Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : This Diwali, instead of dry fruits and sweets, the sale of this item increased

Sahiyar: આ દિવાળીમાં સુકામેવા અને મીઠાઈને બદલે વધ્યું આ વસ્તુનું વેચાણ

Timeછેલ્લું અપડેટ : 21 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Sahiyar: આ દિવાળીમાં સુકામેવા અને મીઠાઈને બદલે વધ્યું આ વસ્તુનું વેચાણ
સોર્સ : GSTV

આ વર્ષે  દિવાળીમાં કાજુકતરી અને મોતીચુરના લાડુને બદલે બદામ તથા પોચી સ્વાદિષ્ટ ચોકલેટનો વેપાર વધારે થાય તેવું ચિત્ર મીઠાઈ બજારમાં ઉપસી રહ્યું છે. દિવાળીમાં મિત્રો અને સગાંસંબંધીઓને આ વરસે આવી ફેન્સી અને આકર્ષક રેપરમાં ગોઠવેલી જુદા જુદા પ્રકારની ચોકલેટસ ભેટરૂપે આપવાનું ચલણ વધે તેમ છે, એવી માહિતી મીઠાઈ બજારનાં સૂત્રોએ આપી હતી.

App Store

આમ તો મુંબઈમાં ઘણા દાયકાથી દર દિવાળીએ જાતજાતની મીઠાઈ તૈયાર કરે છે અને અસંખ્ય પરિવારો તે મીઠાઈની ખરીદી પણ કરે છે. જોકે આ વરસની દિવાળી આ બધા મીઠાઈના વેપારીઓ માટે કદાચ નિરાશાજનક રહે તેવી શક્યતા છે. દિવાળીના તહેવારોમાં શુભેચ્છારૂપે મીઠાઈ ભેટ આપવાની પરંપરા રહી છે. પરંતુ મોટી મોટી કંપનીઓ અને ઘણા અમીર પરિવારો આ પરંપરાને તોડી રહ્યા છે.

કોલાબાના ચોકલેટના એક વેપારીએ એમ જણાવ્યું હતું કે મીઠાઈ તો લોકો દર દિવાળીએ આરોગે છે. પરંતુ લોકોને કંઈક નવું અનોખું પરિવર્તન જોઈએ છે. મજાની વાત એ છે કે આ કંઈક આકર્ષક અને નવું એટલે ચોકલેટ છે. ખરેખર ૨૦૨૫ની દિવાળીમાં વિવિધ જાતની અને અનોખા સ્વાદની ચોકલેટસની મોટાપાયે ખરીદી થઈ રહી છે.

અન્ય એક વેપારીએ એમ કહ્યું હતું અમે બિસ્કિટ કેરેમેલ ચોકલેટસનો એક કિલોનો ભાવ ૩૫૦૦ રૂપિયા રાખ્યો છે. તો અમુક વેપારીઓ સુંદર, આકર્ષક બોક્સના ૫૦૦ રૂપિયા વધારે પણ લે છે. આ વેપારીએ એમ કહ્યું હતું કે બોક્સમાં ચોકલેટસ વધુ સારી રીતે પેક થઈ શકે છે. એટલે લોકો તેની ખરીદી પર પસંદગી ઉતારે છે. બોક્સમાં સારી રીતે પેકિંગ થયું હોવાથી ચોકલેટસ વધુ દિવસ સુધી જેમની તેમ સચવાઈ પણ રહે છે.

એક જાણીતા ફેશન ડિઝાઈનરે એમ કહ્યું હતું કે હવે મીઠાઈ તો સામાન્ય બની ગઈ છે. જ્યારે ચોકલેટસના બોક્સને વિવિધ રીતે સજાવી શકાય છે. બીજી બાજુ મીઠાઈ બજારનાં સૂત્રોએ એમ કહ્યું હતું કે હવે અમે જુદાં જુદાં ડ્રાયફ્રૂટસ પણ વેચીએ છીએ. આવાં ડ્રાયફ્રુટસ દૂધમાંથી  બનતી મીઠાઈ કરતાં વધુ દિવસ સુધી જાળવી રાખી શકાય છે. જોકે મીઠાઈના અમુક વેપારીઓ હવે ચોકલેટસનાં આકર્ષક પેકેટસ પણ દિવાળીમાં વેચે છે. છેવટે તો અમારે અમારા જૂનાં ગ્રાહકોને સાચવવા જરૂરી છે.

