Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : The daughter who, even at the age of 12, defeated a lion with her bravery, is 'Queen Durgavati'

Sahiyar: 12 વર્ષની ઉંમરે પણ પોતાની બહાદુરીથી સિંહને ઢાળી દેનાર દીકરી એ 'રાણી દુર્ગાવતી'

Timeછેલ્લું અપડેટ : 05 May 2026
લાઇવ ટીવીGoogle News
Sahiyar: 12 વર્ષની ઉંમરે પણ પોતાની બહાદુરીથી સિંહને ઢાળી દેનાર દીકરી એ 'રાણી દુર્ગાવતી'
સોર્સ : GSTV

- વંદના ગોસ્વામી 

App Store

એકવાર રાજા જંગલમાં શિકાર કરવા જાય છે. એની સાથે સૈનિકોનો કાફલો પણ તૈયાર થાય છે. રાજા આમ પરિવારપ્રેમી. દરેક જગ્યાએ પરિવારને સાથે રાખે પણ શિકાર કરવા જાય તો હંમેશા એકલા જ. એકવાર રાણીએ સાથે આવવાની જિદ્દ કરી પણ રાજા ન લઇ ગયા તે ન જ લઇ ગયા. આ વખતે તેની ૧૨ વર્ષની પુત્રીએ સાથે આવવાની હઠ લીધી, રાજાએ એને ખૂબ મનાવી પણ માને એ બીજા. દીકરીને ડર બતાવ્યો. પણ ગળથૂથીમાં જ બહાદુરી પિવડાવવામાં આવી હતી. દીકરી સામે કયો બાપ જીતી શક્યો !

રાત્રે જંગલમાં ટેન્ટમાં પુત્રીને દાસીને હવાલે કરી રાત્રે રાજા શિકાર પર જવા નીકળે છે, તો પુત્રી સાથે આવવાની જિદ્દ કરે છે. પિતા અંધારાની, સિંહની બીક બતાવે છે પણ દીકરી એકની બે થતી નથી. ડરવાને બદલે એ દીકરી કહે કે 'સિંહ હશે તો જોવાની મજા આવશે'. આ વાત પર રાજા દીકરીને સાથે લે છે. માંચડો બાંધીને શિકારની રાહ જુએ છે. રાત જામતી જાય છે, ઘોર અંધારમાં દીકરીને સહેજ પણ ડર લાગતો નથી, ઉલટાનું એ પૂછે છે કે 'સિંહ ક્યારે આવશે ?' રાજાને એમ કે સુમસામ અંધારાથી દીકરી ડરી જશે એટલે પાછા જવા એક અલગ રથ તૈયાર રાખ્યો હતો. પણ દીકરી તો પિતા સાથે એકીટશે સહેજ પણ ડર્યા વગર શિકારની રાહમાં બેઠી. જ્યારે સિંહ આવ્યો તો ડરવાની વાત તો એકબાજુ પર પણ પોતે શિકાર કરવાની જિદ્દ પડકીને બેઠી. દીકરીની તીરંદાજી સારી પણ સિંહનો શિકાર કરવો જુદી વાત હતી, પણ દીકરીએ તો એક જ તીરમાં સિંહનો શિકાર કર્યો. સિંહણ દીકરીની આ બહાદુરી જોઈ બાપની છાતી પહોળી થઇ ગઈ. મૃત સિંહ પાસે આવી દીકરી એને અપલક તાકી રહી. 

એ ૧૨ વર્ષની દીકરી એટલે બુંદેલખંડની બેટી રાણી દુર્ગાવતી. 

સમાપન

સારું હાસ્ય ઘરમાં પ્રસરેલાં સૂર્યકિરણો છે.

 - વિલિયમ થેકરે