રયોગ, યંત્ર પ્રયોગ કે આરાધના કરવાથી રાક્ષસ ભૂત અંધકાર, પ્રેત પિશાચ રાત્રિ, ભય નાશ પામે છે. આપત્તિ અને સંકટ સામે રક્ષણ મળે અને શક્તિની પ્રાપ્તિ થાય છે. કાળીચૌદસે મહાકાળી ભૈરવ, રુદ્ર, હનુમાનજી જેવા ઉગ્ર દેવી-દેવતાઓની પૂજા પ્રાર્થના સાધના કે મંત્ર ઉપાસના કરવામાં આવે છે આ અંગે જ્યોતિષ ચેતન પટેલે વધુમાં જણાવ્યું કે, આ દિવસ અને રાત્રિને સિદ્ધદાયી માનવામાં આવે છે. તેથી જ આદિ અનાદિ કાળથી કાળીચૌદસે તંત્ર - મંત્ર - યંત્ર સિદ્ધિપ્રયોગો વિશેષ પ્રયોગો સાધનાઓ થાય છે અને ફળદાયી હોવાથી તેનું અનેરું મહત્ત્વ પણ છે.  

આ મંત્ર પ્રયોગો કાળીચૌદસે કરવાથી તુરંત શ્રેષ્ઠ ફળ મળે છે

મહાકાળી સ્વરૂપ ભલે ભયંકર વિકરાળ લાગે પરંતુ તે ભક્તોનું સદાય શુભ કરવાવાળી છે. ઉપરોક્ત સાધનામાં મહાકાળીના મહામંત્રની સાધના શ્રેષ્ઠ ગણાય. 

ॐ क्रीं
ॐ क्रीं काली नमः 
ॐ क्रीं कालिकायै नमः

મંત્ર: જયંતિ મંગલા કાલી ભદ્રકાલી કૃપાલીની, દુર્ગા ક્ષમા શિવાધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે...

ઉપરોક્ત મંત્રની સંકલ્પ પૂર્વક 3 માળા કરવાથી મહાકાળીનું રક્ષણ પ્રાપ્ત થાય છે શત્રુ પર વિજય મેળવી શકાય છે. આજની હનુમાનજીની ઉપાસના સંકટ ભૂત પ્રેત બાધાઓથી મુક્તિ મેળવી શકે છે. 

વિઘ્ન નિવારણ મંત્ર: ઓમ્ નમો હનુમંતયે ભય ભંજનાય સુખમ્ કુટુ સ્વાહા

કાળીચૌદસની રાત્રે ધૂપ દીપ પ્રગટાવી હનુમાનજી સમક્ષ બેસી લાલ કે કેસરી વસ્ત્ર પહેરી સંકલ્પ કરી આ મંત્રની સાત માળા કરવાથી કાર્ય રૂકાવટ, રોગ, સંકટો શત્રુઓ અને તકલીફો અને મુશ્કેલીઓ દૂર થાય છે અને સુખ મળે છે. 

હનુમાન ચાલીસા પ્રયોગ

કોર્ટ કચેરી કષ્ટ બાધા શત્રુ પીડા ભય નાશ માટે કાળી ચૌદશ સંકલ્પ કરી હનુમાનજી સમક્ષ બેસી ધૂપ દીપ પ્રગટાવી 7 વખત હનુમાન ચાલીસા કરવાથી ભય નાશ પામે છે, શત્રુ બાધા દૂર થાય છે, આકસ્મિક રક્ષણ મળે છે, મનમાંથી ભય અને સંતાપ દૂર થાય છે

ભૈરવ રક્ષણ માટેનો મંત્ર પ્રયોગ

અતિપ્રાચીન ભૈરવ તંત્રમાં અતિ ફળદાયી મંત્ર પ્રયોગ સાત્વિક સાધના હેતુ જન માનસનું કલ્યાણ થાય તે ભાવથી નિર્મિત કરેલ છે.  

“ઓમ હ્રીં ભૈરવ ભૈરવ ભયકરહરમ રક્ષ રક્ષ હું ફટ સ્વાહા:”

કાળીચૌદશની રાત્રે કાળભૈરવનું ધ્યાન કરી ઉપરોક્ત મંત્રની 3 માળા કરવાથી રાક્ષસ, ભૂત પ્રેત, પિશાચનો ભય રહેતો નથી. શત્રુ-બાધાઓ બંધનો અને મેલી વિદ્યાઓ નાશ પામે છે.

આ સમાચાર શેર કરો