Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Tulip pattern dresses that will give you a perfect and trendy look

Sahiyar : પરંપરાગત છતાં અત્યાધુનિક: ટયુલિપ પેટર્નના પોશાક જે તમને આપશે એક પરફેક્ટ અને ટ્રેન્ડી લુક

Timeછેલ્લું અપડેટ : 05 May 2026
લાઇવ ટીવીGoogle News
Sahiyar : પરંપરાગત છતાં અત્યાધુનિક: ટયુલિપ પેટર્નના પોશાક જે તમને આપશે એક પરફેક્ટ અને ટ્રેન્ડી લુક
સોર્સ : gstv

ફેશન જગતમાં કાયમ કાંઇક નવું આવતું રહે છે. છેલ્લા કેટલાક સમય સુધી મિલેનિયલ પિંક ,ગોલ્ડન અને મેલોડ્રામેટિક પર્પલ કલર છવાયેલા રહ્યાં હતાં. પણ હવે તેનું સ્થાન ટયુલિપના વિવિધ રંગો અને પેટર્ને લીધું છે. બોલીવૂડની ઘણી સેલિબ્રિટિઓ ટયુલિપના ઓફ વાઇટ, રાતા, વાયોલેટ,યેલો,ઓરેન્જ જેવા વિવિધ રંગો અને પેટર્નના પોશાકમાં જોવા મળી છે.

App Store

તાજેતરમાં જ  સારા અલી ખાન અને મલાઇકા અરોરા ટયુલિપના અલગ અલગ કલરના ઑફ શૉલ્ડર ડ્રેસમાં જોવા મળી હતી.તેમણે તેના રંગો સાથે મેચ કરતાં પગરખાં પહેર્યાં હતાં. મલાઇકા અરોરા હંમેશાંથી પોતાની ડ્રેસિંગ સેન્સ માટે જાણીતી છે.તેણે ટયુલિપ કલરના ટ્રાઉઝર સાથે એવા જ રંગનું બ્લેઝર પહેરીને  પોતાના ગ્લેમરમાં ઉમેરો કર્યો હતો. તેવી જ રીતે માધુરી દીક્ષિત-નેને, કૃતિ સેનન, સોનમ કપૂર, કરીના કપૂર પણ ટયુલિપના વિવિધ રંગોના વસ્ત્રોમાં નજરે પડી હતી.

મઝાની વાત એ છે કે પશ્ચિમી પોશાકમાં ટયુલિપ ફેશન પૂરબહારમાં ખીલી છે. વિધવિધ સ્ટાઇલ અને  ફેબ્રિકમાં ટયુલિપ ડ્રેસ ખૂબ પહેરાય છે. વળી તેમાં કેઝ્યુઅલ,ફોર્મલ અને બિઝનેસ મીટિંગમાં પહેરી શકાય એવા પોશાક પણ બનાવવામાં આવે છે. ફેન્સી ટોપ અને ટ્રેન્ડી એક્સેસરીઝ સાથે તે સુંદર લાગે છે. 

ફેશન ડિઝાઇનરો કહે છે કે ટયુલિપ સ્કર્ટ સાથે સ્લીવલેસ ટૉપ સરસ દેખાય છે. સ્કર્ટને ટોપમાં ટક  કરવું  કે ન કરવું  તે તમારી ઇચ્છા પર અવલંબે છે. સિંપલ લુક માટે પોલો નેક ટૉપ અને સૉફ્ટ લુક માટે લોંગ સ્લીવ્ઝ ટોપ પહેરી શકાય. તેની સાથે ઊંચી એડીના પગરખાં પહેરો તો તમારું વ્યક્તિત્વ સ્ટાઇલિશ  સાથે પ્રભાવશાળી પણ લાગશે. તેઓ વધુમાં કહે છે કે ટયુલિપ પેટર્નના ડ્રેસ સાથે વુડન,પ્લાસ્ટિક, મેટલ જેવી ફંકી જ્વેલરી જચે છે.તમે ચાહો તો તેની સાથે હેડગિયરનો ઉપયોગ પણ કરી શકો. જોકે એલિગન્ટ લુક માટે સિંપલ જ્વેલરી વધુ સારી લાગશે.