મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

ઉનાળામાં ટ્રાય કરો સ્વાદિષ્ટ લીચી આઈસ્ક્રીમ, આ રેસીપીની મદદથી ઘરે જ બનાવો

ઉનાળાની ઋતુમાં કેરીની સાથે બીજું એક ખૂબ જ સ્વાદિષ્ટ ફળ આવે છે, તે છે લીચી. ઘણા લોકોને લીચી ખુ પસંદ હોય છે, તેઓ તેનુ

ઉનાળામાં ટ્રાય કરો સ્વાદિષ્ટ લીચી આઈસ્ક્રીમ, આ રેસીપીની મદદથી ઘરે જ બનાવો

ઉનાળાની ઋતુમાં કેરીની સાથે બીજું એક ખૂબ જ સ્વાદિષ્ટ ફળ આવે છે, તે છે લીચી. ઘણા લોકોને લીચી ખુ પસંદ હોય છે, તેઓ તેનું જ્યુસબનાવીને પીતા હોય છે. જો તમે ઈચ્છો તો ઘરે લીચી આઈસ્ક્રીમ પણ બનાવી શકો છો, તે બાળકોને પણ ભાવશે. આજે અમે તમને તેની સરળ રેસીપી જણાવવા જઈ રહ્યા છીએ. 

સામગ્રી

  • લીચીનો પલ્પ - 1 કપ 
  • મિલ્ક પાવડર - 1 કપ 
  • કોર્નફ્લોર - 3/4 ચમચી 
  • દૂધ - 3 કપ 
  • ખાંડ - 1/2 કપ 
  • ફ્રેશ ક્રીમ - 1/2 કપ 

બનાવવાની રીત 

  • એક બાઉલમાં મિલ્ક પાવડર, 1 કપ દૂધ અને કોર્નફ્લોર ઉમેરો. બધું બરાબર મિક્સ કરીને ફેટી લો.
  • હવે એક પેનમાં બાકીનું દૂધ નાખો. પછી તેમાં ખાંડ નાખીને હલાવીને બરાબર મિક્સ કરી લો. તેને ઉકળવા દો અને વચ્ચે વચ્ચે હલાવતા રહો.
  • હવે પેનમાં તૈયાર કરેલું મિશ્રણ ઉમેરો. તેને સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર 5 મિનિટ સુધી થવા દો.
  • રાંધ્યા બાદ તેને થોડીવાર ઠંડુ થવા દો અને પછી તેમાં ફ્રેશ ક્રીમ ઉમેરો. 
  • ત્યારબાદ તેમાં લીચીનો પલ્પ ઉમેરો. વ્હિસ્કરની મદદથી બધું બરાબર મિક્સ કરો.
  • હવે મિશ્રણને કન્ટેનરમાં રેડો અને એલ્યુમિનિયમ ફોઈલથી ઢાંકી દો. તેને 6 કલાક માટે ફ્રીઝ થવા દો.
  • એકવાર તે થોડું સેટ થઈ જાય પછી, મિશ્રણને બ્લેન્ડ કરો અને તેને બાઉલમાં સ્થાનાંતરિત કરો.
  • હવે તેમાં સમારેલી લીચી ઉમેરીને મિક્સ કરો.
  • હવે મિશ્રણને ફરીથી કન્ટેનરમાં રેડો. તેને એલ્યુમિનિયમ ફોઈલથી ઢાંકી દો. તેને 10 કલાક માટે સેટ થવા દો.
  • તમારો લીચી આઈસ્ક્રીમ તૈયાર છે. 

આ સમાચાર શેર કરો