Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Husband belittling his wife in conversation

Sahiyar: વાતવાતમાં પત્નીને ઊતારી પાડતો પતિ

Timeછેલ્લું અપડેટ : 20 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Sahiyar: વાતવાતમાં પત્નીને ઊતારી પાડતો પતિ
સોર્સ : GSTV

હતાશા,  શરમજનક પરિસ્થિતિ, નિરાશા, ખેદ, ડિપ્રેશન. કારણ, વાત વાત પર પતિનો ઠપકો અને અપમાન. આખરે શોભાએ સદાયને  માટે પતિનું ઘર છોડવાનો નિર્ણય કરી લીધો. એ વિચારતી હતી, આ ઘર કેવું છે, જ્યાં દરેક વાતે અને નીચું દેખાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે. કોઈ કારણ હોય કે ન હોય પણ હંમેશા વાંક વગર જ સજા સંભળાવી  દેવાય છે. હિટલર જેવો પતિ હંમેશાં મિત્ર હોય કે સંબંધી, બાળકો હોય કે પાડોશી  બધાંની સામે અને ફૂવડ, ક્યારેક તો સંપૂર્ણ રીતે ગાંડામાં ખપાવી દેવાની કોશિશ કરે છે. આ પરિસ્થિતિમાં  પતિ-પત્ની વચ્ચે પ્રેમની વેલ વિક્સે તો કેવી રીતે?

App Store

ઘણાં પરિવારમાં હંમેશાં મહિલાઓની એવી ફરિયાદ રહેતી હોય  છે કે ઘરમાં એના પતિની હિટલરશાહી અને ક્રૂર વલણના કારણે બાળકોે સામે પણ એમની ઈમેજ સારી નથી  રહી શકતી. બાળકો એમની વાત માનતા નથી અથવા  અવગણના કરવા લાગે છે.

ઘણાં ઘરોમાં માત્ર પતિનું જ રાજ ચાલે છે. પત્નીની  દરેક વાતે ઉપેક્ષા કરવી, તિરસ્કારભરી નજરથી જોવી અને ધાર્યું  કરવું જેથી ઘણી બાબતો એમનાં ભાથાનાં તીર ગણાય છે. ઘણી પત્નીઓનું કહેવું છે કે, હંમેશા એમના પતિ પાડોશી સામે તો ક્યારેક સંબંધીઓ અથવા બીજી મહિલાઓ સામે એમને ઠપકો આપતાં રહે છે.

આનાથી બાળકોનાં મન અને મગજ પર પણ ખોટી અસર પડે છે. બાળકોમાં 'મમ્મી' ની વાતો અથવા આજ્ઞાાને ટાળવાની પ્રવૃત્તિ ઊભી થઈ જાય છે. બાળકો મમ્મી કહે એ કામ કરતા નથી અથવા કરે તો 'પપ્પા'ની જેમ મહેણાં મારીને દસ વાતો સંભળાવી, એનું દિલ દુભાવીને પછી કરે છે. આ સ્થિતિમાં પત્ની અને  મમ્મીની બેવડી ભૂમિકા નિભાવતી મહિલા દુ:ખી થાય એ સ્વાભાવિક છે.

મિત્રો, સંબંધીઓ, બાળકો અને  મમ્મી-પપ્પા સામે અપમાનિત કરનારી વાત અમુક અંશે તો સહન  પણ કરી લેવાય, પરંતુ હીનભાવનાનો ભોગ બનેલા ઘણા પતિઓ પોતાની પત્નીની જાસૂસી માટે બાળકોને કામે લગાડી દે છે અથવા ઘરનાઓને. આ માટે ઘણા પૈસા પણ ખર્ચે છે. ઘણા પતિઓ તો નોકરાણી પાસેથી બેવડો લાભ મેળવે છે. એમના દ્વારા પત્નીની જાસુસી પણ કરાવે છે અને એમની સાથે પોતાના રંગીન મિજાજનો શોખ પણ પૂરો કરે છે.

એ કદાચ એવું બતાવવા માગે છે કે નોકરાણી  સારી રીતે સમજી  જાય કે ઘરમાં માત્ર સાહેબનું જ ચાલે છે.  મેડમ તો માત્ર કઠપૂતળી  છે. 

ઘણા પતિઓની એવી ધારણા હોય છે કે પત્નીને પગની  જૂતી સમજો અને એશ કરો. દરેક જગ્યાએ પત્નીની મજાક કરતાં રહો.

એમને જરા પણ ખ્યાલ નથી આવતો કે એનાથી  એમની પત્નીની ભાવનાઓ પર શું અસર થશે. એના મન મગજ  પર કેટલી ઊંડી અસર થશે.

ગૃહિણીથી ઘર બને છે અને પત્નીથી  પતિનું અસ્તિત્ત્વ. પત્નીને સન્માન આપવું એ પણ  સમાજમાં એટલું જ જરૂરી છે, જેટલું પતિનું પોતાનું. પતિપત્ની ઘરરૂપી રથના બે પૈંડા છે, જેમા તાલમેલ ખાસ જરૂરી છે. જે રીતે પતિને સન્માન આપવું એ પત્નીની ફરજ છે એ રીતે પત્નીના સન્માનનું રક્ષણ કરવું એ પણ પતિનું કર્તવ્ય છે.

લેવું હોય તો આ પણ પણ શીખો

ક્યારેક ક્યારેક પત્નીઓને અપમાનિત કરનારા પતિઓનાં પાસાં અવળાં પણ  પડી શકે છે. કેટલાંક લોકો તો એમની પત્ની સાથે સહાનુભૂતિ પણ રાખે છે. આવા લોકો એમ જ કહે છે કે પતિમાં કોઈ ખામી હશે  એટલે જ બિચારી  પર ત્રાસ ગુજારે છે અથવા  પછી એનામં જ કોઈ અવગુણ હશે એટલે જ એ પોતાના અવગુણ છુપાવવા માટે પત્નીનું જાહેરમાં અપમાન કર્યા કરે છે.

પાડોશમાં  અથવા સમાજમાં આવા પતિઓની હંમેશાં મજાક ઉડાડવામાં આવે છે.  માટે પત્નીને સન્માન આપવું એ ઘરના અન્ય સભ્યો અને બહારના લોકો દ્વારા  પણ સન્માન અપાવવું  એટલું જરૂરી છે જેટલું કે ખાવું, પીવું અને સૂઈ જવું. આ 'ગિવ એન્ડ ટેક'નો જમાન છે. જેવું વાવશો એવું જ લણશો સુખી જીવન ઈચ્છતાં હો તો  પત્નીને  સન્માન આપો અને તમારું  સન્માન વધારો.