31 ઓગસ્ટનું રાશિફળ: વૃષભ-મકર સહિત આ રાશિઓ માટે શુભ દિવસ

મેષ : આપે રાજકીય સરકારી કામમાં ખાતાકીય કામમાં ઉતાવળ કરવી નહીં. નાણાકીય લેવડ દેવડમાં સાવધાની રાખવી પડે.
વૃષભ : આપને સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય. આવક જણાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
મિથુન : આપના કામમાં વ્યસ્ત રહિને દિવસ પસાર કરી શકો. પરંતુ સામાજિક વ્યવહારિક કામ અંગે દોડધામ રહે.
કર્ક : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકુળતા મળી રહે. નોકર ચાકરવર્ગનો સાથ રહે.
સિંહ : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી બેચેની જેવું લાગ્યા કરે. તબીયતની અસ્વસ્થતાને લીધે કામ કરવાની ઇચ્છા થાય નહીં.
કન્યા : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત અનુભવો. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા રહે.
તુલા : આપના કામમાં હરિફ વર્ગ ઇર્ષ્યા કરનાર વર્ગની મુશ્કેલી અનુભવાય. મોસાળ પક્ષે સાસરીપક્ષે કામકાજ રહે.
વૃશ્ચિક : આપની બુધ્ધિ અનુભવ આવડત મહેનતથી કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી લાભ ફાયદો રહે.
ધન : આપ હરો ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય મનને શાંતિ રાહત જણાય નહીં. જમીનના કામમાં ધ્યાન રાખવું.
મકર : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ અનુભવાય. ધર્મકાર્ય શુભકાર્ય થઇ શકે.
કુંભ : આપને કામકાજમાં સાનુકુળતા મળી રહે. સામાજિક વ્યવહારિક કામકાજ અંગે વ્યસ્તતા રહે. ધંધામાં આવક થાય.
મીન : આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ જણાય. મિલન-મુલાકાતમાં સાનુકુળતા રહે.

