Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Beauty with the cooling effect of fruits in the heat! Try this fruity makeup that will give your face a cool feeling

Sahiyar: ગરમીમાં ફળોની ઠંડક સાથે સુંદરતા! ટ્રાય કરો આ ફ્રૂટી મેકઅપ જે તમારા ફેસને આપશે શિતળતા

Timeછેલ્લું અપડેટ : 24 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Sahiyar: ગરમીમાં ફળોની ઠંડક સાથે સુંદરતા! ટ્રાય કરો આ ફ્રૂટી મેકઅપ જે તમારા ફેસને આપશે શિતળતા
સોર્સ : GSTV

ગરમીની મોસમમાં ઠંડક આપતાં અને રસવાળા ફ્રૂટ મળે છે. તેને ખાવાની તો મજા આવે જ છે, પરંતુ જો આ ફ્રૂટના કલરને મેક-અપ પ્લેટમાં પણ સમાવવામાં આવે તો તેની મજા બે ગણી થઈ જાય છે. તો તૈયાર થઈ જાઓ ફ્રૂટી મેક-અપ કરવા માટે. ગરમીમાં કૂલ અહેસાસ કરાવશે અલગ-અલગ ફ્રૂટી કલર મેક-અપ.

App Store

મેંગો ફન અને સ્પોર્ટી લૂક

* ચહેરો સાફ કર્યા પછી સ્કિનના કલરથી એક શેડ ઘેરો રંગ લગાવો.

* હવે આંખો પર બ્રાઇટ ઓરેન્જ કલરની આઇ શેડો લગાવો.

* હવે ડાર્ક ગ્રીન આઇ શેડો અથવા પેન્સિલથી થોડી મોટી આઇલાઇન કરો. બ્રો બોનને મેંગો યલો શેડથી હાઇલાઇટ કરો. આ મેક-અપ તમને ફંકી લૂક ટ્વિસ્ટ અંદાજમાં આપશે.

* આંખોને આકર્ષક બનાવવા માટે બ્રાઉન અથવા બ્લેક મસ્કરાના બે કોટ લગાવો.

* હોઠ પર ક્લીયર લિપ ગ્લોસ લગાવો જેનાથી મેક-અપમાં સંતુલન રહે.

સ્ટ્રોબેરી સ્વીટ એન્ડ ક્લર્ટી લૂક

આ લૂક સાંજની પાર્ટીમાં ફ્રેન્ડ્સ સાથે જતા હોવ ત્યારે કરવો વધારે યોગ્ય છે.

* ફેસ વોશ કર્યા પછી તમારી સ્કિનના કલરને અનુરૂપ ફાઉન્ડેશન લગાવો.

* ફાઉન્ડેશનને સેટ કરવા માટે થોડો પાવડર લગાવો. વધારાના પાવડરને બ્રશથી કાઢી નાંખો.

* આંખ પર શીમરવાળા પિંક કલરની આઇ શેડો લગાવો.

* આંખોમાં મધ્યથી બહાર સુધી કાજલ લગાવો. પછી બ્રાઉન મસ્કરાના બે કોટ લગાવો.

* ગુલાબી રંગનું બ્લશર લગાવી તેને સારી રીતે બ્લેન્ડ કરો.

* હોઠ પર બેબી પિંક કલરનું લિપ ગ્લોસ લગાવો.

વોટરમેલન ગ્લેમરસ લૂક

આ લૂક રાતની પાર્ટી માટે સારો છે. આ લૂક તમારી સ્ટાઈલ સ્ટેટમેન્ટ પણ બની શકે છે. અત્યારે જે ચલણમાં છે તે આ ક્લાસિક લૂક છે.

* ચહેરો સાફ કરીને બેઝ તૈયાર કરો. આના માટે ફાઉન્ડેશનમાં થોડી શિમર ક્રીમ ભેળવો. પછી ચહેરા પર ઉપરથી નીચેની દિશામાં લગાવો. સારી રીતે બ્લેન્ડ કરીને લૂઝ પાવડરથી સેટ કરો.

* આંખના ઉપરના ભાગે ડાર્ક બ્રાઉન કલરની આઇ શેડો લગાવો અને નીચે તે જ રંગની આઇલાઇન આંખની બહાર સુધી કરો.

* બ્લેક વોલ્યૂમાઇઝિંગ મસ્કરાના બે કોટ લગાવો.

* બોલ્ડ ગ્લેમરસ લૂક માટે ક્રીમયુક્ત રેડ લિપસ્ટિક લગાવો. જો તમે બોલ્ડ લૂકથી બચવા માગતા હોવ તો શાઇની રેડ લિપ ગ્લોઝ લગાવી શકો છો.

પીચ કિસ્પ એન્ડ ક્લીન લૂક

ઓફિસ માટે જો તમને કોઈ ખાસ લૂક સમજમાં ન આવતો હોય તો આ લૂક સદાબહાર છે. આ લૂકને તમે બે ફિકર અપનાવી શકો છો. પીચ કલરથી સ્કિન ચમકદાર અને ફ્રેશ લાગશે.

* ચહેરો સાફ કર્યા પછી લાઇટ મોશ્ચોરાઇઝર કે થોડું ફાઉન્ડેશન લગાવો. ચાહો તો મોશ્ચોરાઇઝર-ફાઉન્ડેશન મિક્સ કરી લગાવી શકો છો. આ સ્કિનને લાઇટ કરશે. બેઝ સેટ કરવા માટે થોડો લૂઝ પાવડર લગાવો.

* સ્કિન જેવા કલર સિલેક્ટ કરો, જેથી ચહેરાને એક ડેફિનેશન મળી જાય.

* આંખો પર લાઇટ બ્રાઉન આઇ શેડો લગાવો. હવે ક્રીઝ લાઇન પર હલકી ડાર્ક બ્રાઉન શેડો લગાવો. પાંપણ પર મસ્કરાના બે કોટ લગાવો.

* ગાલને આકર્ષક અને ચમકદાર બનાવવા માટે પીચી પિંક બ્લશ લગાવો. નીચેથી ઉપરની તરફ બ્લેન્ડ કરો.

* નેચરલ લૂક માટે હોઠ પર પિંક લિપ ગ્લોઝ લગાવો.