મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

22 ઓક્ટોબર 2025, બેસતા વર્ષનું રાશિફળ, દરેક રાશિના જાતકો માટે કામનું

મેષ (અ.લ.ઇ.): નાણાનું વ્યવસ્થિત આયોજન કરવું જેથી આગળ જતાં તકલીફ ઓછી પડે. વૃષભ

22 ઓક્ટોબર 2025, બેસતા વર્ષનું રાશિફળ, દરેક રાશિના જાતકો માટે કામનું

મેષ (અ.લ.ઇ.): નાણાનું વ્યવસ્થિત આયોજન કરવું જેથી આગળ જતાં તકલીફ ઓછી પડે.

વૃષભ (બ.વ.ઉ.): ગુરૂનું પરિભ્રમણ આપના માટે સહાયરૂપ રહે રાહુ વર્ષ દરમ્યાન મધ્યમ રહે, શનિની પનોતી નથી.

મિથુન (ક.છ.ઘ.): ગત વર્ષની સરખામણીએ આ વર્ષ સારું પસાર થાય. ગુરૂનું પરિભ્રમણ સાનુકૂળ મધ્યમ રહે.

કર્ક (ડ.હ.): વર્ષ દરમ્યાન ગ્રહોની પ્રતિકૂળતા આપને મુશ્કેલીમાં મૂકે. સ્વાસ્થ્ય આપને સાથ ન આપતાં આપ ધંધામાં પૂરું ધ્યાન આપી શકો નહીં.

કન્યા (પ.ઠ.ણ.): આર્થિક સુખ-સંપત્તિની દ્રષ્ટિએ વર્ષ મધ્યમ રહે. આપને મહેનતના પ્રમાણમાં વળતર ઓછું મળી રહ્યું છે તેવું લાગે.

સિંહ (મ.ટ.): પારિવારીક પ્રશ્ને આપને કોઈ ને કોઈ ચિંતા રહ્યા કરે. સાંસારિક જીવનમાં પત્ની સાથે ગેરસમજ, મનદુ:ખ ઉભા થઈ જાય.

તુલા (ર.ત.): વર્ષ દરમ્યાન રાહુ જ પરિભ્રમણ પણ આપને રાહત રખાવે. કમરની તકલીફ હોય તેમને વર્ષ દરમ્યાન ક્યારેક-ક્યારેક દર્દ-પીડા કરાવે.

વૃશ્ચિક (ન.ય.): આકસ્મિક ખર્ચાઓ, ખોટા ખર્ચાઓ આવ્યા કરે. સ્વાસ્થ્ય સંબંધી ખર્ચા, કૌટુંબિક પારિવારીક કોઈને કોઈ ખર્ચા રહ્યા કરે.

ધન (ભ.ધ.ફ.ઢ.): શનિની અઢી વર્ષની પનોતી લોખંડના પાયે પસાર થઇ રહી છે, બીજા ગ્રહોનું પરિભ્રમણ જોતાં આ વર્ષ આપના માટે મધ્યમ રહેશે.

મકર (ખ.જ.): આપના મહત્ત્વના કામનો ઉકેલ આવતો જાય. ધંધામાં નવી કોઈ વાતચીત આવે કે ઓર્ડર મળી રહે. આકસ્મિક લાભ-ફાયદો જણાય.

મીન (દ.ચ.ઝ.થ.): આરોગ્યની બાબતમાં આપે વિશેષ સાવધાની રાખવી પડે. શનિ-રાહુનું પરિભ્રમણ આપનું શારીરિક-માનસિક સ્વાસ્થ્ય બગાડે.

કુંભ (ગ.શ.સ.ષ): શનિની સાડાસાતી પનોતીનો છેલ્લો તબક્કો ચાંદીના પાયે પસાર થઈ રહ્યો છે જે આપના માટે લાભદાયી રહેશે.

આ સમાચાર શેર કરો