Paris Olympic 2024 / ક્યારે અને ક્યાં જોઈ શકો છો મનુ ભાકર અને સરબજોત સિંહની બ્રોન્ઝ મેડલ મેચ?
શૂટર મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિક 2024માં ભારત માટે મેડલનું ખાતું ખોલાવ્યું હતું. તેણે 10

શૂટર મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિક 2024માં ભારત માટે મેડલનું ખાતું ખોલાવ્યું હતું. તેણે 10 મીટર એર પિસ્તોલ મેચમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. તે શૂટિંગમાં ઓલિમ્પિક મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા શૂટર બની હતી.
આ પછી, બીજા દિવસે મનુ, સરબજોત સિંહ સાથે 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં રમવા આવી અને ત્યાં પણ મનુએ સરબજોત સિંહ સાથે શાનદાર પ્રદર્શન કર્યું અને ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ માટે ક્વોલિફાય કર્યું.
આજે એટલે કે 30 જુલાઈએ મનુ-સરબજોત સિંહની બ્રોન્ઝ મેડલ મેચ રમાવાની છે, જેમાં તેમનો મુકાબલો દક્ષિણ કોરિયાના વોનહો લી અને ઓહ યે જિન સામે થશે. જો મનુ-સરબજોત સિંહની જોડી આ મેચ જીતશે તો ભારતને બીજો મેડલ મળશે. ફેન્સની નજર મનુ-સબરજોત પર છે. આવી સ્થિતિમાં, અમે તમને જણાવીશું કે તમે મનુ-સરબજોત સિંહનો બ્રોન્ઝ મેડલ મેચ ક્યારે, કેવી રીતે અને ક્યાં ફ્રીમાં જોઈ શકશો.
મેચ ક્યારે રમાશે?
પેરિસ ઓલિમ્પિક 2024માં 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ બ્રોન્ઝ મેડલ મેચ આજે એટલે કે 30 જુલાઈએ બપોરે 1 વાગ્યે શરૂ થશે.
મેચ ક્યાં રમાશે?
10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેચ ચેટોરોક્સના નેશનલ શૂટિંગ સેન્ટર ખાતે રમાશે.
તમે મેડલ મેચ કેવી રીતે જોઈ શકો છો?
મનુ-સરબજોત સિંહની બ્રોન્ઝ મેડલ મેચનું લાઈવ ટેલિકાસ્ટ સ્પોર્ટ્સ 18 નેટવર્ક પર જોઈ શકાય છે, જ્યારે લાઈવ સ્ટ્રીમિંગ JioCinemaની એપ અને વેબસાઈટ પર જોઈ શકાય છે.
શૂટર મનુ ભાકર ઈતિહાસ રચવા માંગશે
જો મનુ ભાકર 30 જુલાઈએ બ્રોન્ઝ મેડલ જીતશે તો તે ઈતિહાસ રચશે. મનુ એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય એથ્લેટ બનશે. આ પહેલા ભારતમાંથી કોઈએ આવું પરાક્રમ નથી કર્યું. સુશીલ કુમાર અને પીવી સિંધુએ ચોક્કસપણે બે મેડલ જીત્યા છે, પરંતુ આ મેડલ અલગ-અલગ ઓલિમ્પિક રમતોમાં આવ્યા છે.








