Dhanteras 2024: ધનતેરસ પર સોનું ખરીદવા માટે શુભ મુહૂર્ત, મળશે મા લક્ષ્મીની કૃપા
ધનતેરસની સાથે રોશનીનો તહેવાર દિવાળીની શરુઆત થી જાય છે. દર વર્ષે આસો મહિનાની તેરસ તિથિના દિવસે ધનતેરસ ઉજવવામાં આવે છ

ધનતેરસની સાથે રોશનીનો તહેવાર દિવાળીની શરુઆત થી જાય છે. દર વર્ષે આસો મહિનાની તેરસ તિથિના દિવસે ધનતેરસ ઉજવવામાં આવે છે. આ વખતે તેરસની શરુઆત 29 ઓક્ટોબરની સવારે 10 : 31 મિનિટે થઈ રહી છે. અને તેની સમાપ્તિ 30 ઓક્ટોબરના રોજ બપોરે 1:15 મિનિટે પર થશે. આ વખતે ધનતેરસની પૂજા 29 ઓક્ટોબર 2024 ના રોજ મનાવવામાં આવશે.
આ દિવસે લોકો વાસણ સહિત અનેક નવી વસ્તુઓ ખરીદતા હોય છે. જ્યારે કેટલાક લોકો સોનું ખરીદતા હોય છે. પરંતુ જો ધનતેરસની દિવસે તમે સોનું ખરીદવા માંગતા હોય તો તમારા માટે કયા સમય શુભ રહેશે. આવો તેના માટે વિગતવાર જાણીએ.
ધનતેરસની પૂજા માટેનો શુભ સમય
આ વખતે ધનતેરસ પૂજાનો શુભ સમય માત્ર 1 કલાક 41 મિનિટનો રહેશે. 29 ઓક્ટોબર મંગળવારના રોજ ધનતેરસની પૂજાનો શુભ સમય સાંજે 6:31 થી 8:13 સુધીનો રહેશે. પ્રદોષ કાલનો સમય સાંજે 5:38 થી 8:13 સુધીનો છે. ઘણા લોકો ધનતેરસ પર પ્રદોષ વ્રત પણ રાખતા હોય છે.
ધનતેરસ પર સોનું ખરીદવાનો શુભ સમય ક્યારે છે?
ધનતેરસ પર સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે. દરેક વ્યક્તિ પોતાના બજેટ પ્રમાણે પ્રમાણે ધનતેરસના પર્વ પર સોનું ખરીદી કરે છે. આ દિવસે ઘરની વસ્તુઓ, સોના ચાંદીના ઘરેણાં, વાસણો, ઈલેક્ટ્રોનિક્સ વગેરેની ખરીદી કરવામાં આવે છે. જો તમે ધનતેરસ પર સોનું ખરીદવા જઈ રહ્યા છો, તો સોનું ખરીદવાનો શુભ સમય મંગળવાર 29 ઓક્ટોબરના રોજ સવારે 10:31 વાગ્યાથી 30 ઓક્ટોબરના રોજ સવારે 6:32 વાગ્યા સુધીનો રહેશે.
ધનતેરસ પર સોનાને બદલે આ ખરીદવી પણ શુભ
જો તમે માં લક્ષ્મીની વિશેષ કૃપા મેળવવા માંગતા હોવ તો, ધનતેરસના દિવસે પર સાવરણી પણ ખરીદી શકો છો. આ દિવસે સાવરણી ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. સાવરણીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે, અને ઘરમાં નવી સાવરણી લાવવાથી ધનની દેવી લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.
નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.








