મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

Valley of Flowers / 1 જૂનથી પ્રવાસીઓ માટે ખુલી રહી છે વેલી ઓફ ફ્લાવર્સ, જાણો ક્યા મહિના સુધી લઈ શકશો મુલાકાત

ઉત્તરાખંડના ચમોલીમાં આવેલી વેલી ઓફ ફ્લાવર્સ 1 જૂન, 2024થી પ્રવાસીઓ માટે ખુલી રહી છે. આ વર્ષે તે 30 ઓક

Valley of Flowers / 1 જૂનથી પ્રવાસીઓ માટે ખુલી રહી છે વેલી ઓફ ફ્લાવર્સ, જાણો ક્યા મહિના સુધી લઈ શકશો મુલાકાત

ઉત્તરાખંડના ચમોલીમાં આવેલી વેલી ઓફ ફ્લાવર્સ 1 જૂન, 2024થી પ્રવાસીઓ માટે ખુલી રહી છે. આ વર્ષે તે 30 ઓક્ટોબર સુધી ખુલી રહેશે. તમે જૂનથી ઓક્ટોબર સુધી ગમે ત્યારે અહીં જવાનો પ્લાન બનાવી શકો છો. જો કે, ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિના અહીં ફરવા માટે શ્રેષ્ઠ છે કારણ કે આ દરમિયાન અહીં સૌથી વધુ ફૂલો જોવા મળે છે. વેલી ઓફ ફ્લાવર્સમાં તમે રંગબેરંગી ફૂલોની 500થી વધુ પ્રજાતિઓ જોઈ શકો છો. અહીં દર વર્ષે દેશ-વિદેશથી ઘણા પર્યટકો આવે છે. 

જૈવવિવિધતાથી સમૃદ્ધ છે વેલી ઓફ ફ્લાવર્સ 

ચમોલીમાં આવેલી વેલી ઓફ ફ્લાવર્સ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટમાં પણ સામેલ છે. તે નંદા દેવી બાયોસ્ફિયર રિઝર્વનો પણ એક ભાગ છે. વેલી ઓફ ફ્લાવર્સમાં ઘણા પ્રકારની દુર્લભ હિમાલયન વનસ્પતિઓ પણ જોવા મળે છે. આ સ્થળ જૈવવિવિધતાનો ખજાનો છે. સુંદર ફૂલોની સાથે અહીં વિવિધ પ્રકારના પતંગિયા પણ જોઈ શકાય છે. અહીં કસ્તુરી હરણ, ચિત્તા, ગુલદાર, મોનલ, હિમાલયન રીંછ પણ રહે છે. વેલી ઓફ ફ્લાવર્સનો નજારો એવો છે કે વ્યક્તિ સ્વર્ગમાં હોવાનો અનુભવ કરે છે. ઉનાળામાં મુલાકાત લેવા માટેના લોકપ્રિય સ્થળોમાં વેલી ઓફ ફ્લાવર્સ ટોચ પર રહે છે. 

વેલી ઓફ ફ્લાવર્સમાં ટ્રેકિંગ ફી

વેલી ઓફ ફ્લાવર્સમાં ટ્રેકિંગ માટે ભારતીયો માટે 200 રૂપિયા અને વિદેશી પ્રવાસીઓ માટે 800 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે. વેલી ઓફ ફ્લાવર્સ માટે બેઝ કેમ્પ ખંગરિયાથી પ્રવાસીઓ માટે ટુરિસ્ટ ગાઈડની સુવિધા પણ ઉપલબ્ધ હશે.

વેલી ઓફ ફ્લાવર્સ કેવી રીતે પહોંચવું?

હવાઈ માર્ગ - વેલી ઓફ ફ્લાવર્સ સુધી પહોંચવા માટેનું સૌથી નજીકનું એરપોર્ટ દેહરાદૂનનું જોલીગ્રાન્ટ એરપોર્ટ છે. જ્યાંથી તમારે ગોવિંદઘાટ માટે ટેક્સી બુક કરાવવી પડશે. ગોવિંદ ઘાટ પહોંચ્યા પછી તમારે પગપાળા ખંગારિયા જવું પડશે. અહીંથી તમારે વેલી ઓફ ફ્લાવર્સ માટે પાસ મેળવવો પડશે. ગોવિંદઘાટથી વેલી ઓફ ફ્લાવર્સ સુધી પહોંચવા માટે લગભગ 19 કિમી સુધી ટ્રેકિંગ કરવું પડે છે.

રેલ માર્ગ - જો તમે અહીં ટ્રેન દ્વારા આવવાનું વિચારી રહ્યા છો, તો તમારે ઋષિકેશ પહોંચવું પડશે. અહીંથી તમે ટેક્સી લઈ શકો છો અને લગભગ 250 કિમીની મુસાફરી કરીને ગોવિંદઘાટ પહોંચી શકો છો. ત્યાર બાદ ટ્રેકિંગ કરીને વેલી ઓફ ફ્લાવર્સ સુધી પહોંચવાનું હોય છે.

આ સમાચાર શેર કરો