Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Experiments to create artificial fog to prevent ocean warming

Ravi Purti: દરિયાને ગરમ થતો અટકાવવા કૃત્રિમ ઝાકળ બનાવવાના પ્રયોગો

Timeછેલ્લું અપડેટ : 28 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Ravi Purti: દરિયાને ગરમ થતો અટકાવવા કૃત્રિમ ઝાકળ બનાવવાના પ્રયોગો
સોર્સ : GSTV

ઈઝરાયલ-હમાસ યુદ્ધના કારણે ગાઝા પટ્ટીમાં નરસંહાર થયો. ગાઝા પટ્ટીમાં રહેતા લોકોમાં ભય ફેલાયો. જાન્યુઆરીમાં કામચલાઉ યુદ્ધવિરામ થયો ત્યારે ગાઝા પટ્ટીમાં દરિયાના કાંઠે આવેલો નેતજારિમ કોરિડોર પાર કરીને લોકો ગાઝા સિટી તરફ જવા ઉમટી પડયા હતા. એરિયલ વ્યૂમાં દરિયાની સુંદરતા ઝીલાઈ છે, પરંતુ ખરેખર તો લોકો પ્લાસ્ટિકની થેલીઓમાં આવે એટલો સામાન લઈને ભયના માર્યા ભાગવા માંડયા હતા તેનાથી કોરિડોર પર કીડીયાળું ઉભરાયું હતું. એમાંય નાસભાગ મચી હતી અને ઘણાં લોકો કચડાયા હતા. યુદ્ધના કારણે મોત ઝળૂંબતું હોવાથી ૧૧ લાખ લોકોએ છેલ્લાં દોઢેક વર્ષમાં ગાઝા પટ્ટીમાંથી પલાયન કર્યું છે.

App Store

હે ઈશ્વર! આ દિવસો કોઈને ન દેખાડીશ!

બીજુ દૃશ્ય હૃદયમાં આગ લગાડે તેવું છે. ગાઝામાં ઈઝરાયલ-હમાસના સામ-સામા મિસાઈલમારા વચ્ચે કેટલાય દિવસથી ભૂખ્યાં-તરસ્યાં બાળકો, વયોવૃદ્ધ મહિલાઓ સખાવતનું ભોજન લેવા પડાપડી કરી રહ્યા છે. ભોજન મળી જાય તો આજે પેટ ભરાશે નહીં તો ભૂખ્યું રહેવું પડશે એ દર્દ તેમની આંખોમાંથી આંસુ વાટે ટપકી રહ્યું છે. આ દયામણાં ચહેરા, લાચારી, પરવશતા, રૂદન, પેટની ભૂખ.. હે ભગવાન આવા દિવસો કોઈને ન દેખાડીશ! આ બાળકો આવી પરિસ્થિતિ જિંદગીમાં ક્યારેય ભૂલી શકવાના નથી. આ દૃશ્યો જોઈનેય મંત્રણાના મેજ પર બેઠેલી મહાસત્તાઓના હૈયા ફાટી પડયા નહીં, ફટ છે એમની મોટપને!

ઓસ્ટ્રેલિયાના પામ ટાપુ નજીકની ખાડીમાં કૃત્રિમ ઝાકળ બનાવવાના પ્રયોગો થયા હતા અને એમાં સંશોધકોને સફળતા પણ મળી છે. એક હોડી બનાવીને એમાં વિશેષ મશીનરી ગોઠવવામાં આવી હતી. ઝાકળ બનાવવા માટે ખારા પાણીનો ઉપયોગ થયો હતો. ગ્લોબલ વૉર્મિંગના કારણે કુદરતી શેવાળ પર જોખમ મંડરાઈ રહ્યું છે. દરિયો સતત ગરમ થઈ રહ્યો હોવાથી પરવાળાને નુકસાન થઈ રહ્યું છે. જો કૃત્રિમ ઝાકળનો ઉપયોગ થાય તો તેનાથી પાણી ઠંડું રાખી શકાશે અને શેવાળ યાને પરવાળાને ઠંડક મળશે. ઝાકળ બનાવતા મશીનમાં ખાસ પ્રકારની એક જાળી ગોઠવવામાં આવી હતી. એમાંથી જ્યારે ધુમ્મસ ઊંચે ચડે છે ત્યારે સફેદ ધુમ્મસ, બ્લૂ પાણીનું કોમ્બિનેશન કંઈક જુદી જ આભા ઉભી કરે છે.

આ આંખોમાંથી વેદના ડોકાય છે, વાંચી શકો છો?

