Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Tata Group preparing for major changes in Air India

Business Plus: ટાટા ગ્રુપની એરઇન્ડિયામાં મોટા ફેરફારની તૈયારી

Timeછેલ્લું અપડેટ : 12 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Business Plus: ટાટા ગ્રુપની એરઇન્ડિયામાં મોટા ફેરફારની તૈયારી
સોર્સ : GSTV

Air India flew A320 without valid airworthiness licence eight times, DGCA  probe underway

App Store

 

એરઇન્ડિયા નવા સીઇઓે શોધે છે

ટાટાગૃપ તેની એર ઇન્ડિયા  માટે સીઇઓના હોદ્દા માટે યોગ્ય ઉમેદવારને શોધી રહ્યું છે. વર્તમામ સીઇઓ કેમ્પબેલ વિલ્સન આગામી વર્ષે નિવૃત્ત થઇ રહ્યા છે. બંને સાઇડ એટલેકે ટાટા ગૃપ અને સીઇઓ કેમ્પબેલ  ૨૦૨૭ પછી નવી ટર્મ રીન્યુ કરવા માટે તૈયાર નથી. કહે છેકે ઉમેદવારની પસંદગી કરતા ટાટા ગૃપને છ મહિના જેવો સમય લાગશે. અમદાવાદમાં તૂટી પડેલા એર ઇન્ડિયાનું  બોઇંગનો રિપોર્ટ આગામી જુનમાં આવી જશે. એર ઇન્ડિયાના સીઇઓ તરીકે કેમ્પબેલે ગઇ જુલાઇ ૨૨માં હવાલો સંભાળ્યો હતો. ટાટાગૃપે જાન્યુઆરી-૨૨માં સરકાર પાસેથી એરઇન્ડિયા હસ્તગત કરી હતી. અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન તૂટી પડયા પછી કંપની પર માછલાં ધોવાયા હતા.

 

 

બજારની વાત                          . 2 - image

રૂ.૫૬૦૦ પરથી રૂ.૪૧૯ કરોડની કંપની

બિઝનેસ અને સ્ટાર્ટઅપ સાથે સંકળોલા લોકોમાં બહુ પ્રસિધ્ધિ પામેલો ટીવી શો  શાર્ક ટેન્કના નવા જજ તરીકે કનિકા ટેકરીવાલ છે. ઉડ્ડયન ઉદ્યોગનો તેમને દશ વર્ષનો અનુભવ છે. ૨૧ વર્ષની ઉમરે તેમણે ૫૬૦૦ રૂપિયાનું રોકાણ કર્યું હતું . આજે તેમની કંપની ૪૨૦ કરોડની નેટવર્થ ધરાવે છે. તેમની કંપની એક લાખ વિમાનપ્રવાસીઓને સંભાળે છે તેમજ ૬૦૦૦થી વધુ ફ્લાઇટનું સંચાલન કરે છે તેમજ પોતાના નવ પ્રાઇવેટ પ્લેન છે અને બે હેલિકોપ્ટર છે. તે જેટસેટગો એવિયેશન સર્વિસના સીઇઓ છે અને ૨૦૧૪માં સ્થાપેલ કંપની સુધીર પર્લના ફાઉન્ડર છે. હારૂનની યાદીમાં તે સૌથી નાની ઉંમરના પૈસાદાર મહિલાની યાદીમાં આવે છે. તે વારંવાર કહે છે કે તેમણે ૫૬૦૦ના રોકાણથી શરૂઆત કરી હતી.

 

 

બજારની વાત                          . 3 - image

 

જુહુના દરિયા કિનારાનો બંગલો ૨૫૦ કરોડમાં વેચવાનો છે

દરિયા કિનારાની સામે ૧૯૫૦ના દાયકામાં ૧૪૫૮  સ્કેવરફૂટમાં બાંધેલો હેરીટેજ બંગલો ૨૫૦ કરોડમાં વેચવાનો હોવાનું જાણવા મળ્યું છે. જુહુના કિનારે આવેલો છ બીએચકે વાળો બંગલો જેનું નામ લીલા છે તે વેચવાનો હોવાનું રીયલ એસ્ટેટના સૂત્રો મારફતે જાણવા મળ્યું છે. આ પ્રોપર્ટી મૂળભૂત નાણાવટી હોસ્પિટલના નાણાવટી ફેમિલીની છે તેને વેચવા મુકી છે. જુહુ બીચ પરની આ પ્રોપર્ટી ગ્રેડ ફોરમાં આવતી હેરીટેજ પ્રોપર્ટી છે. તેનો બિલ્ટ એરિયા ૮૪૮૦ સ્કેવર ફૂટનો છે. દરિયા સામે ગાર્ડન છે, ચાર ગાડીનું પાર્કીંગ છે.૨૬૫૩ સ્કેવરફૂટનો ટેરેસ છે. કહેછેકે દેશના હાઇનેટવર્થ ધરાવતા લોકોએ તે ખરીદવામાં રસ બતાવ્યો છે.

