9-12-2024, સોમવારનું રાશિફળ, આ રાશિના જાતકોને થશે આર્થિલ લાભ
આજનું નક્ષત્ર:- પૂર્વ ભાદ્રપદ ( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ )] આ પણ વાંચો : ઘરમાં કેળાનું ઝાડ લગાવતા

આજનું નક્ષત્ર:- પૂર્વ ભાદ્રપદ
( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ )]
આ પણ વાંચો : ઘરમાં કેળાનું ઝાડ લગાવતા પહેલા આ વાતોનું ધ્યાન રાખો, નહિં તો થશે મોટું નુકસાન
મેષ રાશિઃ
કોલસાના વ્યાપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
નવા ઘરની ખરીદી થઈ શકે છે.
વિદ્યાર્થીએ અભ્યાસમાં વધારે મહેનત કરવી પડશે.
પાચનને લગતી સમસ્યા થઈ શકે છે.
વૃષભ રાશિઃ
કાર્ય સ્થળ પર ઉચ્ચ પદની પ્રાપ્તિ થઈ શકે છે.
વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે.
ધાર્મિક સ્થળે પ્રવાસ યાત્રાનું આયોજન થઈ શકે છે.
ઉછીના નાણાં આપવા આજે હિતાવહ નથી.
મિથુન રાશિઃ
ઇલેક્ટ્રોનિક વસ્તુના વેપારીને વિશેષ લાભ થશે.
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો.
સંતાનના સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી.
આધ્યાત્મિકતા તરફ તમારું મન ગતિ કરશે.
કર્ક રાશિઃ
કાર્ય સ્થળ પર ઉતાર-ચડાવની સ્થિતિ રહેશે.
કાપડના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
પ્રેમ સંબંધમાં વૈચારિક મતભેદ થઈ શકે છે.
દિવસથી શરૂઆતમાં મન અશાંત રહેશે.
મિત્રો સાથે યાત્રા પર જવાનું થઈ શકે છે.
સિંહ રાશિઃ
ગીત-સંગીત જેવા કલાત્મક કાર્યમાં રુચિ આવશે.
ભાગીદારીમાં વેપાર કરતાં લોકોને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
યોગ્ય માર્ગદર્શન લઇ નાણાંનું રોકાણ કરી શકો છો.
વિદેશ અભ્યાસ માટે પ્રયત્નશીલ વિદ્યાર્થીને સફળતા પ્રાપ્ત થશે.
કન્યા રાશિઃ
તમને ગમતા વ્યક્તિને તમારી લાગણી વ્યક્ત કરી શકો છો.
ધાર્મિક સ્થળે મુલાકાત લેવાથી માનસિક શાંતિ પ્રાપ્ત થશે.
નાના ભાઈ બહેનનો સાથ સહકાર મળશે.
જમીનને લગતા કાર્ય કાળજીપૂર્વક કરવા.
તુલા રાશિઃ
મેડિકલ ક્ષેત્રમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે.
મિત્ર સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
ડાયાબિટીસના દર્દી સ્વાસ્થ્યની કાળજી રાખે.
આકસ્મિક ધન લાભ થઈ શકે છે.
વૃશ્ચિક રાશિઃ
કાર્યસ્થળ પર ઉચ્ચ અધિકારી સાથે સંબંધ સાચવવા.
નાના અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે.
કાર્ય પૂર્ણ થવામાં વિલંબ થઇ શકે છે.
માતાના સ્વાસ્થ્યની કાળજી લેવી.
ધન રાશિઃ
જીવનસાથી સાથે યાત્રા પર જવાનું થઈ શકે છે.
ધન આગમનના અનેક નવા માર્ગ મળશે.
વિદ્યાર્થીને અભ્યાસમાં વધારે મહેનત કરવી પડશે.
કાર્ય સ્થળ પર વિશેષ માન-સન્માનની પ્રાપ્તિ થઈ શકે છે.
મકર રાશિઃ
યોગ્ય માર્ગદર્શન લઈ નાણાંનું રોકાણ કરી શકો છો.
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
તમારા સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી.
કાર્ય પૂર્ણ થવામાં વિલંબ થઈ શકે છે.
કુંભ રાશિઃ
સરકાર સાથે જોડાઈને કાર્ય કરતા લોકોને વિશેષ સફળતા પ્રાપ્ત થશે.
વિદેશી શુભ સમાચારની પ્રાપ્તિ થઈ શકે છે.
આપેલા નાણાં પરત મળી આવશે.
કોસ્મેટિક વસ્તુના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
મીન રાશિઃ
ઇન્ટરનેટના માધ્યમથી આવક કરતા લોકોને વિશેષ લાભ થશે.
મિત્રો સાથે સમય વીતશે.
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
તમારા વ્યક્તિત્વથી લોકો પ્રભાવિત થશે.