વર્લ્ડ ફોટો ઓફ ય યર-૨૦૨૫નો એવોર્ડ આ તસવીરને મળ્યો છે, પરંતુ ફોટોમાં જે દેખાય છે એ નવ વર્ષના બાળકે તો ઘણું ગુમાવી દીધું છે. ઈઝરાયલના શક્તિપ્રદર્શન સમી એર સ્ટ્રાઈકમાં આ બાળક ગંભીર રીતે ઘવાયો હતો. બચ્યો એ ચમત્કાર છે, પણ એના બચ્યા પછીય એનામાં કશું બચ્યું નથી! શરીરથી, લાગણીથી વેરવિખેર બનેલો આ બાળક કતરના દોહાના બનાવેલા કેમ્પમાં રહે છે. નવ વર્ષના બાળકને આ દુનિયાની લડાઈએ પારાવાર જખ્મો આપ્યા છે, જે ક્યારેય રૂઝાશે નહીં. ગાઝામાં જ કાર્યરત મહિલા ફોટોગ્રાફર સમાર અબુ એલોફને પણ ઈઝરાયલ-હમાસના કારણે ઈજાગ્રસ્ત થયા પછી દોહામાં આવી જવું પડયું. ત્યાં તેણે એક દિવસ પીડામાં ડૂબેલો આ બાળક દેખાયો. તેણે ફોટો પાડી લીધો. એ તસવીર ન્યૂયોર્ક ટાઈમ્સમાં છપાયો ને પછી તો એવોર્ડ પણ મળ્યો. બાળકના મોં પર જે વેદના દેખાય છે એ અકળ છે. દુનિયા હજુ એને કંઈ આપી શકી નથી, પણ લઈ ઘણું લીધું છે.

સ્માર્ટ યુગના સ્માર્ટ પ્રદર્શનકારીઓ

દુનિયાભરમાં કોઈને કોઈ મુદ્દે સતત વિરોધ પ્રદર્શનો થતાં રહે છે. વિરોધ પ્રદર્શનો થાય ત્યારે પોલીસ વળતા જવાબમાં લાઠીચાર્જ કરે છે કે ટીઅર ગેસ છોડે છે. મરચાં-મરીનો સ્પ્રે છાંટીને પ્રદર્શનકારીઓને પરેશાન કરે છે. ભલભલાં મક્કમ મનના પ્રદર્શનકારીઓ પણ પોલીસની આ તરકીબો સામે બહુ સમય ટકી શકતા નથી. આક્રમક પ્રદર્શનોને વેર-વિખેર કરવામાં સુરક્ષાદળોને આ બધા નુસખાના કારણે સફળતા મળી જાય છે, પરંતુ હવે પ્રદર્શનકારીઓ પણ સ્માર્ટ જમાનામાં સ્માર્ટ થઈ રહ્યાં છે. આ વર્ષે તુર્કીની સરકાર સામે વ્યાપક પ્રદર્શનો થયા હતા. વિપક્ષના નેતાઓ અને પત્રકારોને પકડીને જેલમાં ધકેલી દેવાના વિરોધમાં ઈસ્તામ્બુલમાં પ્રદર્શનો થયા ત્યારે પ્રદર્શનકારીઓએ ગેસ માસ્ક સહિત આખો એવો કોટ પહેર્યો હતો જેમાં સ્પ્રે અને ટીઅર ગેસની કોઈ અસર થતી નથી. આ ટેકનોલોજીના કારણે પ્રદર્શનકારીઓને વિખેરવાનું પોલીસ માટે મુશ્કેલ બન્યું હતું.

જ્વાળામુખીએ સર્જેલો અગ્નિપથ

ઈટાલીનો ઈટના પર્વત દુનિયાના સૌથી સક્રિય જ્વાળામુખીઓ પૈકીનો એક છે. બે-એક વર્ષે એ આગ ઓકવા માંડે છે. યુરોપનો એ સૌથી ઊંચો જ્વાળામુખી છે. આ વર્ષે જૂન મહિનામાં અચાનક જ્વાળામુખી સક્રિય થયો હતો અને એમાંથી રાખની ડમરીઓ ચડવા માંડી હતી. પછી લાવા બહાર નીકળ્યો અને આખા રસ્તા પર પથરાઈ ગયો. ગેસ, રાખ અને જ્વાળાના કારણે કોઈ હાઈ-ફેન્ટસી ફિલ્મમાં હોય એવું દૃશ્ય જોવા મળ્યું હતું. આ જ્વાળામુખીની ખાસિયત એ છે કે તેનાથી આસપાસની જમીન ફળદ્રુપ બને છે. નજીકમાં દ્રાક્ષ સહિત ફળોના બગીચા છે. એમાં રાખ અને ઠરેલો લાવારસ ખાતરનું કામ કરે છે.