મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

World Homeopathy Day / શા માટે ઉજવવામાં આવે છે વિશ્વ હોમિયોપેથી દિવસ, શું છે આ વર્ષની થીમ?

દર વર્ષે 10 એપ્રિલના વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણી કરવામાં આવે છે. હોમિયોપેથી એ એક તબીબી પ્રણાલી છે. ઘણ

World Homeopathy Day / શા માટે ઉજવવામાં આવે છે વિશ્વ હોમિયોપેથી દિવસ, શું છે આ વર્ષની થીમ?

દર વર્ષે 10 એપ્રિલના વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણી કરવામાં આવે છે. હોમિયોપેથી એ એક તબીબી પ્રણાલી છે. ઘણા વર્ષોથી હોમિયોપેથીની દવાઓ દ્વારા રોગોની સારવાર કરવામાં આવી રહી છે, પરંતુ કોરોના પછી લોકો આ પ્રણાલી વધુ મહત્ત્વ આપી રહ્યા છે. આનું એક કારણ એ છે કે તેની આડઅસર થવાની શક્યતા ઓછી છે. સમગ્ર વિશ્વમાં, કોઈપણ રોગની સારવાર માટે ચાર પ્રકારની તબીબી પ્રણાલી અપનાવવામાં આવે છે: એલોપેથી, હોમિયોપેથી, આયુર્વેદ, નેચરોપેથી. હોમિયોપેથીની પ્રણાલી 1700ના દાયકાના અંતમાં જર્મનીમાં વિકસાવવામાં આવી હતી, જે હજુ પણ ઘણા યુરોપિયન દેશો દ્વારા અનુસરવામાં આવે છે. ભારતમાં પણ, હોમિયોપેથીની દવાઓએ ઘણા લોકોને સ્વસ્થ કર્યા છે.

વિશ્વ હોમિયોપેથી દિવસનો ઈતિહાસ

વિશ્વ હોમિયોપેથી દિવસ દર વર્ષે 10 એપ્રિલના રોજ ડો. સેમ્યુઅલ હેનેમેનની જન્મજયંતિની યાદમાં ઉજવવામાં આવે છે. તેઓ જર્મન ચિકિત્સક હતા અને તેમને હોમિયોપેથીના સ્થાપક પણ કહેવામાં આવે છે. હોમિયોપેથી સૌપ્રથમ 19મી સદીમાં પ્રસિદ્ધિ પામી. હેનિમેન એવી તબીબી પદ્ધતિઓ અને દવાઓની વિરુદ્ધ હતા જેની શરીર પર આડઅસર હોય. તેમના વિચારથી દવાના ક્ષેત્રમાં કંઈક એવું થયું જેણે તેમને હોમિયોપેથીના સ્થાપક તરીકેની ઓળખ આપી.

વિશ્વ હોમિયોપેથી દિવસ 2024ની થીમ

દર વર્ષે આ દિવસ એક ખાસ થીમ સાથે ઉજવવામાં આવે છે. વર્ષ 2024ની થીમ “હોમિયોપરિવાર: એક આરોગ્ય, એક કુટુંબ” છે. વર્ષ 2023માં તેની થીમ હતી – ‘હોમિયોપેથીઃ પીપલ્સ ચોઈસ ફોર વેલનેસ’.

વિશ્વ હોમિયોપેથી દિવસનો હેતુ

વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં આ તબીબી પ્રણાલી વિશે જાગૃતિ લાવવાનો છે જેથી વધુને વધુ લોકો તેનો લાભ મેળવી શકે.

આ સમાચાર શેર કરો