Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Gold and silver prices rise with the start of the new year

Business Plus : નવા વર્ષના પ્રારંભ સાથે સોના-ચાંદીના ભાવમાં તેજી

Timeછેલ્લું અપડેટ : 12 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Business Plus : નવા વર્ષના પ્રારંભ સાથે સોના-ચાંદીના ભાવમાં તેજી
સોર્સ : GSTV

- વિશ્વમાં રાજકીય અરાજકતા વધતાં વૈશ્વિક સોનામાં સેફ હેવન ખરીદી માટે ફંડો દોડી આવ્યા

App Store

દેશના ઝવેરીબજારોમાં તાજેતરમાં કિંમતી ધાતુઓના ભાવ ટોચ પરથી નીચા ઉતર્યા પછી આંચકા પચાવી ભાવ ફરી ઉછળતા જોવા મળ્યા હતા. વિશ્વ બજારમાં સોના-ચાંદીના ભાવ ઘટયા પછી ફરી ઉછળતાં ઘરઆંગણે કિંમતી ધાતુઓની આયાતમાં આવતી ઈમ્પોર્ટ કોસ્ટમાં નવેસરથી વૃદ્ધી થઈ હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. ઈમ્પોર્ટ  કોસ્ટ વધતાં દેશના ઝવેરી બજારોમાં નવા વર્ષના પ્રથમ સપ્તાહમાં કિંમતી ધાતુઓમાં નવેસરથી તેજીનો સંચાર થયો છે જે આગામી આવનાર સમય વિશે સૂચક મનાઈ રહ્યો છે. એવું ઝવેરી બજારોના પીઢ વેપારીઓ જણાવી રહ્યા હતા. અમદાવાદ  ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૩૮૨૦૦થી ૧૩૮૫૦૦ની સપાટીથી ઝડપી વધી ઉંચામાં ભાવવ રૂ.૧૪૧૨૦૦થી ૧૪૧૫૦૦ બોલાતા થયા હતા. અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૨૩૩૦૦૦ની સપાટીથી ઉછળતા રહી ઉંચામાં ભાવ રૂ.૨ લાખ ૪૬ હજાર સુધી ટ્રેડ થતાં દેખાયા હતા. મુંબઈ બુલિયન બજારમાં ચાંદીના ભાવ જીએસટી વગર ઉંચામાં રૂ.૨ લાખ ૪૮ હજાર સુધી પણ જતા રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંસના ૭૨.૮૧થી ૭૨.૮૨ ડોલરવાળા ઘટયા પછી નવેસરથી ઝડપી ઉછળી ઉંચામાં ભાવ ૮૦ ડોલરની સપાટી કુદાવી ૮૨.૮૦ ડોલર સુધી પહોંચી ગયા હતા. જો કે ત્યારબાદ વિશ્વ બજારમાં કિંમતી ધાતુઓમાં નવી માગ રુંધાતા તથા ઉછાળે ફંડોની વેચવાલી વધતાં વૈશ્વિક બજારો ઉંચેથી નીચા આવ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ઉંચામાં ૪૫૦૦ ડોલર થયા પછી ટોચ પરથીી ફરી ગબડી નીચામાં ભાવ ૪૪૨૮થી ૪૪૩૦ થઈ ૪૪૯૫થી ૪૪૯૬ ડોલર બોલાઈ રહ્યા હતા. વૈશ્વિક ચાંદીના ભાવ ઔંસના ઉંચેથી ઘટી નીચામાં ૭૬.૬૪થી ૭૬.૬૫ થઈ ૭૯  ડોલર સુધી રહ્યા હતા.

વિશ્વ બજારમાં કિંમતી ધાતુઓમાં ભાવમાં બેતરફી મોટી ઉછળકુદ દેખાઈ હતી. પ્લેટીનમના ભાવ ઔંસના ૨૧૪૦થી ૨૧૪૫ ડોલરવાળા ઉંચામાં ભાવ ૨૪૭૦થી ૨૪૭૫ થયા પછી નીચામાં ભાવ ૨૨૫૮થી ૨૨૫૯ થઈ ૨૨૯૭ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ઔંસના ૧૬૩૫થી ૧૬૪૦ ડોલરવાળા ઉંચામાં ભાવ ૧૮૫૫થી ૧૮૬૦ થયા પછી નીચામાં ભાવ ૧૭૦૮થી ૧૭૦૯ થઈ ૧૮૩૪થી ૧૮૩૫ ડોલર રહ્યા હતા. વિશ્વ બજારમાં કોપરના ભાવમાં રેકોર્ડ સતેજી દેખાઈ હતી. કોપરના ભાવ ટનના ઉંચામાં ૩ મહિનાના વાયદાના ભાવ ૧૩૨૮૦થી ૧૩૨૮૫ ડોલરની નવી ઉંચી ટોચે પહોંચી ગયા પછી ભાવ ૧૩૦૫૦થી ૧૩૦૫૫ ડોલર આસપાસ બોલાઈ રહ્યા હતા.ઈન્ડોનેશિયામાં પુરવઠો ઘટતાં  વિશ્વ બજારમાં હવે નિકલના ભાવમાં પણ તેજીનો પવન ફૂંકાતાં ભાવ ઉછળી ટનના ૧૮ હજાર ડોલર સુધી ઉછળતાં નિકલના ભાવમાં ૧૪ મહિનાની નવી ઉંચી ટોચ જોવા મળી હતી. એલ્યુમિનિયમ, ચાંદી તથા કોપરના ભાવ વધી જતાં સોલાર પાવર ક્ષેત્રે કોસ્ટિંગમાં નોંધપાત્ર વૃદ્ધી થઈ છે તથા તેના પગલે સોલાર પાવર મોંઘું બન્યું હોવાનું પણ જાણકારોએ જણાવ્યું હતું. ચાંદીના ભાવ ઘરઆંગણે તાજેતરમાં માત્ર ત્રણ દિવસમાં ઝડપી રૂ.૧૨થી ૧૩ હજાર વધી ગયા હતા. આ વર્ષે ચાંદીના ભાવ ત્રણ લાખ રૂપિયા તથા સોનાના ભાવ દોઢથી બે લાખ રૂપિયા થવાની શક્યતા બજારના તજજ્ઞાો બતાવી રહ્યા હતા.

અમેરિકા તથા વેનેઝુએલા વચ્ચે તણાવ વધતાં વિશ્વ બજારમાં કિંમતી ધાતુઓમાં  સેફ-હેવન સ્વરૂપની ખરીદી વધી હતી.વેનેઝુએલાનુ ક્રૂડતેલ મોટા પ્રમાણમાં અમેરિકામાં આવશે એવા સંકેતો તાજેતરમાં અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે આપ્યો હોવાના સમાચાર હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં તાજેતરમાં વિવિદ બનાવો વચ્ચે બેતરફી વધઘટ દેખાઈ હતી.  ક્રૂડના ઉત્પાદક દેશોના સંગઠન ઓપેકના સૂત્રોના જણાવ્યા મુજબ ઉત્પાદનમાં હાલ તુરંત વૃદ્ધી અટકાવી દેવામાં આવી છે. અમેરિકાના પ્રમુખે વેનેઝુએલા પછી હવે કોલમ્બીયા તથા ગ્રીનલેન્ડ જેવા દેશો તરફ પણ લાલ આંખ કર્યાના વાવડ હતા. આના પગલે વિશ્વના બજારોમાં અજંપો પણ વધ્યો હતો.