મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

યોગ્ય દિશામાં મુકવામાં આવેલ પલંગ તમને સુખ-શાંતિ આપી શકે, આ કરે છે દેવી લક્ષ્મીને ચુંબકની જેમ આકર્ષિત

વાસ્તુશાસ્ત્રમાં ઘરના દરેક રૂમ માટે દિશા

યોગ્ય દિશામાં મુકવામાં આવેલ પલંગ તમને સુખ-શાંતિ આપી શકે, આ કરે છે દેવી લક્ષ્મીને ચુંબકની જેમ આકર્ષિત

વાસ્તુશાસ્ત્રમાં ઘરના દરેક રૂમ માટે દિશા નિર્ધારિત કરવામાં આવી છે. બેડરૂમમાં બેડની સાચી દિશા તમારી આર્થિક સ્થિતિમાં સુધારો લાવી શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર પલંગ દક્ષિણ દિશામાં રાખવો જોઈએ. આ દિશામાં માથું રાખીને સૂવાથી વ્યક્તિના જીવનમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે. ઉપરાંત આ દિશામાં ઊંઘ પણ સારી આવે છે.

પલંગનું માથું હંમેશા પૂર્વ કે દક્ષિણ દિશામાં હોવું જોઈએ. આનાથી વ્યક્તિના જીવનમાં ધનની દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે. જો તમે દેવાથી પરેશાન છો તો પલંગને દક્ષિણ દિશામાં રાખવો તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.  આ સાથે તમારું દેવું શક્ય તેટલી ઝડપથી ચૂકવાઈ જશે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર પલંગની સામે કોઈ મોટો દરવાજો કે બારી ન હોવી જોઈએ.  તેનાથી વ્યક્તિના જીવનમાં અશાંતિ અને મુશ્કેલી આવે છે. પલંગની નીચે કોઈપણ વસ્તુ ન રાખવી જોઈએ. જેના કારણે વ્યક્તિના જીવનમાં આર્થિક સમસ્યા પણ આવી શકે છે. પલંગની નજીક કોઈ શૌચાલય અથવા બાથરૂમ ન હોવું જોઈએ. તેનાથી વ્યક્તિના સ્વાસ્થ્ય અને સંપત્તિને પણ નુકસાન થઈ શકે છે.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. GSTV તેની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

આ સમાચાર શેર કરો