શુભ મુહૂર્ત અને અજવાળાનો પર્વ દિવાળી: આજના દિવસે શરૂ કરેલું દરેક નવું કામ લાવશે અઢળક સમૃદ્ધિ

ગુજરાત ના જાણીતા જ્યોતિષી ચેતન પટેલ દ્વારા વૈદિક જ્યોતિષ ગણિત અનુસાર દોષ રહિત મુહૂર્ત તૈયાર કરી આપેલ છે
૧ નવેમ્બર ૨૦૨૬, રવિવારના રોજ રવિ પુષ્ય નક્ષત્રનો મહા શુભ યોગ નવા વર્ષના ચોપડા સોનુ ચાંદી ઝવેરાત ખરીદી માટે શ્રેષ્ઠ.
પુષ્ય નક્ષત્ર રવિવારે સવારે ૫:૩૯ વાગ્યે શરૂ થશે પુરા દિવસ અને રાત્રી રહેશે
આ દિવસે રવિ પુષ્ય નક્ષત્રની સાથે સાથે નીચે મુજબના શુભ ચોઘડિયા ખરીદી માટે અતિ ઉત્તમ રહેશે:
* ચલ (સામાન્ય શુભ): સવારે ૮:૧૦ થી સવારે ૯:૩૫ સુધી
* લાભ (વેપાર અને લાભ માટે શ્રેષ્ઠ): સવારે ૯:૩૪ થી સવારે ૧૦:૫૯ સુધી
* અમૃત (સર્વોત્તમ મુહૂર્ત): સવારે ૧૦:૫૯ થી બપોરે ૧૨:૨૪ સુધી
* શુભ (કલ્યાણકારી): બપોરે ૧:૪૮ થી બપોરે ૩:૧૩ સુધી
* નોંધ: સાંજે ૪:૩૬ થી ૬:૦૨ સુધી રાહુકાળ હોવાથી આ સમય દરમિયાન નવી ખરીદી ટાળવી હિતાવહ છે.
* અભિજીત મુહૂર્ત: બપોરે ૧૨:૦૦ થી ૧૨:૪૫ સુધીનો સમય પણ વણજોયું મુહૂર્ત ગણાય છે.
વાઘ બારસ,ગૌવત્સ દ્વાદશી કે વસુ બારસ : ગુરુવાર ને ૫-૧૧-૨૦૨૬
વેપારીઓ જુના નાણાકીય હિસાબો ચૂકતે કરે છે
ગૌ માતાની પૂજા કરાય છે
સંતાનોના લાંબા આયુષ્ય માટે વ્રત કરાય છે
ઊંબરા પૂજન: ઊંબરા પૂજન કરી દીપ પ્રગટાવી દિવાળીના પર્વની શરૂઆત કરે છે ।
ધનતેરસ-ધનપૂજા-કુબેરપૂજા-ચોપડા લાવવા
ધનતેરશ ધન્વંતરી જયંતી શુક્રવાર તા.૦૬-૧૧-૨૦૨૬
શુભ મુહૂર્ત સમય :
સવારમાં ૦૮-૧૨ થી ૯-૩૬ લાભ ચોઘડીયું
૯-૩૬ થી ૧૦-૫૯ અમૃત ચોઘડીયું , બપોરે ૧૨-૨૪ થી ૧૩-૪૭ શુભ ચોઘડીયું સાંજે ૧૬-૩૫ થી૧૭-૫૭ ચલ ચોઘડીયું અને રાત્રે ૨૧-૧૧થી ૨૨-૪૭ લાભ ચોઘડીયા માં ધનપૂજા કરવા તથા ચોપડા લાવવા માટે શ્રેષ્ઠ મુહર્ત
કાળીચૌદસ-કાળીપૂજા હનુમાનપૂજા -યંત્ર પૂજન
કાળી ચૌદસ : શનિવાર તા.૦૭-૧૧-૨૦૨૬ આ દિવસે - દિવસે અને રાત્રે ઉગ્ર દેવી દેવતા જેવાકે ભૈરવ, બટુક, વીર, હનુમાન, મહાકાલી અને દશ માઘવિદ્યાની આરાધના અને મંત્ર તંત્ર તેમજ યંત્ર પૂજા અને તાંત્રિક કાર્યો માટે ઉત્તમ દિવસ અને રાત્રિ ગણાય
શુભ મુહૂર્ત:
સમય : સવારે ૦૮-૧૩ થી ૦૯-૩૬ શુભ ચોઘડીયું
બપોરે ૧૨-૨૪ થી ૧૩-૪૭ ચલ ચોઘડીયું
૧૩-૪૭ થી ૧૫.૧૦ લાભ ચોઘડીયું
૧૫-૧૦ થી ૧૬-૩૪ અમૃત ચોઘડીયું
સાંજે ૧૭-૫૭ થી ૧૯-૩૪ લાભ ચોઘડીયું
આ મુહૂર્ત સુધીમાં મશીનરી તેમજ યંત્રપૂજા કરવી પણ ઉત્તમ ગણાય.
દિવાળી અને શારદા-ચોપડા પૂજન :
આસો વદ અમાસ દિવાળી રવિવાર તા.૦૮-૧૧-૨૦૨૬
સરસ્વતી પૂજન તેમજ ચોપડા પૂજન માટે શ્રેષ્ઠ દિવસ
શુભ મુહૂર્ત:
સવારે ૦૯-૩૬ થી ૧૧ -૦૦ લાભ ચોઘડીયું ૧૧-૦૦ થી ૧૨-૨૪ અમૃત ચોઘડિયું
બપોરે ૧૩-૪૭ થી ૧૫-૧૦ શુભ ચોઘડીયું
સાજે ૧૭-૫૭ થી ૧૯-૩૩ શુભ ચોઘડીયું
૧૯.૩૩ થી ૨૧-૧૦ અમૃત ચોઘડિયું
૨૧-૧૦ થી ૨૨-૪૭ ચલ ચોઘડીયું
સ્થિર લગ્ન મુહૂર્ત :
બપોરે ૧૩-૩૮ થી ૧૫.૧૧ કુંભ લગ્ન
સાજે ૧૮-૨૨ થી ૨૦-૨૦ વૃષભ લગ્ન
બેસતુ વર્ષ વિક્રમ સંવત ૨૦૮૩ માં નવા વર્ષ ની પેઢી ખોલવાનું મુહૂર્ત
કારતક સુદ-૧ મંગળવાર તા.૧૦-૧૧-૨૦૨૬
શુભ મુહૂર્ત સમય : સવારમાં ૯ - ૩૭ થી ૧૧-૦૦ ચલ ચોઘડીયું
૧૧-૦૦ થી ૧૨- ૨૩ લાભ ચોઘડીયું અને બપોરે ૧૨-૨૩ થી ૧૩-૪૭ અમૃત ચોઘડિયું
ભાઈ બીજ (ભાઈદૂજ):
બુધવાર, ૧૧ નવેમ્બર, ૨૦૨૬
લાભ પાંચમ કારતક સુદ-૫ શનિવાર તા. ૧૪-૧૧-૨૦૨૬
શુભ મુહૂર્ત સમય : સવારમાં ૦૮-૧૬ થી ૦૯-૩૯ શુભ ચોઘડીયું અને ૧૨-૨૪ થી ૧૩-૪૭ ચલ
ચોઘડીયા માં પેઢી ખોલવી શ્રેષ્ઠ રહે .








