Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : These home remedies will keep a small child away from illness

Sahiyar: નાના બાળકને બીમારીથી દૂર રાખશે આ ઘરગથ્થુ ઉપચારો

Timeછેલ્લું અપડેટ : 11 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Sahiyar: નાના બાળકને બીમારીથી દૂર રાખશે આ ઘરગથ્થુ ઉપચારો
સોર્સ : GSTV

નવજાત શિશુ તેમજ નાના બાળકમાં રોગ પ્રતિરોધક ક્ષમતા ઓછી હોય છે, તેથી સામાન્ય બીમારીનો પણ તે જલદી ભોગ બને છે. તેના જન્મ પછીની દરેક ઋતુ તેના માટે પહેલી હોય છે, અને તેની અસર પણ તેને થતી જોવા મળે છે. નવજાત શિશુ તેમજ નાના બાળકની સામાન્ય બીમારીમાં ઘરગથ્થુ ઉપચાર દ્વારા પણ રાહત મેળવી શકાય છે. 

App Store

* શરીર પર નાની-નાની ફોડલીઓ ઉપસી આવે તો ચંદનનો લેપ લગાડવાથી ફાયદો થાય છે. 

* ઊધરસ આવતી હોય તો, એક ચમચી તુલસીનો રસ, એક ચમચી આદુનો રસ અને એક ચમચી મધ ભેળવી દિવસમાં ત્રણ-ચાર વખત ચટાડવાથી લાભ થાય છે. 

* છાતીમાં કફ ભરાઇ ગયો હોય અને બાળક અંજીર ચુસી શકે તો ચુસવા આપવાથી કફ દૂર થાય છે. 

* હળદર, ગોળ તથા ઘીનું મિશ્રણ ચટાડવાથી ખાંસીમાં રાહત મળે છે. 

* સરસવના તેલમાં અજમો ઉકાળવો અને તે તેલને ગાળી લેવું. સૂતી વખતે છાતી તથા ગરદન પર આ તેલની માલિશ કરવાથી ઠંડીને કારણે  થયેલી શરદી દૂર થાય છે. ગાયના ઘીથી છાતીએ માલિશ કરવાથી રાહત થાય છે. 

* નવજાત શિશુને મધ ચટાડવાથી શરીરમાં ગરમાવો રહેતા ઠંડી જલદી લાગતી નથી. 

* દાડમના રસમાં તુલસીનો રસભેળવી ચટાડવાથી દાંત સુગમતાથી આવે છે. તેમજ ઝાડા થતા નથી. 

* પેટમાં ગેસ થયો હોય તો પેટ પર  હીંગ  અથવા અજમાનો લેપ કરવો. 

* બાળકને કબજિયાતની તકલીફ થતી હોય તો કાળી દ્રાક્ષને રાતના પાણીમાં પલાળી રાખવી અને સવારે ચોળી પાણી ગાળી આપવું. 

* જાયફળને ઘસી ચટાડવાથી શરદીમાં રાહત થાય છે. 

* મધ સાથે ફટકડીનો ભુક્કો ભેળવી પેઢા પર લગાડવાથી દાંત કષ્ટ રહિત ફૂટે છે.