Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : I've been having sex with my girlfriend for a year and a half, but I feel...

Sahiyar/ સહિયર સમીક્ષા: દોઢેક વર્ષથી હું મારી ગર્લફ્રેન્ડ સાથે સહવાસ સહવાસ માણું છું, પરંતુ મને લાગે છે....

Timeછેલ્લું અપડેટ : 06 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Sahiyar/ સહિયર સમીક્ષા: દોઢેક વર્ષથી હું મારી ગર્લફ્રેન્ડ સાથે સહવાસ સહવાસ માણું છું, પરંતુ મને લાગે છે....
સોર્સ : GSTV

 મારી ઉંમર ૧૯ વર્ષની છે. આજ સુધી મેં પાંચ છોકરીઓને 'આઇ લવ યુ' કહ્યું છે પરંતુ મને મારા પ્રેમનો યોગ્ય પ્રતિસાદ મળ્યો નથી. ક્યાં તો એ છોકરી મને ભાઇ બનાવી દે છે અથવા તો મિત્ર બનાવી દે છે. મારે સારા જીવનસાથીની જરૂર છે. તો મારે શું કરવું યોગ્ય સલાહ આપવા વિનંતી.

App Store

એક યુવક (મુંબઇ)

તમારે માટે જીવનસાથી શોધવાનું કામ તમારા વડીલોને સોંપી દો. આમ પણ લગ્ન માટે તમારી ઉંમર ઘણી નાની છે. તમારા નસીબમાં લખાયેલી યુવતી સમય આવ્યે તમને મળી જશે.    આથી ધીરજ રાખો. આથી ધીરજ રાખો. તમે જે યુવતીને પ્રેમ કરો એ યુવતી તમને પ્રેમ કરે એ શક્ય નથી. મારી સલાહ તો એ જ છે કે પ્રેમના ચક્કરમાં પડયા વિના તમારા વડીલો કહે એ યુવતી સાથે પરણી જાવ.

હું ૨૬ વર્ષની છું. મારી સમસ્યા એ છે કે મારા સ્તનોનો વિકાસ થયો નથી. આ કારણે મને બહાર જતા ઘણી શરમ આવે છે. શું મારી સમસ્યાનો કોઈ ઇલાજ છે ખરો? શું હું મારા પતિને સંતોષ આપી શકીશ?

એક યુવતી (મુંબઈ)

આ કારણે તમારે હીનભાવના અનુભવવાની જરૂર નથી. તમે પેડેડ બ્રા પહેરી શકો છો. આની કોઈ દવા નથી. કોસ્મેટિક સર્જરી એક વિકલ્પ છે. પરંતુ એની સલાહ બધા ડોક્ટર આપતા નથી. આથી આ પૂર્વે તમારે કોઈ નિષ્ણાત ડોકટરની સલાહ લેવી જરૂરી છે. રહ્યો પ્રશ્ન પતિને સંતોષ આપવાનો તો જણાવવાનું કે સેકસોલોજીસ્ટોને મતે નાના સ્તનોને કારણે વધુ સંતોષ મળે છે. આથી િંચંતા છોડી દો. તમારો આત્મવિશ્વાસ ગુમાવો નહીં. તેમજ નિસંકોચ બહાર હરો ફરો. નિષ્ણાતની સલાહ લઈ બ્રેસ્ટને લગતી એકસરસાઈઝ કરવાથી થોડો ઘણો ફાયદો થઈ શકે છે. સેક્સની રોચકતા સાથે આને કોઈ સંબંધ  પડતો નથી. 

હું ૨૦ વર્ષનો યુવક છું. મને ૨૨ વર્ષની યુવતી સાથે પ્રેમ છે. આ યુવતીના ત્રણ વર્ષ પૂર્વે લગ્ન થઇ ગયા છે. તેને દોઢ વર્ષનું સંતાન પણ છે. અમે બંને એકબીજા વિના રહી શકતા નથી. મારે ઘરે પણ અમારા પ્રેમની જાણ છે. મારે શું કરવું એ સમજ પડતી નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી.

એક યુવક (મુંબઇ)

તમે સહિયર સમીક્ષા ધ્યાનથી વાંચતા હશો તો તમે મુંઝવણમાં મૂકાત જ નહીં. આ યુવતી પરિણિત છે અને તેને સંતાન પણ છે. તેના સુખી સંસારમાં આગ લગાડો નહીં. આ યુવતીને ભૂલી જાવ. તેનો સુખી સંસાર ભાંગવામાં નિમિત્ત બનો નહીં. એ યુવતીના સંતાનના ભવિષ્યનો વિચાર કરી તેના માર્ગમાંથી ખસી જાવ. એ યુવતીને તેના પતિ સાથે અણબનાવ હોય તો મિત્ર દાવે આ અણબનાવ દૂર કરવા પ્રયાસ કરો. અને એનો પતિ જો સારા સ્વભાવનો હોય અને આ યુવતીને પર પુરુષો પ્રત્યે આકર્ષણ થતું હોય તો એક વાત જાણી લો જે વ્યક્તિ તેના જીવનસાથીને વફાદાર રહી શકતી નથી તે બીજાને રહી શકે એ વાતમાં માલ નથી.

 પ્રશ્ન : હું ૩૩ વર્ષનો યુવાન છું, દોઢેક વર્ષથી હું મારી ગર્લફ્રેન્ડ સાથે સેક્સ માણું છું, પરંતુ મને લાગે છે કે મારું શિશ્ન યોગ્ય  માત્રામાં કડક નથી થતું, એની લંબાઈ ઓછી છે અને મને શીઘ્રસ્ખલનની તકલીફ છે. આ કારણોસર હું તેને પૂરો સંતોષ નથી આપી શકતો. આ સિવાય મને બીજો કોઈ રોગ નથી. મને યોગ્ય માર્ગદર્શન આપશો.

એક યુવાન (રાજકોટ)

ઉત્તર : સ્ત્રીના યોનિમાર્ગની સેક્સ્યુઅલ લંબાઈ છ ઈંચ છે. એમાંથી આગલા એક-તૃતીયાંશ ભાગમાં જ જ્ઞાાનતંતુ છે, અંદરનો ચાર ઈંચનો ભાગ બિલકુલ જડ છે. (સંવેદનરહિત છે).  આનો અર્થ એ કે પુરુષની ઈન્દ્રિય ઉત્તેજિત થાય ત્યારે એની લંબાઈ બે ઈંચ હોય તો પણ પૂરતી છે. દુનિયાની દરેક સ્ત્રી સંભોગના સુખમાં રસ ધરાવતી હોય છે, નહીં કે લિંગની લંબાઈમાં. તમારી  ઈન્દ્રિય ઉત્તેજિત અવસ્થામાં બે ઈંચ કે એથી વધુ હોય તો સામેવાળી સ્ત્રીને સંતોષ  આપવામાં કોઈ તકલીફ નહીં પડે.

- નયના