Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Does gig workers have a bright future?

Business Plus: શું ગીગ વર્કરમાં છે ઉજ્જવળ ભવિષ્ય?

Timeછેલ્લું અપડેટ : 12 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Business Plus: શું ગીગ વર્કરમાં છે ઉજ્જવળ ભવિષ્ય?
સોર્સ : GSTV

મોડી રાત સુધી ફૂડ ડિલીવરી કરનારાની હાડમારી અને આવક વિશે બહુ ચર્ચા થઇ રહી છે. ગીગ વર્કર્સની યાદીમાં આવતા આવા ડિલીવરી કરનારા ગઇ પહેલી જાન્યુઆરીએ હડતાળ પર જવાના હતા કેમકે સ્વિગી  અને ઝોમેટો જેવી કંપનીઓએ આ ગીગ વર્કરોને અપાતા ખાસ ઇન્સેટીવ પર કાતર ફેરવી દીધી હતી. પહેલી જાન્યુઆરીએ ડિલીવરીના ઓર્ડર વધુ હોઇ કંપનીઓ તેમની સાથે સમાધાન કરવા તૈયાર થઇ હતી. આ વિવાદ થયો ત્યારે તેમની માસિક આવક કેટલી હશે અને તેમને ડિલીવરીમાં કેટલું કમિશન મળતું હશે તેવી વાતો સપાટી પર આવી હતી. ડિલીવરી મેનને પગાર ઉપરાંત કમિશન મળે છે આમ તે અંદાજે મહિને ૨૬ થી ૨૭,૦૦૦ રૂપિયા કમાતા હોવાનું મનાય છે.

App Store

ટુરીસ્ટ સ્પોટ તરીકે તીરૂવનન્થપૂરમ 

એમ માનવાની જરૂર નથી કે ભારતના લોકો પ્રવાસ માટે જયુપર કે ગોવા જ પસંદ કરે છે. દેશ બહારથી આવતા ટુરીસ્ટો સતત નવો અનુભવ કરતા માંગતા હોય છે. જયુપર લગ્ન સમારંભો માટે કે ટ્રેકીંગ કરનારા લોકોની પસંદગી બનતી જાય છે એમ ગોવામાં લોકો ફેમિલી સાથે જવાનું બહુ પસંદ નથી કરતા. નવું ટુરીસ્ટ સ્પોટ પસંદ પામી રહ્યું છે તે તીરૂવનન્થપૂરમ છે. આ સ્થળ એટલા માટે પણ જાણીતું છે કે ત્યાં દાયકાઓ પછી ભાજપના મેયર સત્તા પર આવ્યા છે. ટૂંકમાં લોકો કેરળના પ્રવાસને વધુ પસંદ કરી રહ્યા છે. 

ભારતીયો લકઝરી ચીજો વધુ ખરીદે છે

સિંગાપુર પહોંચતા ટુરીસ્ટોમાં ઇન્ડિયનો લકઝરી ચીજો પાછળ સૌથી વધુ પૈસા ખર્ચે છે. લકઝરી ચીજો ખરીદતા અન્ય દેશના લોકો થોડા અચકાય છે, પરંતુ ભારતના ટુરીસ્ટો ફટાક દઇને ચૂકવણી કરી દે છે. ૨૦૨૫ના પહેલા છ મહિનામાં ઇન્ડિયન ટુરીસ્ટોએ ૮૧૨.૧૭ મિલીયનની ખરીદી કરી હતી જે ગયા વર્ષ કરતાં ૪.૪૦ ટકા વધારે હતી. સિંગાપુરના વેપારીઓ કહે છેકે ઇન્ડિયન ટુરીસ્ટો સિંગાપુરમાં ફરવા નહીં પણ ખરીદી કરવા આવતા હોય એમ લાગે છે. સિંગાપુરમાં સૌથી વધુ ખરીદી કરતા ટુરીસ્ટોમાં પ્રથમ ઇન્ડિયન આવે છે જ્યારે બીજે ચીન અને ત્રીજે ઇન્ડોનેશિયાના ટુરીસ્ટો આવે છે. ૨૦૨૫ના પહેલા દશ મહિનામાં ૧૩ લાખ જેટલા ઇન્ડિયન સિંગાપુર ગયા હતા.