Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : These nutrients in popcorn keep body healthy and beneficial in weight loss

Sahiyar: પોપકોર્નમાં રહેલા આ પોષકતત્વો શરીરને નિરોગી રાખવામાં કરશે મદદ, વજન ઘટાડવામાં પણ છે ફાયદાકારક

Timeછેલ્લું અપડેટ : 21 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Sahiyar: પોપકોર્નમાં રહેલા આ પોષકતત્વો શરીરને નિરોગી રાખવામાં કરશે મદદ, વજન ઘટાડવામાં પણ છે ફાયદાકારક
સોર્સ : GSTV

- રમેશ  દવે

App Store

થિયેટરમાં ફિલ્મ જોતી વખતે પોપકોર્ન ખાવાનો રિવાજ પડી ગયો છે. લોકો ઘરે પણ પોપકોર્ન ખાય છે. પોપકોર્નનો એક વાટકો આખો દિવસ સુધારી દે છે. પરંતુ બહારથી પોપકોર્નના પેકેટ્સ ખરીદીને ખાવાને બદલે ઘરે મકાઈના દાણામાંથી બનાવેલ ઓર્ગેનિક પોપકોર્ન ખાવા સ્વાસ્થ્ય માટે સૌથી સારા. જાણીને નવાઈ લાગશે કે મકાઈ એક શાક પણ છે અને અનાજ પણ છે.

મકાઈના દાણાં તેલમાં સાતળીને પોપકોર્ન બનાવાય છે. લોકો પોપકોર્ન ફક્ત સ્વાદ માટે નહિ, એના પોષણ મૂલ્યો માટે પણ ખાય. છે. દુનિયા આખીમાં પોપકોર્ન જુદી જદી રીતે ખવાય છે. એમાં સોડમ લાવવા મીઠુ, બટર (માખણ) અને કેરેમલ ઉમેરાય છે. અહીં એક વાત નોંધવી જરૂરી છે કે હેલ્થ માટે કોઈ પણ પ્રકારના ફ્લેવર ઉમેર્યા વિના પોપકોર્ન ખાવા બેસ્ટ છે. પોપકોર્નમાં ફાઇબર, એન્ટીઓક્શિડંટ્સ, વિટામિન બી કોમપ્લેક્સ, મેન્ગેનીઝ અને મેગ્નેસિયમ હોય છે, જે શરીરને નિરોગી રાખે છે.

પોપકોર્નના બીજા પણ ઘણાં હેલ્થ બેનિફિટ્સ છે, જેમ કે :

પોપકોર્નમાં આયર્ન હોય છે : એક સંશોધન મુજબ ૨૮ ગ્રામ પોપકોર્નમાં ૦.૯ મિલીગ્રામ (એમજી) આયર્ન હોય છે. એક પુખ્ત વયના પુરુષને રોજ એના ખોરાકમાંથી ૮ એમજી આયર્ન મળવો જોઈએ. જ્યારે પુખ્ત સ્ત્રીને રોજ ૧૮ એમજી આયર્ન મળવું જરૂરી છે. એટલે ફ્રેશ અને ઓર્ગેનિક પોપકોર્ન ખાઈનં દરેક વ્યક્તિ પુરતુ આયર્ન મેળવી શકે છે.

પાચનક્રિયા સુધારે : પોપકોર્ન એક છડયાવિનાનું આખું ધાન્ય (હોલ ગ્રેન) છે, જેમાં એન્ડોસ્પર્મ, જર્મ અને બ્રાનની માત્ર છે. નેચરલ હોલ ગ્રેન હોવાથી એમાં પુષ્કળ ફાઇબર હોય છે, જે પાચનમાં મદદરૂપ થાય છે. એ ઝાડો સાફ લાવી કબજિયાત થતી રોકવાનું કામ કરે છે.

બ્લડ સુગર કન્ટ્રોલ કરે : પોપકોર્નમાં પુષ્કળ માત્રામાં ફાઇબર હોય છે, જે બ્લડ સુગરની રિલિઝ અને એના મેનેજમેન્ટનું નિયમન કરે છે અને ઇન્સ્યુલિનનું લેવલ જાળવે છે. એ બ્લડ સુગર લેવલ જાળવી રાખી ડાયાબિટીસ થતા રોકે છે. એટલે ડાયાબિટીસથી બચતા રહેવા વધુને વધુ પોપકોર્ન ખાવાનું રાખો.

વહેલું વૃદ્ધત્વ ન આવે : પોપકોર્ન ઘડપણ વહેલું આવતા રોકી શકે છે. એનું નિયમિત સેવન કરીને કરચલીઓ, ચાઠાં, અંધાપો, સ્નાયુ નબળા પડવા અને વાળ ખરવા જેવા વૃદ્ધત્વના લક્ષણોને દૂર રાખી શકાય છે. પોપકોર્ન એમાં રહેલા પાવરફુલ એન્ટીઓક્સિડંટ્સને કારણે આપણને હેલ્ધી રાખે છે.

વજન ઘટાડે : મેદસ્વી લોકોને ખાસ માલુમ થાય કે નોર્મલ પોપકોર્નમાં માત્ર ૩૦ કેલેરીઝ હોય છે, જે તળેલી બટાકાની ચિપ્સ કરતા ૫ ગણી ઓછી હોય છે. વળી, પોપકોર્નમાં રહેલી ફાઇબરની માત્રાને કારણે આપણને પેટ ભરેલું લાગે અને ઘડીઘડી ભૂખ ન લાગે. એમાં સેચ્યુરેટેડ ફેટ્સ પણ અલ્પ માત્રામાં હોય છે. આ બધુ એકંદરે વજન ઓછું કરવામાં મદદરૂપ થાય છે.

સો ટકા હોલ ગ્રેન : પોપકોર્ન એક માત્ર એવો નાસ્તો છે જે ૧૦૦ ટકા અનપ્રોસેસડ હોલ ગ્રેન છે. એક વાટકો પોપકોર્ન ખાઈએ એટલે એમાં ડોક્ટરની ભલામણ પ્રમાણેની ૭૦ ટકા હોલ ગ્રેનની માત્રા આવી જાય. હવે જો તમે રોજેરોજ જવની રોટલી નાસ્તામાં ખાઈને કંટાળી ગયા હો તો તમારી પાસે પોપકોર્નનો વિકલ્પ હાજર છે.

હાડકા હેલ્ધી રાખે : પોપકોર્નમાં નોંધ પાત્ર પ્રમાણનાં મેંગેનીઝ હોય છે, જે હાડકાની વૃધ્ધિ અને એને હેલ્ધી રાખવામાં આશીર્વાદરૂપ પુરવાર થાય છે. એને પગલે વ્યક્તિને ઓસ્ટિયોપોરોસિ, આર્થરાઇટિસ અને ઓસ્ટિયોઆર્થરિટીસ જેવી વ્યાધિઓ સામે રક્ષણ મળે છે.

ડાયાબિટીક ફ્રેન્ડલી : ડાયાબિટીસના દર્દીઓએ હાય-ફાઇબર ડાયટ લેવું જરૂરી છે. પોપકોર્ન એમને માટે એકદમ ફિટ વસ્તુ છે. પોપકોર્ન હાઈ ફાઈબરથી ભરપુર હોવાથી એ આસાનીથી પચી જાય છે અને એટલે જ એ ખાવાથી અચાનક બ્લડ સુગર લેવલ વધી નથી જતું. એટલે જો કોઈ વ્યક્તિ ડાયાબિટીસથી પીડાતી હોય તો એ નિશ્ચિંત રહીને પોપકોર્ન ખાઈ શકે છે.