તહેવારો અને ખાસ કરીને દિવાળીના દિવસોને પ્રારંભ થઇ ગયો છે અને દુકાનો  મિઠાઇઓ અને ડ્રાયફૂટના સ્ટોકથી ભરી દેવામાં આવી છે. પરંતુ જ્યાં સુધી સૂકા મેવાની ખપતની વાત છે ત્યાં સુધી માલ જેટલો રીતે વેચાવો જોઇએ એ રીતે વેચાતો નથી. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે સૂકા મેવાના ભાવો ૧૫થી ૨૦ ટકા જેટલા વધી ગયા છે. ત્યારે તહેવારને ટાંકળે સ્ટોક જમા કરી નાખનારા વેપારીઓ પણ અઢવમાં છે કે દિવાળીના અંતે કેટલો માલ વેચાશે અને કેટલો ઘરે પડયો રહેશે. સૂકામેવાના આભને આંબતા ભાવોને કારણે જે લોકોએ 'રસમ' નિભાવવાની જ છે એ વિકલ્પ તરીકે પ્રમાણમા માત્ર સોંઘી મિઠાઇ અને ચોકલેટના શરણે ગયા છે. આ ઉપરાંત 'મની માર્કેટ' એટલી ટાઇટ છે કે મીઠાઇ, ચોકલેટ કે પછી ડ્રાઇફ્રૂટ ખરીદવા માટે આવતા ગ્રાહકો ભાવ કરાવવામાં કોઇ કસર નથી છોડતાં.

છૂટક અને જથ્થાબંધ બજારના વેપારીઓ સ્વીકારે છે કે આ 'સિઝનમાં' ડ્રાયફ્રૂટના ઝાઝા લેવાલ નથી. આના વિકલ્પ તરીકે ગ્રાહકો દુબઈ, મલેશિયા અને ઇન્ડોનેશિયાથી આકર્ષક પેકીંગમાં આવતી ચોકલેટો વધુ પસંદ કરે છે કારણ કે  ભેટ તરીકે આપવા માટે  અનુકૂળ અને સોંઘુ પડે  છે. આના કારણે ગ્રાહકો ખિસ્સા પરનો ભાર હળવો કરવા માટે આ વિદેશી ચોકલેટોના શરણે ગયા છે.

સૂકા મેવાના વેપારીઓના જણાવ્યા પ્રમાણે આ બજારમાં કોઇ પણ જણસ એવી નથી જે સસ્તી હોય. મોટા ભાગના સૂકામેવાની આયાત કરવામાં આવતી હોવાને કારણે આ બજારમાં ભાવો ઉંચા હોવાનું એક કારણ ડોલરના ચલણ સામે રૂપિયાનું ધોવાણ છે.

અમુક જાતના અખરોટ અને બદામની આયાત અમેરિકાના કેલીફોર્નિયા ખાતેથી કરવામાં આવે છે. જ્યારે ખજૂર મધ્ય પૂર્વમાંથી મંગાવવામાં આવે છે. માત્ર અમુક પ્રકારના કાજુ અને અખરોટ દેશમાં અનુક્રમે દેશના દક્ષિણ પ્રાંતમાં થતા કાશ્મીરમાં ઉત્પન્ન થાય છે. જોકે સારી ગુણવતાતાની તમામ સૂકામેવાની જાતોની દેશમાં આયાત કરવામાં આવે છે. આ ઉપરાંત દેશમાં ઉત્પન્ન થતો સૂકો મેવો ઘરેલુ માગને પહોંચી વળવા સક્ષમ પણ નથી.

ડ્રાયફ્રૂટનું વેચાણ કરતી દુકાનોનો શહેરમાં ઠેર ઠેર છે પરંતુ મોંઘી કિંમતના સૂકા-મેવાનું લેવાલ કોઇ નથી. આદતવશ અમુક લોકો સૂકામેવા માટે પૂછપરછ તો કરે છે પરંતુ હકીકતમાં  માલની ખરીદી અત્યાંત  અલ્પ માત્રામાં થાય છે. ભેટ આપવા માટે અત્યાર સુધી સૂકા મેવા પર પસંદગી ઉતારતા વેપારીઓએતો પીછેહઠ કરી જ છે પરંતુ ઘરમાં 'સ્વીટ'માં ઉમેરો કરવા  માટે ગૃહિણીઓ પણ આ વર્ષે મોંઘી કિંમતના ડ્રાયફ્રૂટ ખરીદતા ખચકાય છે.

શહેરના મોલ અને જાણીતી દુકાનોમાં પણ વેપારીઓએ નોંધ્યું છે. કે સૂકામેવાના સ્થાને લોકો ચોકલેટ, મિઠાઇઓ અને અન્ય વિકલ્પો તરફ વળ્યા છે. જોકે ચોકલેટો પણ સ્વીસ સહિતની યુરોપીયન બનાવટોની નથી વેચાતી પરંતુ મેલિશિયા અને ઇન્ડોનેશિયા જેવા દેશોમાંથી આયાત કરવામાં આવેલી પ્રમાણમાં સસ્તી ચોકલેટો વેચાય છે.