Sahiyar: શા માટે અંડરઆર્મ્સની ત્વચા થાય છે ડાર્ક? આ ટિપ્સને ફોલો કરી કાળાશને કરો દૂર

અંડરઆર્મ્સની કાળાશની ફરિયાદ સામાન્ય છે. બગલની ત્વચા કાળી થવાના ઘણા કારણો અને નિવારણો અહીં જણાવામાં આવ્યા છે.
કારણો
રેઝરનો ઉપયોગ
અંડરઆર્મ્સના વાળને દૂર કરવા માટે રેઝરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. વારંવાર રેઝર વાપરવાથી ત્વચા કાળી પડી જતી હોય છે. એટલું જ નહીં વાળનો ગ્રોથ પણ વધુ તેમજ ઝડપથી થતો હોય છે.
ક્રીમ
બગલના વાળને દૂર કરવા માટે હેર રિમૂવર ક્રીમ વાપરવામાં આવતા હોય છે જે કેમિકલ યુક્ત હોય છે. વારંવાર આ ક્રીમના ઉપયોગથી ત્વચા કાળી પડવા લાગે છે.
ચુસ્ત પોશાક
વધુ પડતા ચુસ્ત કપડા પહેરવામાં આવે તો બગલની ત્વચા કાળી પડી જતી હોય છે.
ફંગલ ઇન્ફેકશન
અંડરઆર્મ્સની સ્વચ્છતા પર બરાબર ધ્યાન ન આપવામં આવે તો તેની ત્વચા કાળી પડી જતી હોય છે.
ડિયોડરન્ટ અથવા પરફ્યૂમ
બગલમાં ડિયોડરન્ટ અને પરફ્યૂમ વધુ પ્રમાણમાં સ્પ્રે કરવાથી ત્વચા કાળી પડતી જાય છે. તેમાં સમાયેલા કેમિકલ્સના કારણે ત્વચાનો રંગ કાળો પડતો જતો હોય છે.
ડેડ સેલ્સ
મૃત ત્વચા જમા થઇ જવાથી પણ ત્વચા કાળી પડતી હોય છે જેથી અંડરઆર્મ્સની સ્ક્રબિંગ કરવી જરૂરી છે.
ગરમ વેક્સ
બગલના વાળ દૂર કરવા માટે વેક્સિંગ કરવામાં આવતું હોય છે. પરંતુ ઘણી વખત વધુ પડતા ગરમ વેક્સના કારણે ત્વચા કાળી પડતી હોય છે.
નિવારણ
લીંબુનો રસ
લીંબુનો રસ એક કુદરતી બ્લીચ છે. સ્નાન પહેલા પ્રભાવિત સ્થાન પર લીંબુ રગડવાથી ધીરે-ધીરે ત્વચાને નિખારે છે. સ્નાન કરતી વખતે પાણીમાં લીંબુ નીચોવીને એ પાણીથી સ્નાન કરવું.
દહીં અને લીંબુ
દહીં, લીંબુ અને હળદર ભેળવીને પેસ્ટ બનાવી કાળી થઇ ગયેલી ત્વચા પર ૧૫-૨૦ મિનીટ સુધી લગાડી રાખી ધોઇ નાખવું. ધીરે ધીરે ત્વચા નિખરશે.
બટાકાનો રસ
બટાકાની પાતળી સ્લાઇસ કાળી થયેલી ત્વચા પર રગડવાથી ફાયદો થાય છે. બટાકાની સ્લાઇસનો રસ કાઢી ૧૫ મિનીટ સુધી શ્યામ ત્વચા પર લગાડી રાખી ધોઇ નાખવું.
કેસર અને દૂધ
બે ટેબલ સ્પૂન દૂધમાં એેક ચપટી કેસર ભેળવી આ મિશ્રણને બગલમાં રાતના લગાડવું અને સવારે ધોઇ નાખવું. નિયમિત કરવાથી ફાયદો થાય છે.
ચંદન અને ગુલાબજળ
ચંદન પાવડર અને ગુલાબજળની પેસ્ટ બનાવી કાળી પડેલી ત્વચા પર ૨૦ મિનીટ સુધી લગાડી રાખીને ધોઇ નાખવું.

