પેરિસ પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતને ઝટકો, બેડમિન્ટન ખેલાડી પ્રમોદ ભગત ઉપર લાગ્યો 18 મહિનાનો પ્રતિબંધ
પેરિસ પેરાલિમ્પિક ગેમ્સ 2024 પહેલા ભારતને મોટો ઝટકો લાગ્યો છે. બેડમિન્ટન ખેલાડી પ્રમોદ ભગતને ડોપિંગ ટેસ્

પેરિસ પેરાલિમ્પિક ગેમ્સ 2024 પહેલા ભારતને મોટો ઝટકો લાગ્યો છે. બેડમિન્ટન ખેલાડી પ્રમોદ ભગતને ડોપિંગ ટેસ્ટમાં ફેલ જવા બદલ 18 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન (BWF) એ મંગળવારે આ માહિતી આપી. સસ્પેન્શનને કારણે પ્રમોદ ભગત પેરિસ પેરાલિમ્પિક્સમાં ભાગ લઈ શકશે નહીં. પેરિસ ભગતે ટોક્યો પેરાલિમ્પિક્સ (2020) માં પુરુષોની સિંગલ્સ SL3 વર્ગની ફાઇનલમાં ગ્રેટ બ્રિટનના ડેનિયલ બેથેલને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
આ કારણોસર પ્રમોદ પર મુકાયો પ્રતિબંધ
પ્રમોદ ભગતે છેલ્લા 12 મહિનામાં ત્રણ વખત પોતાના લોકેશનનો ખુલાસો કર્યો ન હતો. આવી સ્થિતિમાં તેના પર BWFના એન્ટી ડોપિંગ નિયમ 'વ્હેરઅબાઉટ'નું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. 'બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન એ વાતની પુષ્ટિ કરી કે ભારતના ટોક્યો 2020 પેરાલિમ્પિક ચેમ્પિયન પ્રમોદ ભગતને 18 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને તે પેરિસ પેરાલિમ્પિકમાં નહીં રમે.'
https://twitter.com/bwfmedia/status/1823198482720788696
'1 માર્ચ, 2024ના રોજ, કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ (CAS) ના ડોપિંગ વિરોધી વિભાગે ભગતને BWF એન્ટી-ડોપિંગ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દોષી ઠેરવ્યો હતો. તે એક વર્ષમાં ત્રણ વખત પોતાનું ઠેકાણું જાહેર કરવામાં નિષ્ફળ રહ્યો હતો. 36 વર્ષીય SL3 ખેલાડી ભગતે CASના અપીલ વિભાગમાં આ નિર્ણય સામે અપીલ કરી હતી, જે ગયા મહિને ફગાવી દેવામાં આવી હતી.
28 ઓગસ્ટથી પેરાલિમ્પિક ગેમ્સ યોજાશે
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, '29 જુલાઈ, 2024ના રોજ, CASના અપીલ વિભાગે ભગતની અપીલને નકારી કાઢી હતી અને 1 માર્ચ, 2024ના CAS એન્ટિ-ડોપિંગ વિભાગના નિર્ણયની પુષ્ટિ કરી હતી. આ સસ્પેન્શન 1 સપ્ટેમ્બર, 2025 સુધી અમલમાં રહેશે. પેરિસ પેરાલિમ્પિક ગેમ્સ 28 ઓગસ્ટથી 28 સપ્ટેમ્બર દરમિયાન યોજાવાની છે.