 

 

બજારની વાત                          . 4 - image

 

ફિક્સડર્માની વેલ્યૂ ૧૫૦૦ કરોડ

શાર્ક ટેન્ક સિઝન ફાઇવની બહુ વાતો એટલા માટે થઇ રહી છે કે તેના જજ બદલાઇ ચૂક્યા છે. જે નવા જજ આવ્યા છે તેમાં શૈલી મલ્હોત્રાનો સમાવેશ થાય છે. ગઇ પાંચમી તારીખથી તેની સિઝન ફાઇવ શરૂ થઇ ગઇ છે. ફિક્સડર્મા કંપનીના તે સીઇઓ છે. બિઝનસ રીયાલીટી શોમાં શાર્ક ટેન્ક લોકોમાં બહુ પ્રિય શો છે. ડર્માએ  ડર્મેટોજીસ્ટ એટલેકે ચામડીના રોગની દવા  સાથે વણાએલું નામ છે શૈલી મલ્હોત્રાએ પોતાની બ્રાન્ડ ફિકસડર્મા વિકસાવી છે. શૈલી સ્વબળે આગળ આવેલા છે. બહારથી કોઇ પણ પ્રકારનું ફંડ લીધા વિના તેમણે પ્રગતિ કરી છે. ગયા વર્ષે તેમની કંપનીની રેવન્યૂ ૧૮૭ કરોડ રૂપિયાની હતી. તેમની ડર્મા કંપની ફિકસડર્મા ની વેલ્યૂ ૧૫૦૦ કરોડ આંકવામાં આવે છે.

 

 

બજારની વાત                          . 5 - image

 

મોટી આંખોવાળી જાડી સ્ત્રીની તસ્વીરનો ડર 

બેંગલુરૂમાં લોકોને એક નવું કૌતૂક જોવા મળી રહ્યું છે. જેમાં નવા બંધાતા મકાનો પર એક મોટી આંખો વાળી ,જાડી દેખાતી ,ગુસ્સો બતાવતી મહિલાનો ફોટો જોવા મળે છે. જે ફોટો જોઇને ડર પણ લાગે  છે. તેની આંખોના ડોળા ડરાવી દે તેવા હોય છે. બેંગલુરૂમાં બંધાતા નવા મકાનોની સાઇટ પર આવી મોટી આંખો વાળી મહિલાના ફોટા ચીપકાવેલા જોવા મળે છે. આવા ફોટા કેમ મુકાય છે તે જાણવાનો પ્રયાસ કરાયો ત્યારે ખબર પડી કે નવી બંધાતી સાઇટ પર કોઇ ઇર્ષાખોરની નજર ના લાગી જાય એટલે મોટી આંખો વાળી ગુસ્સા વાળી મહિલાનો ફોટો મુકાય છે. ત્યાંથી પસાર થતા લોકો તેને બહુ જીજ્ઞાાશા સાથે જોયા કરતા હોય છે. આપણે ત્યાં જેમ મરચાં લીંબુ બાંધીને મેલી નજરને અટકાવાય છે એમ મોટી આંખો વાળી મહિલાનો ફોટો રાખવો એ પણ એક  ટૂચકો છે.

 

બજારની વાત                          . 6 - image

 

૧૦મા ધોરણમાં રોબોટીક્સ ટ્રેનીંગ

 કેરળની સરકારના શિક્ષણ ખાતાએ ૧૦મા ધોરણના ૪.૫ લાખ વિદ્યાર્થીઓને રોબોટીક શિક્ષણ આપવાનું શરૂ કર્યું છે. તેમનામાં રહેલી ડિજીટલ સ્કીલને બહાર લાવવાનો આ પ્રયાસ છે.તેમાં રોબોટીક્સ અને  કોડીંગ બંને વિષયો આવરી લેવાશે. રોબોટીક્સમાં જ્યારેે પ્રેકટીકલ શિખવાડવામાં આવશે ત્યારે તેમની ડિજીટલ ક્ષમતા વધુ ખીલી ઉઠશે એમ મનાય છે. દરેકને કીટ્સ આપવામાં આવશે. કેરળ સરકારે આ પ્રોજક્ટનું નામ કાઇટ (કેરળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ટેકનોલોજી ફોર એજ્યુકેશન) રાખ્યું છે. ૧૫ જાન્યુઆરી પહેલાં દરેકની ટ્રેનીંગ પુરી થાય તેવું આયોજન કરાયું છે.